વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

મીરાં.. હો ગઇ મગન... ભાગ-1

         વહેલી સવારમાં અને ઘરની પાછળ દિવાલને અડીને લગોલગ બાજુમાંજ, ખાતરવાળી પ્લાસ્ટિક્ની ખાલી કોથળીઓથી આડશ ઉભી કરીને બનાવેલા નાના ચોરસ નાંવણ્યા (બાથરૂમ) માંથી નહાય-ધોઇને સંદિપ પોતાની કમ્મરે ટુવાલ વીંટાળીને રસોડામાં થઇને ઘરમાં અંદર જતો હતો. ત્યારે એની પત્ની વર્ષા ઘરની પાછળ રસોડામાં ચુલા પાસેજ બેઠી હતી. તેથી અંદર જતા સંદિપને જોઇ વર્ષાએ પુછ્યું.

       ‘ચા તો આમ.. ગરમ જેવીજ છે. પણ, પાછી ચુલા પર મુકીને ગરમ કરી નાખું કે ?’ વર્ષાને સંદિપની રીત-ભાત અને સ્વભાવની હવે સારીપેઠે ખબર પડી ગઇ હતી કે, એને સાધારણ ઠંડી પડી ગઇ હોય એવી ચા બિલકુલ ના ચાલે. એને તો એક્દમ ગરમ, મીઠ્ઠી અને કડક લિજ્જ્તદાર ચા જ જોઇએ.   (અંદરથી અવાજ આવ્યો)  

        ‘હાં.., હવ્વે ગરમ કરી લાખ્ખ..!’ પરસાળમાં બારણાની બાજુમાંજ ગોઠવેલા લાકડાનાં મોટા ક્બાટ્નાં અરિસામાં પોતાના ચહેરાને જોતા અને માથે વાળમાં કાંસકો ફેરવતા ફેરવતાં સંદિપે કહ્યું. પછી નવ્વો કાળો પેન્ટ અને ઉપરથી બાંય વગરનું સફેદ ગંજી પહેરીને પાછળ રસોડામાં ચુલા પાસે આવીને ઉભો રહ્યો. અને ચુલા પર ઉકળતી ચાની તપેલીમાં સહેજ વાંકાવળી ડોકવતાં જોઇને પછી વર્ષાને પુછ્યું.

     ‘આમાં લીલી ચા અને આદુ એવું બધુ નાંખેલું છે કે ?’ 

     ‘હાં... ભઇ, હાં..!! એવુ બધુજ ચામાં નાંખેલુ છે.’ આવુ વર્ષાએ કહ્યું. તો છતાં પણ એ પાછો નાંવણ્યા પાસે ગયો. અને પાણીની નીક પાસે આજુ-બાજુમાં પથરાયને ખુબ જથ્થામાં ઉગી નીકળેલા ફુધનાનાં છોડ્નાં થોડા પાંદડાં તોડી લીધાં અને એની બાજુમાંજ ઉગેલા લીલી ચાના જડીયામાંથી બે-ત્રણ લાંબા લીલા પાતરીયા તોડીને લઇ આવ્યો. અને પહેલાં ફુધનાનાં પાન નાખ્યાં અને પછી હાથમાં પકડેલા લીલી ચાના લાંબા પાતરાનાં નાના-નાના ટુકડા કરીને તપેલીમાં નાંખી દીધા. પછી વર્ષાની સામું જોઇને કહે, ‘આમાં એક આદુની નાની ગાંગડી પણ સાણસીથી પકડી દબાવી, નીચોવીને નાંખી દે.’ 

        ‘અરે.. બાપા, મેં જ્યારે ચાર કપ ચા મુંકીને.! ત્યારનું આમાં બધુજ માપસરનું પહેલેથી નાંખેલુજ છે. અમે અત્યારેજ થોડીવાર પહેલાં ત્રણ જણાંએ (સાસુ-સસરો-પોતે) ચા પીધી. પણ આજે મંગળવાર છે. એટલે તમારી કંપનીમાં આજે રજા. તેથી તમે જરા-તરા મોડેથી ઉઠશો. એમ કરીને તમને ઉંઘવાજ દીધા. અને જલ્દી ઉઠાડ્યા નઇ. બાકી ચા તો રોજનાં બને છે તેવીજ બરાબર  બનેલી છે.’

    સંદિપે આજુ-બાજુ, આસ-પાસમાં બીજુ કોઇ છે તો નથી ને.!! એની પહેલાં ખાતરી કરી લીધા પછી ધીરેથી કહ્યું. ‘અરે.. મ્હારી વ્હાલી જાનું, મેં થોડું એવું કહ્યું છે કે, ચા બરાબરને સારી નથી. પણ તને તો ખબરજ છે ને.! કે મને કેવી ચા જોઇએ.! મને હંમેશાં એકદમ ગરમ, મીઠી અને કડક ચા જ ફાવે.’ 

   ‘લોઓ... હવ્વે તમારી ચા પણ બરાબર ઉકળી ગઇ. હવે આ કપમાં રેડું છું.’

   ‘એય.. ઓય... ઉભી રે, ઉભી રે... અત્યારે કપમાં ન રેડ્તી. થોડીવાર ચુલા પર એમજ રહેવા દે.’

   ‘અઝ્ઝુ પાચ્છી શું મગજમારી-ટાયલી કરાવવાનો?’ આવું મનમાંજ વર્ષા બબડી.

   ‘જરાક ચપટીક ચાનો મસાલો નાંખ. અને હાં.. એક ચમચી ખાંડ પણ નાંખ.’

   ‘ચા તો પ્રમાણમાં મીઠીજ છે. પરંતુ એક ચમચી ખાંડ પાછી નાંખવાથી ખુબ ગળીને મીઠી થઇ જશે. જો અને બધા કહે તે સાંભળેલું છે કે, આવું ખુબ મીઠાશવાળું ખાવાથી પાછળ જતાં ડાયાબિટીસની અસર થઇ જાય.’

    ‘અરે... હમ્ણાં હું કહું તેમ તું પેલ્લાં ખાંડ નાંખની.! પછી ડાહ્યાબિટીસ થાય કે, ગાંડાબિટીસ થાય. પછીની વાત પછી. પણ અત્યારે તો તું મને સરખી રીતે શાંતીથી, સુખે ચા પીવા દે.’

    સ્ટીલનાં કપ-રકાબીમાં પ્લાસ્ટિક્ની ગરણી વડે ચા રેડીને આપી. કપ-રકાબી હાથમાં લેતાં સંદિપ વર્ષાને કહે,  ‘હવે એકાદ ચોખાની રોટ્લી હોય તો તે લાવ. રોટલી છે કે? હમ્ણાં તાજી બનાય્વી કે?’

    ત્યારે વર્ષા કહે, ‘આજે તો તમારે રજા.. કંપનીમાં જવાનુ નઇ. અને ટીફીન પણ નથી ભરવાનું એમ કરીને મેં વિચાર્યું કે, હવે પછીથી નિરાંતે રસોઇ બનાવું. એટલે અત્યારે રોટ્લી નથી બનાવી. પણ સાંજેની એક રોટલી વધેલી છે. તમે કહેતા હોય તો, એ રોટલી આ ચુલામાંના લાલચોળ ગરમ અંગારા પર સરસ શેકીને ગરમ-કડક, કકરી કરી આપું કે.?’

  ‘લાવ.. તો, લાવ...! અત્યારે તાજી રોટલી બનાય્વીજ નથી. તો, છેલ્લે આવી-માવી પણ ચટ્ની સાથે ખાઇ મુંકુ ત્યારે.’

   વર્ષાએ ચુલામાંથી એક-બે લાકડાં બહાર ખેંચી કાઢ્યાં. અને એમાના એક લાકડાથી અંદરનાં થોડા અંગારા સહેજ બહાર કાઢી સરખા પ્રસરાવીને તેના પર સાંજેની વાસી રોટલી ગરમ કરવા માટે મુકી દીધી. હવે લાકડાં બહાર ખેંચી કાઢ્યાં એટ્લે તેમાંથી ધીરે ધીરે કરીને ધુમાડો નિકળવા લાગ્યો. અને એ ધુમાડો પાછો સંદિપ બેઠો હતોને.!! તેની તરફજ જવા લાગ્યો. એટલે સંદિપે અકળાઇને એની બંન્ને આંખો બરાબર મીચીને બંધ કરી દીધી. આવુ દ્ર્શ્ય જોયું એટલે વર્ષા કહે, ‘તમે પણ શું.. આવા.? ચુલાની એકદમ સામેજ બેઠા છો.. આવા બેસો પછી ધુમાડો લાગેજ ને? જરાક ખસીને થોડા સાઇટમાં બેસતા હોય તો.!’

    આવુ કહ્યું એટલે સંદિપ ત્યાંથી ઉઠીને થોડો સાઇટમાં બેઠો. હવે અંગારા પર મુંકેલી રોટ્લી બરાબર શેકાયને કડક જેવી થઇ ગઇ. અને થોડી-ઘણી નીચેથી બળી ગઇ હોય એવી નાક્માં સુગંધ આવવા લાગી. એટ્લે તરતજ સંદિપ બોલ્યો, ‘રોટ્લી હવે શેકાય ગઇ હોય એવું લાગે. માટે જલ્દી ચીપીયાથી પકડી બહાર કાઢ. અને સાથે પેલો ચટ્નીવાળો ડબ્બો પણ આ બાજુ સરકાવીને આપ.’

     ત્યારે વર્ષાએ કહ્યું, ‘ચટ્ણી કરતાં, અત્યારે આંબાઓ પરથી નીચે પડેલા નાના મરવાંઓનું ચીરી પાડીને, અથાણાના તૈયાર મસાલામાં મસ્ત અથાણું બનાવેલું છે. તે લાવી આપું કે ?’ 

    ‘ઓહ..! હો., આવું પણ બનાવેલું છે કે.? તો.. તો પછી તેજ લાવ. અથાણાંના મસાલા સાથે રોટ્લી ખાવાની મસ્ત મઝા આવશે.’

   પછી કડક-કકરી થયેલી રોટ્લીની વચ્ચેવચ અથાયેલી કેરીનાં એક-બે ટુકડા સાથે અથાણાનો મસાલો મુંકી ચાની સાથે રોટલી ખાતો હતો. ત્યારે વર્ષાની નજર સંદિપે પહેરેલા નવા કાળા પેન્ટ તરફ ગઇ. એટલે એ મનોમન વિચારવા લાગી કે, રજાના દિવસે તો એ ટુંકો બરમુડો પહેરીને ફર્યા કરે  છે. પરંતુ અત્યારે આ નવો પેન્ટ પહેર્યો છે. માટે નક્કી કશે બહાર જવાનું પ્લાનીંગ કર્યું લાગે છે. અને એટલેજ ચાની સાથે સાંજેની વાસી રોટ્લી પણ ઝડ્પથી ફટાફટ ખાઇ લીધી.   

     પછી ધીરે રહીને આઇડિયાથી વર્ષાએ વાતની શરૂઆત કરી.

     ‘એય... સાંભળો કે.? આજે તો.. તમારે રજા છે ને..? તો, ચાલોની આજે આપણે અમારા ઘરે ફરી આવીએ. હમણાં તો પિયર ગયેલીને પણ બહુ મહિનાઓ જેવા થઇ ગયા છે. તો એ બહાને અમારા મમ્મી-પપ્પાને પણ આપણે મળી આવીએ. અને અત્યારે આપણા ઘરે પણ ખેતીનું કંઇ ખાસ કામ જેવું નથી.’  

     ‘ના.. આજે અત્યારે નંઇ, કોઇક બીજા મંગળવારે આપણે જઇને ફરી આવીશું.  અને હાં.. આમ પણ ફોન પર તો થોડા-થોડા દિવસે તમારા ઘરનાં સાથે ખબર-અંતરની વાતચીત તો થયા જ કરે છે. અને બધાજ અત્યારે મઝામાં તો છે.

   ‘ફોન પર વાત થાય છે. એ વાત તમારી સાચી. પરંતુ ફોન પર અને રૂબરૂ મળવામાં ફેર તો ખરો કે નઇ.?’

    ચા પીતા-પીતા આવી વાતો થતી હતી. ત્યારે ફરીથી ધુમાડો સંદિપ બેઠો હતો તે તરફ પાછો આવવા લાગ્યો. એટ્લે સંદિપે પોતાનું મોઢું ફેરવીને ફરીથી આંખો મીચી દીધી.  આ જોઇ વર્ષા કહેવા લાગી.

    ‘અમે જ્યારે નાનાં હતાને.! ત્યારે શિયાળાની કડ્કડ્તી ઠંડીમાં ઘરનાં આંગણામાં તાપણું સળગાવતા હતા. અને તાપણાંની ફરતે બધા તાપવા માટે બેસી જતા હતા. ત્યારે ત્યાં બેસેલામાં જેની તરફ ધુમાડો જતો ને.! તેને બધા કહેવા-ચીડ્વવા લાગતા કે, ‘આને સાસુ બહુ વહાલી હશે.’ (જો પરણિત હોય તો) અને કુંવારાને ‘આને સાસુ બહુ વહાલી મળશે.’ આવું કહી ખુબ ચીડવતા હતા. હવે અત્યારે જોઇએ તો તમે જે બાજુ બેસોને, તે તરફજ ધુમાડો પણ સાથે આવે છે. તો આ ધુમાડો પણ તમને સંકેત જેવો આપીને કહેવા માંગે છે કે તમારી વ્હાલી સાસુને જઇને વહેલી તકે મળી આવો. પણ તમે એવા છો કે આ ઇશારો પણ કંઇ સમજતા નથી. તો હવે તમે શું કહો છો.? આજે આપણે અમારા ઘરે ફરી આવીએ ને.!!’

   ‘ના.., આજે નંઇ..! જોઇએ તો બીજા કોઇક દિવસે આપણે જઇ આવીશું. આજે મારે એક ખાસ કામ છે. એટ્લે તે પતાવવા માટે મારે ત્યાં જવાનું છે.’ 

    ચા સાથે રોટલીનો નાસ્તો પતાવીને હવે સંદિપ ઘરની અંદર પરસાળમાં આવ્યો. અને દિવાલની ખીંટી પર લટકાવેલો ઝીણી લાઇનીંગવાળો વ્હાઇટ શર્ટ પહેરી લીધો. અને શર્ટ્નાં બટન મારતો-મારતો ઓટલા પર બાઇક મુંકેલી હતી ત્યાં આવ્યો.

    અને સંદિપનાં પાછ્ળથીજ  વર્ષા પણ પાછળ-પાછળ ઓટલા પર આવી.  

       સંદિપ કાપડ્નાં એક જુના કટકાથી બાઇક સાફ કરવા લાગ્યો હતો. ત્યાં નજીક આવીને વર્ષા ઉભી રહી. અને કહેવા લાગી, ‘હું અત્યારે તમારી સાથેજ ગાડી પર પાછળથી બેસી જાઉ. અને તમારે જ્યાં કામ હોય ત્યાં તમારું કામ પતાવી દેજો. પછી ત્યાંથી બહારોબાર આપણે અમારા ઘરે ઉભા-ઉભા જેવા જઇને જરાક મળીને પાછા આવતા રહીશું. આવું ગોઠ્વીએ તો ચાલે કે નંઇ.!’  

    ગાડી આંગણે ઉતારતાં સંદિપ કહે,  ‘ના.. આવું  નંઇ ચાલે, કારણ કે, મારે જે જગ્યાએ કામ છે. ત્યાં તારુ કામ નંઇ.’

    ‘તો, પછી એક કામ કરજો ને.! તમારે જે જગ્યાએ કામ હોય, એનાથી થોડે દુર મને ઉતારી મુંકજો. હું કોઇક જગ્યાએ એટલીવાર બેસીને તમારી રાહ જોઇશ. કેમ કે, અહીં ઘરેને ઘરે એક્ધારું રહી-રહીને ખુબ કંટાળી ગઇ છું. સવારે ઉઠે ત્યારથી તો સાંજે ઉંઘે ત્યાં સુધી બસ કામ, કામને કામજ કર્યા કરવાનું. જીવને બે-ઘડી પણ જરા શાંતી જેવી નંઇ.’

      ઓટ્લાની કોરે બનાવેલા ઢાળ પરથી ગાડી ઉતારીને આંગણામાં આવી. સંદિપ બાઇક પર બેસી ગયો. પછી વર્ષાની તરફ જોઇને કહે, ‘આપણે એકાદ સોમવારની સાંજે જેવા તમારા ઘરે જઇશું હંકે.!! એટલે આપણાથી ત્યાં એક રાત નિરાંતે રહેવાય પણ. અને બીજા દિવસે પાછા મંગળવારે સાંજે આવતા રહીશું.’   

     આટ્લું કહી વર્ષાને થોડી ખુશ જેવી કરીને, ગાડીની કીક મારી, બાઇક સ્ટાર્ટ કરીને ત્યાંથી ફફ્ડાવીને જોરમાં સંદિપ નિકળી ગયો.    

                                                                    * * * * *

    ઘરેથી નિકળી ગામના ચાર રસ્તા પડે છે ત્યાંના દુકાન પાસે આવ્યો. ત્યારે ત્યાં હંમેશાં કાયમના માટે થોડા મિત્રો તો ટાઇમપાસ માટે નવરા બેઠેલા જોવા મળેજ. એટ્લે જરાક્વાર માટે સંદિપે બ્રેક મારીને ગાડી રોડ ઉપર ઉભી રાખી. એ હ્જુ ગાડી ઉપરજ બેઠો હતો. ઉતર્યો નહોતો. એને ગાડી પર બેઠેલો જોઇને ફળિયામાંનોજ એક એનો દોસ્તાર (મૃગેશ) મંગેશ કરીને છે. તે તરતજ ઝડ્પથી એની પાસે આવી ગયો. અને આવતાંની સાથેજ એક હાથનાં ઇશારાથી પુછવા લાગ્યો.  ‘સંદિપ, આજે કઇ બાજુ રે... જવાનો.?’  

     ‘બસ, એક કામ છે. તે પતાવવા માટે થોડેક સુધી જવાનો છું. પણ, તું અત્યારે શું કરે.? હાલમાં એકદમ ફ્રી જ છે કે? આવવુ હોય તો ચાલ, મારી સાથે સંગાથમાં. મને પણ કંપની મળશે.’ સંદિપે મંગેશને કહ્યું.  ત્યારે મંગેશ સામેથી કહે, ‘બસ, હું તો આવું શોધ્યાજ કરું છું કે, આવું ફરવાનું ક્યાં મળે તે.! ચાલ તો.. ફરી આવીએ ત્યારે.. પણ, તું બજાર બાજુ તો નથી જવાનો નેં? કેમકે મેં કપડાં બોજ સારા નથી પહેરેલા એટલે.?’

      આવુ બોલ્તાં-બોલ્તાં એક પગ ઉંચો કરીને મંગેશ સંદિપની પાછળથી ઘોડો કરીને બાઇક પર  બેસી ગયો. પછી ચાલુ ગાડીએ સંદિપ કહે, ‘નાં..રે... નાં.. મગન, આપડે અહીં નજીકના બાજુનાં ગામમાંજ જવાનું છે.’ 

     અત્યારે સંદિપે મગન એવું કહ્યું. તો તમને પાછુ એવું થશે કે, આ મંગેશની જગ્યાએ મગન એવું નામ કેમ બોલ્યો હશે.? તો તેનુ કારણ એવું છે કે, શરૂઆતમાં એના જન્મ વખતે ફોઇ દ્વારા મૃગેશ નામ પાડવામાં આવેલુ. પછીથી સ્કુલમાં અને આધારકાર્ડ્માં મંગેશ નામ બોલાય. પરંતુ મંગેશના દાદાને એનું નામ બોલ્તાં ફાવે નંઇ. એટલે એને ‘મઘાન’ કે ‘મગન’ નામથી બુમ પાડ્તા. અને એમનું સાંભળીને પછી બધાજ મગન નામથી જ બોલાવતા થઇ ગયેલા. એટ્લે અત્યારે એના સાચા નામની તો કદાચ ભાગ્યેજ કોઇકને ખબર હશે.   

* * * * *

    બપોરના પોણા બાર જેવા વાગ્યા હશે. ત્યારે સંદિપના બાજુના ઘરવાળા મોટાબાપા છન્યાનો છોકરો ભરત. તેનાં મોબાઇલ પર ફોન આવ્યો.

     ભરત ત્યારેજ માથે લીલી જુવારનો ભારો ખેતરેથી લઇ આવીને માંડ ઘરનાં આંગણામાં આવીને હજુ તો ઉભો જ હતો. ત્યાં એણે પહેરેલા ટુંકા લેંઘાનાં ખીસામાં જોર-જોરથી મોબાઇલની રીંગ વાગવા માંડી.  (રીંગટોન)

“ઐસી લાગી લગન, મીરાં હો ગઇ મગન... વો તો... ગલી ગલી...

 ઓટ્લાની બાજુમાં બનાવેલા પેઝારા પાસે વ્હેલાં વ્હેલાં ઝડપથી પહોંચી જઇ જુવારનો ભારો જોરથી નીચે નાંખી દીધો. અને તરત ખીસામાં હાથ નાંખી મોબાઇલ બહાર કાઢી કાને લગાડતા પુછ્યું. 

    “હેલ્લોઓ... કોણ રે.. બોલે.?”

[‘મીરાં હો ગઇ મગન... હવે, મગનમાંથી પાછી મીરાં ક્યારે બનશે. એ જાણવા માટે વાંચો.

મીરાં હો ગઇ મગન... ભાગ-2]

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ