વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મમતા ની પરિભાષા

વાત કરું છું મારી મમ્મી ની જે આજે આ દુનિયા માં નથી રહ્યા પરંતુ મારા મન માં સદા ને માટે જીવંત છે.સુરત ની નાની ગલી માં એમનો જન્મ થયો હતો.મારા દાદા ને પાંચ દીકરી હતી અને એમાં મારી મમ્મી મોટી દીકરી હતી.તે સમય માં દસમા ની પરીક્ષા પાસ કરી એમને સરકારી નોકરી જુનિયર કલાર્ક ની મળી હતી.માત્ર સોળ વર્ષ ની ઉમરે એમને કોસંમ્બા જવાનું હતું.સુરત થી ટ્રેન માં એકલા જઈ ને જોબ શરૂ કરી.
               ઘર ને સમાજ માં બધા ને દીકરી જોબ કરે એ પસંદ નહિ પણ એમને ચાલુ રાખ્યું .ત્યાર બાદ મારી મમ્મી ની સગાઈ રાજપીપળા નિવાસી ને ઉકાઇ માં નોકરી કરતા એવા મારા પિતાજી સાથે થઈ.લગ્ન બાદ મારી મમ્મી ને પપ્પા શની રવી મળતા કેમકે બન્ને સરકારી જોબ કરતા હતા.સુરત આવી ને પપ્પા સિનેમા જોવા જતા ને ફરી ઉકાઇ ની જોબ પર હાજર રહેતા.મમ્મી એકવાર ઉકાઇ ગયા તો જોયું કે ઘર માં માત્ર સ્ટવ ને તપેલી ચા માટે હતી.એટલે મમ્મી થોડો ઘરવખરી નો સામાન ખરીદી કરી ને ઉકાઇ મોકલ્યો.
                     એક વર્ષ બાદ મમ્મી ની બદલી પણ ઉકાઇ થઇ ગઈ.બન્ને સાથે રહી ને ઘર સુંદર વસાવ્યું.ત્યાર બાદ મારો જન્મ થયો.મારા પિતાજી મને ઘણી વાર કહેતા કે ઘણી વાર તને રાત્રે જ તાવ આવી જતો ને બન્ને આખી રાત જાગી ને સવારે નોકરી પર પણ હાજર થતા હતા.
                         જીવન માં આવતી નાની મોટી મુશ્કેલી નો સામનો કરી ને મારી માતા એ બીજી દીકરી ને જન્મ આપ્યો.નોકરી સાથે બાળકો સાચવવું ખુબ જ કઠિન કાર્ય હતું એક કામવાળી રાખી ને એમને બધું કાર્ય સાચવી લીધું હતું.
                     થોડા સમય બાદ રાજપીપળા પિતાજી ની બદલી થઇ ગઈ.એક વર્ષ બાદ મમ્મી ને પણ રાજપીપળા ટ્રાન્સફર મળી હતી.ત્યાર બાદ નાના ભાઈ નો જન્મ થયો અને અમે બધા ખુબ ખુશ હતા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ