વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જો જો હો!

જો જો હો! ક્યાંક આપણે આપણા સંતાનના દુશ્મન તો નથી બની રહ્યા ને? આપણું વર્તન એવું તો નથી ને કે તેમને ઘરેથી ભાગી જવાની ઈચ્છા થાય અને પછી ફરી ક્યારેય ઘર તરફ વળીને જોએ શુદ્ધા નહિ. સંતાનોને જરૂર પડે ત્યાં ચોક્કસથી એમને ટોકવુ, રોકવું! ઘણી વખત આપણે આઉટ ઓફ કેર કરેલી એમની પરવા એમની ગુંગળામણનુ કારણ બની રહે છે. જ્યારે આપણને ખબર પડે કે આપણા સંતાનો કુટેવને રસ્તે ચઢી રહ્યા છે ત્યારે એમને રોકવા, ટોકવા આવશ્યક બની જાય છે. એમને બિનજરૂરી કરેલી રોકટોક એમનાં મનમાં આપણા માટે નફરત ઊભી કરી દે છે. વિશ્વાસના પાયા પર સંતાન અને માતાપિતા વચ્ચે ઘનિષ્ઠતા જાળવી રાખવાની એક જરૂરિયાત એ છે કે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન વગર એ વિશ્વાસના પાયા ચણાય એ શક્ય જ નથી. જ્યારે બે વચ્ચે કોમ્યુનિકેશન ઘટે, ધીરે ધીરે એ એકારણ અબોલામા ફેરવાય જાય ત્યારે અવિશ્વાસના બીજ રોપાય છે અને પછી એ નફરત નામની બંજર જમીન પર કશું જ લાગણી જેવું ફરી ક્યારેય ઉગતું નથી. આપણે આપણાં સંતાનોને એ અહેસાસ અપાવવો જ રહ્યો કે આપણે તેમને સમજીએ છીએ. જે દિવસે એમને એવું લાગશે કે એના માતા-પિતા એને સમજતા નથી એ દિવસથી આપણી સાથે એ કોમ્યુનિકેશન ઓછું કરી દેશે અને પછી એનું પરિણામ અકારણ અબોલા! 
બંને વચ્ચે સમજણ પણ કોમ્યુનિકેશનથી જ કેળવાશે એટલે કોમ્યુનિકેશનની પહેલી શરત છે 'સમય આપવો'! જે દિવસે સંતાનને એવું મહેસુસ થઇ જશે કે એમના માતાપિતા માટે સમયથી વધારે પૈસા મહત્વના છે એ દિવસથી કોમ્યુનિકેશન ન થવાનું કારણ સાબિત થશે કે 'સમય ન આપવો'! 

શું આપણે આપણા સંતાનોને એમના મનની વાત કહી શકે એવી મોકળાશ આપવામાં સફળ થયા છીએ? જ્યારે આપણું સંતાન એના મનમાં રહેલી કોઈ વાત કહેવા આવે છે તો આપણે એને સમજીએ છીએ કે પછી એને હડધૂત કરી દ‌ઈએ છીએ? એના મનમાં આપણે વિલન તો નથી ને? એના મનમાં ક્યાંક એવી છાપ તો નથી ને કે એને આપણી સાથે એની કોઈ વાત કહેવાથી બીક લાગે? આ બધા પ્રશ્નોના જવાબ શોધવાના પ્રયત્નો આપણે કરવા પડશે અને જો આમાંથી કોઈ એક સવાલનો જવાબ જો હા હશે તો સમજી લેવાનું કે આપણે ક્યાંક થોડા નિષ્ફળ ગયા છીએ સફળતા મેળવવા માટે! 

આપણે માતાપિતા તરીકે સમજવાની જરૂર છે કે આપણને બીઝનેસની બધી સમજ હોવા છતાં આપણે આપણાં સંતાનોને કેમ સમજી નહિ શકતા હોઈએ? આપણે આપણા ક્લાયન્ટની માંગને સમજી શકીએ છીએ, આપણા ઉપરી અધિકારીની વાત સમજી શકીએ છીએ તો જ્યારે આપણે સાંજે માતાપિતાની ભૂમિકામાં આવીએ છીએ ત્યારે કેમ સંતાનને સમજી નથી શકતા, કેમ એને સમય નથી આપી શકતા? આપણે જે સંતાનને જન્મ આપ્યો હોય એક સમય પછી આપણને એના નિર્ણય માટે કેમ શંકા કે અવિશ્વાસ થાય છે? જ્યારે આપણે એના નિર્ણયને સમર્થન આપીશું ત્યારે એ વિશ્વાસ કેળવાશે! એક વખત એની પર વિશ્વાસ મૂકી તો જોઈએ પછી જોવો એની કમાલ! આપણા સંતાનને આપણી પાસે ખોટું કેમ બોલવું પડે છે કે એને આપણાથી કોઈ વાત છૂપાવી કેમ પડે છે? કારણ કે આપણે એને એ વાતાવરણ નથી આપ્યું કે ડર્યા વગર એના મનની વાત રજૂ કરી શકે, આપણે એને સમજી શકીએ છીએ એવો દાવો કરનારા તેને નથી સમજતા, તેની લાગણી, તેની ભાવનાને સમજી નથી શકતા એટલે એ આપણી પાસે ખોટું બોલવા પ્રેરાય છે. 

ન જાણે કેમ એક પુરુષ અચાનક તેનાં સંતાન માટે હીરોમાંથી વિલન બની જાય છે? જે સંતાન નાનપણમાં એના પિતાના હાથમાં રમ્યું હોય તો પછી જેમ જેમ એ મોટું થતું જાય ત્યારે એને પપ્પાની બીક કેમ બતાવાય છે? પપ્પાની બીક જેટલી બિનજરૂરી બતાવાશે એ સંતાનની નજરમાં વિલન બનતા જશે. જે સંતાને તેના પિતાના સંઘર્ષ જોયા છે એ હીરો એક દિવસ વિલન બની જતા હોય છે. સંતાનોને એટલી પણ પપ્પાની બીક ન બતાવવી જોઈએ કે એ મોટા થયા પછી એના મનની વાત કહેવાનું જ મૂકી દે કે તેમની સામે એ વાત રજૂ ન કરી શકીએ. હીરો પપ્પા જેટલા વ્હાલા હોય છે સંતાનનાં મનમાં વિલન બનેલા પપ્પા ખરાબ અને નફરત કરવાને લાયક! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ