વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાલવ માવલડીનો માથે હેતાળ

     ⛳ પાલવ માવડીનો માથે હેતાળ☀
        "꧁༺ ঔৣ  ༻꧂" :   

        
પાલવ તારો માવડી જો બાળ માથે હોય હેતાળ
સામે ઉભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર... ધ્રુવ પંક્તિ.


ઝુલાવે માવડી હેતથી વરસાવે સદા ઝાઝાં વ્હાલ
અખૂટ હેત જગમાં મા તણાં, મા બોલતા જ વરસે હેત અપાર
સામે ઉભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર...


રાતભર જાગી સુવાડે પુત્રને, રડે તો રમાડે ખોળે ધરી
જગતની દેવી મા છે જાગતી, કરુણાનો નહીં પાર..
સામે ઉભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર...


પ્રાણ આપતાં પુત્ર માટે ખચકે પણ નહીં મા લગાર
બાળુડાને છાતીએ જડી, જાણે આપે મા અભય વરદાન.
સામે ઉભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર...


'રાજ' નમીએ ઝાઝાં ભાવથી, મા છે શક્તિનો અવતાર
આંસુ લૂછી બાળના સુખ આપતી, સઘળા દુઃખ હરનાર.


પાલવ તારો માવડી જો બાળ માથે હોય હેતાળ
સામે ઉભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર..
         "꧁༺ ঔৣ  ༻꧂" :   ..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ