વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘોડલે ચડી લલકાર કરે વિરલા

   ☀ઘોડલે ચડી લલકાર કરે વિરલા ⛳

             "꧁༺ ঔৣ  ༻꧂" :


હે..જી. 

" જાતવંત અશ્વ સવારી કરી જોને વિરલા કરે રણમેદાને લલકાર 

કંપે શત્રુ કેરા કાળજા, સુણી વીર સાવજો કેરી આ દહાડ "


હે.. જો ને... 

"રાંગ ખેંચી પાણીદાર અશ્વોની, ભીડવા દુશ્મન સામે તૈયાર 

ઓલા ગીધડાં આકાશે મંડરાતા, ચૂંથવા દુશ્મન કેરી લાશ."


હે. જી.. 

મુઠ્ઠીમાં મોતને લઈને હાલ્યા શુરવીરો મા ભૌમની રક્ષા કાજ 

ઊજળાં ધાવણ ઈ જનની કેરા, જ્યાં નીપજે રતન સાક્ષાત 

જો.ને. 

" હાંકલ પડે વીરની હજારો ભાગે, એવો  સાવજ સમો કરે હુંકાર 

ઓલા કાયરો છુપાય કોઠીમાં, શુરવીરો  મોત સામેં લડવા જાય "


હે.જી.. 

"નીરખે ઓલી આકાશેથી અપ્સરા, સ્વાગત કરવાં સ્વર્ગમાં શૂરવીરનું આજ.

વીરગતિ પામી મ્હાલે સ્વર્ગમાં, ધરા પર પાળિયો બની સદા પૂજાય."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ