વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગઢનો ચોકીદાર પાક જિન, હોરર

☀ગઢનો ચોકીદાર આત્મા પાક જિન⛳

 

           (એતિહાસિક હોરર વાર્તા )

          "꧁༺ ঔৣ  ༻꧂" :  


    એતિહાસિક ઝીંઝુવાડા ગઢના દરવાજા તરફથી  રાતનાં અગિયાર વાગે એક હાથમાં ડબલું અને એક હાથમાં પેન્ટ પકડીને ભરબજારે ભયમાં ચીસો પાડતાં એક આધેડ  ઉંમરના  ભાઈને જોઈને બજારમાં બેઠેલા  બે ચાર જ્ણ દોડીને આવ્યા અને પૂછ્યું તો પેલા ભાઈ ભય સાથે બોલ્યાં,

   "પેલા જિને મને ચાર ધોકા માર્યા અને હવે દરવાજેથી નીકળીશ તો જીવ લઈ લઈશ." એવી ધમકી આપી."


      સાંભળીને એ લોકો હસવા લાગ્યાં અને બોલ્યાં,

   "તમે ત્યાં દરવાજા પાસે સંડાસ કરવાં બેઠા હતાં ને.? "


    "હા પણ મેં કાંઈ જિનનું બગાડ્યું નહીં તોય મને માર્યો યાર. માંડ જીવ બચાવીને ભાગ્યો છું."


     પેલા જુવાનો હસીને બોલ્યાં,

  "કાકા ઈ જિનને કોઈ દરવાજા પાસે ગંદગી કરે ઈ ગમતું નથી. તમારા જેવા તો કેટલાયને  મારીને ધમકી પહેલા પણ આપી છે. હવે તમે બીજીવાર ઈ બાજુ જતા નહીં."


     "ભૂલથીય હવે ઈ બાજુ નહીં જાઉં." એમ કહીં કાકાએ બરડામાં પડેલા સોલ બતાવ્યા અને છોલાયેલા હાથ પગ બતાવતા જુવાનો તેમણે દવાખાને લઈ ગયા અને પાટાપિંડી કરી ઘેર મૂકી આવ્યા.

           આખાં ગામમાં આ વાત જાહેર થઈ ગઈ કે, મડાપોળ દરવાજે જિન રહે છે અને જે કોઈ ત્યાં ગંદગી કરે તેને બરાબર ઝૂડે છે. ગામમાં બહાદુરી બતાવવા ઘણાં મૂછોવાળા લોકોએ જિનને સામ થવા ડબલું લઈને જતા તેઓ પણ ધોકા ખાઈને ભાગ્યા હતાં.


શરમના માર્યા ઘણાં તો કોઈને આ વાત કહેતા પણ નહીં.

        કોઈ મરણ થાય ત્યારે તે દરવાજેથી મડદું ઉપાડી સહુ નીકળે પણ જેને જિનાદે ધમકી આપી હોય ઈ ભાયડાઓની જીગર ચાલે નહીં એટલે ઈ બીજા રસ્તે નીકળે એટલે ગામલોકો સમજી જાય કે આ જિનના વાંકમાં આવી ગયા છે.


         એકવાર એક મહાન તપસ્વી સાધુ આવ્યા અને ગામલોકોએ આ જિનના  ડરની વાત કરતા સાધુએ ધ્યાન લગાવીને કહ્યું,

   "ચલો આજ જિન કે સાથ બાત કરતે હે."


ગામલોકો સાથે ગયા સાધુએ મડાપોળ દરવાજે જઈને દરવાજાની ભીતર આવેલ ચોકીદારની ઓરડી પાસે અંતરની બોટલ અને ગુલાબ મૂકી મંત્ર બોલતા જ ભયન્કર અવાજ થયો ગામલોકો દોડીને દૂર ઉભા રહ્યાં પણ સાધુ તો તથા ઉભા રહી તે ચોકીદારની ઓરડી સામું જોઈ વાર્તાલાપ કરતા રહ્યાં.

         થોડીવાર પછી મહાત્મા પાછા આવીને હસીને બોલ્યાં,

   "અરે યેં  જિન તો અભી ભી ચોકીદાર બનકર બેઠા હે."


     ગામના સરપંચે વિનયથી પૂછતાં સાધુ બોલ્યાં,

   "ઈસ્વીસન 12 મી સદી કે પ્રારંભમેં મહાન રાજવી હળપાલ મકવાણા ઓર ઉનકે બેટે સોઢાજીને મિલકર યેં ગઢ બનવાયા તબ ઇસકો યહા કોટવાળ નિયુક્ત કિયા થા. થોડે સાલ બાદ ઇસ બહાદુર આદમીકા સર પીછે સે કોઈ દુશ્મનને કાટ દિયા થા. તબ સે યહ ઇસ દરવાજૅકી ચોકી કર રહ હે. જો યહાં ગંદગી કરતા હે ઉસે સજા ભી દેતા હે.


           સમગ્ર ગામલોકો આ સજાની વાત તો જાણતાં જ હતાં એટલે બધાએ વિનંતી કરી કે, 

"મહાત્માજી કંઈક ઉપાય કરો. લોકોને મારે નહીં તેવું કંઈક કરો."


    "જબ તક ઉસકી પ્રેત આવ્યું સમાપ્ત નહીં હોતી મોક્ષ નહીં મિલતા તબ તક યહાં ગંદગી મત કરો."  કહીને સાધુ ગામલોકોને આશ્વાસન આપતાં બોલ્યાં,

   "અબ વો કિસીકો નહીં મરેગા લેકિન આપ લોગ ઇસ દરવાજે કે પાસ ગંદગી મત કરના."


      ગામલોકોએ પોતાની ભૂલ સમજીને દરવાજાની સાફસફાઈ કરી દીધી અને મહાત્માજી સાથે મળીને આ પાક જિન ચોકીદારની મુક્તિ માટે પ્રાર્થના કરી.


          હવે જિન કોઈને હેરાન કરતો નથી અને કોઈ ત્યાં સંડાસ જવા જતું પણ નથી આ દરવાજા હેરિટેજ સ્મારક તરીકે સરકારે  જાહેર કરેલ છે.


      હજીય ગામમાં કોઈ મરણ થાય ત્યારે દરવાજા નીચેથી પસાર થવાનું થાય ત્યારે જે જે ભાયડાઓને જિનના ભણકારા વાગી ગયા છે ઈ મોતી મૂછાળા લોકો પણ બીજા રસ્તે થઈને આગળ આવીને અંતિમ યાત્રામાં જોડાય છે 

    ચોકીદાર જિનનો પરચો મળ્યા બાદ ઈ દરેક લોકો એકલા તો કદાપિ ત્યાંથી પસાર થતાં નથી હજારો વરસો બાદ આ દરવાજો અડીખમ ઉભો છે અને ચોકીદાર જિન પણ રાત્રે જાગતો ઉભો હોય છે તેમ સહુ ગામલોકો  માને  છે. મને તો આ જીન્નનો  અનુભવ થયો નથી પણ અનુભવ કરવામાં જરીય મજા પણ નથી.

          

      


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ