વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આશીર્વાદ છે તું

કરી હતી ક્યારેક માંગ તારી

વિચાર્યું હતું અદભુત મિલન તારું


ખુદને બનાવ્યો તારા અનુકૂળ

જીવવા માટે જોઈએ તારો સાથ


મંદિરમાં હરિ સમક્ષ મારું નમન

અર્થાત તને પામવા તરફ એક પગલું


સૂર્યોદય ને આપું અર્ધ્ય 

અર્થાત પ્રણામ કરું તારી તેજસ્વીતાને


હરિહરનો પરમશ્રેષ્ઠ આશીર્વાદ છે તું

મનુશ્રેષ્ઠ ને મળશે શક્તિવરદાન સ્વરૂપ તું


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ