વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધ્યેયને આંબી જવાના

ધ્યેયને આંબી જવાના


હો ભલે તોફાન દરિયામાં, કિનારે પહોંચી જવાના,

ભલે લાખ આવે વિપત્તિઓ, સમંદર લાંઘી જવાના.


હૈયે હામ રાખી હાથમાં, લીધા છે સઢ સુકાનના,

ગમે તેવો વાયરો ફૂંકાય,નિશ્ચિત પહોંચી જવાના.


દૂર દૂર ભાસે છે આ, સમંદરનો અદ્દભૂત નજારો,

દરિયાના વાદળી પાણીને,હૃદયથી સ્પર્શી જવાના.


ખારાશો છે ભરેલી બહુ,જીવતરના મહેરામણમાં,

ભલે હો પંથ દુર્ગમ તોય, વિશ્વાસથી તરી જવાના.


ગતિ ધીમી છતાં રાખ્યું,મન મક્કમ મંઝિલ ભણી,

પવન દિશા બદલશે તોય, ધ્યેયને આંબી જવાના.


                             ©મહેશ રાઠોડ 'સ્નેહદીપ' 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ