વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વૃક્ષો વાવો આપણું અસ્તિત્વ બચાવો

'વૃક્ષો વાવો , આપણું અસ્તિત્વ બચાવો'


અટ્ટહાસ્ય કરી રહી શહેરની ગગનચુંબી ઈમારતો ,

અમે તો સૌ કરીએ હવામાં વાતો,

નષ્ટ કરી નાંખો આ વૃક્ષો ને વનરાઈ,

ઉગાડો ઠેર ઠેર સિમેંટ કોંક્રીટના જંગલ.

મંદ સ્મિત કરતી બોલી વનરાઈ, 

અમે છીએ તો છે મનુષ્યનાં પ્રાણ,

અમારો મનુષ્ય સંગ જન્મોજનમનો નાતો,

તું તો છે માત્ર નિર્જીવ - નિષ્પ્રાણ.

અમે આપીએ ફળ ,ફૂલ,ઔષધ ને અન્ન,

કાષ્ટ , કાગળ તેમ જ વસ્ત્ર ઢાંકવા તન,

બળબળતા તાપમાં કરીએ શીતળ છાંયો,

માનવીનાં મૃત્યુ સમે ચિતા બની બળીએ સંગ.

નષ્ટ કરશે અગર અમને જો માનવી,

તો પોતાનાં જ પગ પર મારશે કુહાડી,

તરસશે એ એક એક પાણીનાં બુંદને,

ક્યાંથી લાવશે વરસાદ અને પ્રાણવાયુને?

પછી તો ઉડતી હશે ઠેરઠેર રણની રેતી,

પનિહારીઓ જળ માટે રહેશે ભટકતી,

અન્નજળ વિના જ્યારે ટળવળશે માનવી,

ત્યારે મોત ને ભેટશે ભૂખ્યો તરસ્યો માનવી.

બદલાઈ જશે અગર રુતુચક્ર ને હવા ,

તો સૂરજ પણ આગ ઓકશે ધરતી પર,

આવશે ક્યાંકથી ધસમસતું વાવાઝોડું,

ત્યારે તમે જમીનદોસ્ત થઈ જશો , 

ઓ ગગનચુંબી ઈમારતો !

અમારા વિનાશથી રુઠશે જો કુદરત ,

તો ખેદાન મેદાન થઈ જશે આ સંસાર,

અમે નહીં હોઈએ તો તમે પણ નહીં હો,

માટે 

તમારા અસ્તિત્વનો પહેલા કરજો વિચાર.

- ભારતી વડેરા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ