વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોઈ કહેવાનું જાણે છે !

કોઈ કહેવાનું જાણે છે,

તો કોઈ ચૂપ રહેવાનું જાણે છે ;

કોઈ પ્રેમની પાંખોથી આકાશને માણે છે,

કોઈ દિલનાં જખમ સહેવાનું જાણે છે.

 

કોઈ આપણી વાતો કેમ જાણે છાની?

વાંચે નહિ આંખો ને પાંપણથી લ્યે પિછાણી ?

આ તો ભારે ગજબ કહેવાય નહિ!

કોઈ પાંપણનાં પલકારે રહેવાનું જાણે છે.

 

અધૂરી નથી રાખવી આ કહાની મારે,

વારે વારે કોણ વધુ વિચારે?

બંધન શાને રાખવા કહાનીને કિતાબોનાં,

એ તો વાયરા સાથે વહેવાનું જાણે છે.

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ