વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુખનો સૂરજ

લગ્નનું ઘર હતુ.સૌ મહેમાનો જાનની આવવાની રાહ જોવા માટે લગ્ન માટે બુક કરેલા પાર્ટી પ્લોટમાં આમતેમ આટા મારી રહ્યા હતા.અમુક મહેમાનો લગ્નમાં હાજરી આપવા માટે અગાઉથી આવી ગયા હતા.જેમાં ઘણા ખરા લોકો તૈયાર થઈ રહ્યા હતા.બાકીના દૂરના સંબંધીઓ તેમ જ શહેરમાં રહેતા મહેમાનોને આવવાની વાર હતી.

જયસુખભાઇ અને જયશ્રીબેનની એકની એક દિકરીના આજ લગ્ન હતા.આથી જયસુખભાઇના હદયમાં હરખનો કોઈ પાર જોવા મળતો ન હતો.જયસુખભાઇ જાનૈયાની આગતા સ્વાગતા કરવા માટે વ્યસ્ત હતા.જાનૈયાની ખાણી પીણીમાં પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. જયસુખભાઇએ અગાઉથી કેટરર્સને મેનુ કહી દીધું હતું એ મુજબ પ્લોટની ડાબી સાઈડ જમવાની અલગ અલગ વેરાયટીના કાઉન્ટર ગોઠવાના ચાલુ થઈ ગયા હતા.

જયસુખભાઇની વ્હાલસોયી દિકરીએ સુચવેલ પસંદગી મુજબ લગ્નનો સમય રાતનો ગોઠવેલ હતો.એમની દિકરીના સુજાવ મુજબ પુરાં પ્લોટને લાઈટથી ડેકોરેટ કરેલું હતું. અજવાળીનો સમય હતો આથી આકાશમાંથી ચાંદ પણ એની ચાંદની સાથે લગ્ન જોવા માટે વધુ પ્રકાશિત થઈ રહ્યો હતો.મંડપનું સ્ટેજ પ્લોટની જમણી સાઈડ વચ્ચોવચ્ચ સજાવવામાં આવ્યું હતું.જેના આગળની બાજુ વર પક્ષ માટે ખુરશીઓ ગોઠવેલી હતી અને મંડપની  પાછળની બાજુ કન્યા પક્ષ માટે ખુરશીઓ ગોઠવેલી હતી.મંડપને સફેદ મોગરાના ફુલોથી શુશોભિત કરવામાં આવ્યું હતું.કોઈ દેવ કન્યાના લગ્ન થઈ રહ્યા હોય એવો મંડપનો લુક લાગી રહ્યો હતો.

જયસુખભાઇ પાસે કોઈ મહેમાન કહીને ગયું કે આસ્થાને તૈયાર થવા માટે બાજુનો હોલ બુક કરેલો છે ત્યાં તમારી દિકરી આસ્થા તૈયાર થઈ ગઈ છે અને એ તમને મળવા માંગે છે.

જયસુખભાઇ એ જ્યારે એમની દિકરી ફરી બીજી વાર દુલ્હન બનીને તૈયાર થઈ ગઈ છે તો જયસુખભાઇ એની દિકરીને જોવા માટે આતુર થવા લાગ્યા.કારણ કે અત્યારે આસ્થા એના શમણાંના સોદાગર માટે દુલ્હન બનીને એના પિતાથી વિદાય લઈને જવાની હતી.

જયસુખભાઇ એમની દિકરીને જોવા માટે હોલ તરફ ગયા.આસ્થાએ આછા ગુલાબી કલરના ડાયમંડથી વર્ક કરેલા ચોલી પહેરેલા હતાં.ગળામાં રત્નજડિત ભારેખમ જ્વેલરી પહેરેલી હતી.નાકમાં પહરેલી નથની એક સેર ડાબા કાનની પાછળ લગાવેલી હતી.માથા પર માંગ ટીકો લગાવેલો હતો.બે ભમરની વચ્ચે ડાયમન્ડનો ગોળ ચાંદલો એના ગોરા ચહેરાને સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.પોતાના પીયુના નામની મહેંદી મુકેલા હાથોમાં ભારે ચુડલીઓ અને તેને મેચીંગ પંજા પહેરેલા હતાં.ચુંદડીના છેડ
પાલવને કંદોરા વડે બાંધી દીધો હતો.પગમાં ચાંદીની પાયલનો આવતો અવાજ જાણે કોઈ કર્ણ પ્રિય સંગીત વાગતું હોય.

મારી વ્હાલસોય દિકરી બની છે આજ દુલ્હન,
મહિયરની માયા મુકી જશે સાસરે બની છે આજ દુલ્હન,
સોળે શણગાર સજીને પિયુને નિરખવા થઈ છે આતુર,
આજ એનો જન્મોજન્મનો સાથી એને પરણીને લઈ જશે બની છે આજ દુલ્હન..

આસ્થા મકવાણા આજે બીજી વાર દુલ્હન બની હતી.એવું ન હતું કે એના બીજી વાર લગ્ન થઈ રહ્યા હતાં.એના આજે પહેલી જ વાર લગ્ન થવા જઈ રહ્યા હતાં.પણ જ્યારે એ પહેલી વાર દુલ્હન બની હતી ત્યારે એ પંદર જ વર્ષની કિશોરી હતી.

દસમા ધોરણમાં ભણતી આસ્થાની સ્કુલમાંથી જ્યારે કોલ આવ્યો કે આસ્થા ચાલુ કલાસે બેભાન થઈ ગઈ ત્યારે જયસુખભાઇ અને જયશ્રીબેને તાત્કાલિક હોસ્પિટલમાં આસ્થાને ઈલાજ કરવા લઈ ગયા.આસ્થાના બધાં રિપોર્ટ કરાવ્યાં પછી જયસુખભાઇને જાણવા મળ્યું કે આસ્થાને બ્રેઈન ટ્યુમર છે.આ એવી કેન્સરની ગાંઠ કે જેમાં દર્દીના જીવવાના ચાન્સ નહિવત જોવા મળે છે.આ સાંભળતા જયસુખભાઇના પગ તળે જાણે જમીન સરકી ગઈ.

જયસુખભાઇનું ત્રણ સભ્યોથી બનેલું પરિવાર કેન્સર નામનો શબ્દ સાંભળ્યા પછી વિરવિખેર થતો હોય એવું અનુભવવા લાગ્યાં.આસ્થાનો જન્મ થવાનો હતો એ સમયે જયશ્રીબેનના ડિલવરીનો કેશ પણ ડોકટરને કોમ્પલિકેટેડ લાગતો હતો પણ ભગવાનની દયાથી આસ્થાનો જન્મ સુખનો સૂરજ લઈને આવ્યો હતો.

જયસુખભાઇને સુખનો સૂરજ એમને આસ્થાના ટ્યુમરની વાત સાંભળ્યા પછી જાણે ઊંચા પહાડોમાં આથમતો હોય એવું લાગી રહ્યું હતું.જયસુખભાઇએ આસ્થાની બિમારીની વાત સાંભળીને પાગલની જેમ રસ્તે રખડવા લાગ્યાં.ખાવાનું કે પીવાનું કશામાં એમને કોઈ રસ લાગી રહ્યો હતો નહિ.એમનું આસ્થા સાથેનું સપ્તરંગી જીવન એક બિમારીને કારણે કાળા રંગમાં પલટાય ગયુ. જેમાં કોઈ પણ રંગ પૂરવામાં આવે તો એમાં દેખાતો નહિ.

આસ્થાની બિમારી પછી એને દસમા ધોરણમાંથી નામ કઢાવું પડ્યું.પુરો દિવસ આસ્થા જયશ્રીબેનની નજરની સામે રહેતી.જયસુખભાઇને ઈન્સ્પેક્ટરની નોકરી હતી તે છતા એમનું શરીર પોલીસ સ્ટેશન અને આત્મા હંમેશા એની લાડકવાયી દિકરી પાસે રહેતો.નિડર,સાહસિક અને બહાદૂર જયસુખભાઇને કુદરતના એક ફૈસલાએ હચમચાવી દીધો હતો.કોઈ દિવસ કોઈ પણથી ના ડરતો માણસ એ દિવસે ભયભીત થવા લાગ્યો નોકરી પુરી થતા જયસુખભાઇ ઘરે આવીને આસ્થાનો હસતો ચહેરો જુએ તો એ પુરી દુનિયા જીતી ગયા હોય એવો અનુભવ કરતા.આસ્થાનું સુવાનું પણ જયસુખભાઇએ એમના રુમમાં જયશ્રીબેન સાથે શિફટ કરી દીધું હતું અને જયસુખભાઇ આસ્થાના રુમમાં સુવા ચાલ્યા જતા.સુવાનું તો ખાલી નામનું પણ આસ્થાની બિમારીની વાત સાંભળ્યા પછી દરેક રાત જાગી જાગીને કાઢી હતી.આસ્થાના વિચાર કર્યા કરે કે એવી કઈ જગ્યાએ આસ્થાને લઈ જઈ શકીએ કે એમની ફરી હસતી રમતી આસ્થા પાછી મળી શકે?એવું તે એ શું કરે કે એ પોતાનું જીવન આસ્થાના જીવનમાં સમર્પિત કરી દે?ઘરમાં આવેલા પરિવર્તનથી આસ્થાને શંકા ગઈ હતી પણ એના મમ્મી અને પપ્પાને એની બિમારી વિશે પુછે તો એના મમ્મી એમ કહી ટાળી દેતા  કે,"તારામાં કમજોરી છે એટલે તને ચક્કર આવે છે આથી તને અમારી સામે જ રાખીએ છીએ."

પંદર વર્ષની આસ્થા એટલીએ નાની હતી નહિ જે એ મહેસૂસ કરી શકે નહિ કે એને જ્યારે આવી વાતોથી સમજાવી ખૂદ એના મમ્મીની આંખોના ખુણા આંસુથી ભરાઈ જતાં.આસ્થા આ બધું નિરિક્ષણ કરતી.એને ફરી કોઈ સવાલ કરવા યોગ્ય લાગતા નહિ.

એક સમયે જયસુખભાઇ નોકરીથી પરત ઘરે જઈ રહ્યા હતા તો રસ્તામાં એમણે વ્હીલચેર પર બન્ને પગે અપંગ એક માણસને જોયો.જો એ માણસ અપંગ છે તો કુદરતને દોષ આપવાની જગ્યાએ એ એના છેલ્લા શ્વાસ સુધી જીવન જીવી રહ્યો છે.એ એના અપંગ શરીરની ભગવાન પાસે કોઈ ફરિયાદ કર્યા વિના રસ્તા વચ્ચે આનંદ કરી રહ્યો છો. આ જોઈ જયસુખભાઇએ મનોમન નક્કી કર્યું કે એ પણ આસ્થાના છેલ્લા બચેલા શ્વાસમાં એને હરહંમેશ ખુશ કરવાના પ્રયાસો કરને નહિ કે આસ્થા સામે ઉદાસ ચહેરો લઈને ફરે.ત્યારબાદ જયસુખભાઇએ આસ્થાનાં બધાં સપનાઓ અને મોજશોખ પુરાં કરવાનું નિર્ધારિત કરી લીધું.

આસ્થાના શોખ ક્યા હશે?એ જાણવા માટે જયસુખભાઇને આસ્થાના રુમમાંથી એક બુક મળી જેમાં એણે અત્યાર સુધીના શોખ લખીને રાખ્યા હતા.એના શોખ મુજબ એને પાયલોટ બનીને આકાશમાં ઊડાન ભરવી હતી.જયસુખભાઇ અને જયશ્રીબેને આસ્થાને લઈને એરોપ્લેનમાં બેસીને આબુની સફર કરાવી.આસ્થા પહેલી વાર પ્લેનમાં બેસીને ખુશ થઈ ગઈ હતી.ત્યારબાદ આસ્થાને આબુના બરફથી ઢંકાયેલા ઊંચાં ઊંચા પહાડો પર આથમતા સૂરજનું નયન રમ્ય દ્રશ્ય બતાવ્યું.

આસ્થાને એક વાર એની મમ્મીની જગ્યા લઈને એના પપ્પા માટે પોતાના હાથે રસોઈ કરવી જમાડવી હતી.એક દિવસ જયસુખભાઇએ આસ્થાનો એ શોખ પણ પુરો કરાવ્યો.પોતાની દિકરીના હાથના શાક,રોટલી,દાળ અને ભાત જમીને જયસુખભાઇ ખુશ થતાં ઘણાં સમય પછી પેટ ભરીને જમ્યાં.

આસ્થાને ગરીબોની ઝુપડપટ્ટી પર જઈને ગરીબ બાળકોને નાસ્તો કરાવાની ઈચ્છા હતી.જયસુખભાઇ આસ્થાને લઈને ઝુપડપટ્ટી પર જઈને આસ્થાના હાથેથી બાળકોને નાસ્તો કરાવાની ઈચ્છા પુરી કરી.બાળકોનો હસતો ચહેરો જોઈને જયસુખભાઇની અંદર એક વિશ્વાસ જાગ્યો કે બાળકોની દુઆથી એમની દિકરીનું આયુષ્ય લાંબુ થઈ જશે.

એક વાર રાત્રે આસ્થાએ જયસુખભાઇ અને જયશ્રીબેનને પોતાની પાસે બોલાવીને કહ્યું કે,"પપ્પા મમ્મી મને ખબર છે કે મને બ્રેઈન ટ્યુમર છે.મારી પાસે વધુ સમય નથી.એથી મારા છેલ્લાં દિવસોમાં મને ખુશ રાખવાના બનતાં બધાં પ્રયાસો કરો છોતમને એમ કે તમે નહિ કહો તો મને નહિ ખબર પડે.તે છતાં એક દિવસ મારી બિમારીની ફાઈલ મારા હાથમાં આવતા મે વાંચી લીધી હતી.તમને આ વાત કહીને તમારા બન્નેના હસતા ચહેરાને હું ઉદાસીમાં જોવા માંગતી ન હતી.તમારા લોકોની પણ એ જ ઈચ્છા હતી કે મને આ બિમારીની ખબર પડશે તો અંદરથી ડરી જઈશ અને નકારાત્મક વિચારો કરીને હું રડવા લાગીશ."

"સાચુ કહું તો પપ્પા તમારા અંદર રહેલ આત્મ વિશ્વાસ જોઈને મને પણ એક આશા જાગી કે જો જીવન ખત્મ થવાનું છે તો ઉદાસ ચહેરે ભગવાન પાસે કેમ જવું જોઈએ?મોજશોખથી હસતા હસતા જીવનને અલવિદા કહેવી જોઈએ જેથી બીજા બિમાર લોકોને મારી પાસેથી પ્રેરણા મળે અને જીવનની ખરાબ પરિસ્થિતિમાં હિમ્મત હારી ના જતાં જીવનનાં છેલ્લાં શ્વાસ સુધી લડતા રહે. દરેક તકલીફમાં આશાનું કિરણ છુપાયેલું હોય છે જે અંધકારને સુખના સૂરજથી પ્રકાશિત કરી દે છે."આટલું બોલીને આસ્થા રડતા રડતા એના પપ્પાને ગળે વળગી પડી.

જયસુખભાઇએ આસ્થા પાસે એની અંદર રહેલ દુઃખનો ડૂમો જોરથી રડી રડીને ઠાલવી દીધો.જયશ્રીબેન પણ બન્ને બાપ દિકરીને રડતા જોઈને ખૂબ રડવા લાગ્યા.

"બેટા જો મારી ઉંમર ભગવાન તને આપી દેતા હોય તો હું અત્યારે આ જ ક્ષણે મારી ઉંમર તારા નામે કરવા તૈયાર છું. મારી દિકરી તારી પરવરીશ,તારા ઉછેરમાં કાંઈ ભુલ થઈ હોય તો માફ કરજે.આ જન્મમાં આપણો સાથ થોડો જ હશે પણ દરેક જન્મમાં મને તારા જેવી ડાહી,ગુણીયલ અને સમજુ દિકરી આપે.હજુ તારી કોઈ ઈચ્છા બાકી હોય તો કહે તારા આ પિતા તારી કોઈ ઈચ્છા અધુરી નહિ રાખે."આસ્થાને ગળે ચોંટાડી રડતા રડતા જયસુખભાઇ બોલતા ગયા.

આસ્થા જયસુખભાઇથી છુટાં પડતા આંસુ લૂછતાં બોલી,"પપ્પા મારે એક પ્રોમીશ જોઈએ છે."

"કેવું પ્રોમીશ દિકરા."જયસુખભાઇ શાંત થતા બોલ્યા.

"પપ્પા એવું પ્રોમીશ કે હવે પછી તમે કદી રડશો નહિ.મારા ગયાં પછી તો મને યાદ કરીને જરાં પણ રડશો નહિ.તમારે આ પ્રોમીશ મને આપવું પડશે."આસ્થાએ પોતાની વાત આગળ કરી.

"દિકરી તું આ મારી પાસે કેવું પ્રોમીશ માંગી રહી છે.તારા જન્મ પછી તારામાં જ હું મારું સર્વસ્વ માનતો હતો આથી મે બીજા બાળકની ઈચ્છા રાખી નહિ.હવે એ મારું સર્વસ્વ મારી નજર સામે રહે એ કુદરતને મંજુર નથી."

"દિકરી મારી એક બાપની છેલ્લી ઈચ્છા પુરી કરીશ.?"

"પપ્પા તમે મારી દરેક ઈચ્છા પુરી કરી છે.તમારી ઈચ્છા પુરી કરવા માટે હું કંઈ પણ કરી શકીશ એકવાર તમે કહી તો જુઓ."

"આસ્થા બેટા દરેક બાપના અરમાન હોય છે કે એ એની દિકરીનું કન્યાદાન કરીને એને એના સાસરે હરખથી વિદાય આપે.મારા નસીબમાં કદાચ કન્યાદાન કરવાનું લખાયું હશે કે નહિ મને નથી ખબર.મારી એક ઈચ્છા છે કે હું તને દુલ્હન નાં કપડાંમાં સોળે શણગાર સજેલી જોવા માંગું છું."આટલું બોલીને જયસુખભાઇ આસ્થા સામે બે બાથ જોડીને વિનંતી કરવા લાગ્યા.

આસ્થાએ એના પપ્પાના હાથ પકડીને કહ્યું,"પપ્પા તમારે વિનંતી કરવાની ના હોય તમારે ફરમાન આપવાનું હોય.હું હમણાં જ તમારી સમક્ષ તમારી ઈચ્છા પુરી કરીશ.

આટલું કહીને આસ્થા એના મમ્મી સાથે રુમ બંધ કરીને તૈયાર થવા લાગી.અડધી કલાકમાં એ તૈયાર થઈને એના પપ્પા સામે ઊભી રહી ગઈ.એના પપ્પાએ સુચવેલ મુજબ એણે એના મમ્મીનું પાનેતર પહેરીને ગળા અને કાનમાં એના મમ્મીની જવેલરીથી માંડીને પગમાં ઝાંઝર,હાથમાં ચુડીઓ,કમર પર કંદોરો દરેક શરગાણ પુરાં કરીને એ જયસુખભાઇ સામે ઊભી રહી ગઈ.

જયસુખભાઇ આસ્થાને ગળે લગાડીને રડવા લાગ્યા.આસ્થા એના પપ્પા પાસે રડતા રડતા અચાનક બેભાન થઈને નીચે ઢળી ગઈ.જયસુખભાઇ અને જયશ્રીબેન આસ્થાને બેભાન જોઈને ડરી ગયા.તેઓ તાત્કાલિક આસ્થાને હોસ્પિટલ એડમિટ કરી દીધી.

જયસુખભાઇ એ ડોકટર પાસે આસ્થાના જીવનની ભીખ માંગવા લાગ્યા.જ્યારે ડોકટરે કહ્યું કે આસાથાના બ્રેઈનનું ઓપરેશન કરવામાં આવે તો કદાચ આસ્થા બચી શકે.ઓપરેશન કર્યા પછી આસ્થાના બચવાના ચાન્સ એક ટકા હતા એ છતા જયસુખભાઇએ ભગવાન પર આસ્થા રાખીને ડોકટરને આસ્થાના ઓપરેશન માટેની મંજુરી આપી દીધી.

આખરે જયસુખભાઇના વિશ્વાસની જીત થઈ.આસ્થા મૌતના મુખમાંથી સજીવન થઈને જયસુખભાઇના ઘરમાં ફરી બીજી વાર સુખનો સૂરજ ઊગાડીને લાવી.

એ ઘડીને આજનો દિવસ જયસુખભાઇએ  આસ્થાનાં દરેક સપનાઓ પુરાં કર્યા આસ્થાનું પાયલોટ બનવાનું સપનું પણ એમણે પુરું કર્યુ.કન્યાદાન કરીને જયસુખભાઇએ પોતાની દિકરીને હસતે મુખે વિદાય કરી.

(પૂર્ણ....)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ