વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છુટકારો



    છુટકારો લેવો આ જૂનવાણી થી...

   આવ્યો નવો જમાનો , થઈ નવી શોધ ..


   મનુષ્ય જન્મ આવ્યો , મહા મોંઘો ..

  સાથે લાવ્યો પોટલી ભરી ભેટ અને સોગાતો ..

 

  આવે જ્યારે ધરમાં નવું કઈક ...

  આનંદ થાય અને હરખ નાં સમાય....


  વરસે દહાડે જૂનું થાય , એનાથી જીવ ગભરાય .

  છુટકારો જ્યારે એનો થાય , એકદમ રાહતની શાંતિ થાય ..


 જન્મથી છુટકારો કેમે નાં થાય , કર્યા કર્મ પીછો નાં છોડે...

  કર્મનું પૈડું ચાલે અવિરત , નવો જન્મ થઈને જ રહે...


   છુટકારો , લેવો કોનાથી , સંસાર છે ભાઈ ...

    કોઈ કામ અધૂરા  રહેતા નથી .


   પરાણે સમય કામ કરાવતો નથી ...

   છુટકારો , પરાણે લેવાતો નથી ....


  

                     છાયા ખત્રી , યાત્રી ..

                          ઓસ્ટ્રેલિયા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ