વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચવો પ્રકૃતિ ઝાઝાં હેતથી

      સાચવો પ્રકૃતિ ઝાઝાં હેતથી 

             (પર્યાવરણ દિવસ )

       ===*-------*-------*=====


સાચવે છે પ્રકૃતિ આ માનવને ઝાઝાં હેતથી 

જતન કરીએ પ્રકૃતિ કેરું આપણે ઝાઝાં હેતથી... ધ્રુવ પંક્તિ.


પર્યાવરણ સુરક્ષા એ પ્રથમ ફરજ આપણી માની

વૃક્ષઓ વાવીએ આંગણે ને સાચવીએ સ્નેહથી. 

જતન કરીએ પ્રકૃતિ કેરું આપણે ઝાઝાં હેતથી...


લાલચ કાજે ધરાને ઊંડી ખોદવાનું ટાળીને 

સૂર્ય ઉર્જાના અખૂટ સ્ત્રોતનૉ ઉપીયોગ વધારીએ વધારીએ જીવનમાં.

 જતન કરીએ પ્રકૃતિ કેરું આપણે ઝાઝાં હેતથી...


વિનાશ જંગલોનો કરતા રોકીએ જનજાગૃતિ લાવી 

જંગલો ઉપીયોગી માનવને એ સમજાવીએ  વિવેકથી.

જતન કરીએ પ્રકૃતિ કેરું આપણે ઝાઝાં હેતથી...


પ્રકૃતિ અને માનવ સદાય રહ્યાં જોડાઈ એકમેકથી 

બને પક્ષે થતું સુરક્ષાનું વચન પાડીએ સાચા ભાવથી.

સાચવે છે પ્રકૃતિ આ માનવને ઝાઝાં હેતથી 

જતન કરીએ પ્રકૃતિ કેરું આપણે ઝાઝાં હેતથી...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ