વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી સાથે રમવા પરી રાણી આવે

મારી સાથે રમવા પરી રાણી આવે,
મારી માટે એ તો ઘણી ભેટો લઈ આવે.

એની છાબડીમાં ચમકતા ચંદ્ર ને તારા,
દૂધિયા ચમકતાં એ તો લાગે બહુ પ્યારા.

પરી રાણીને સોહે છે સોનેરી પાંખો,
હીરલે જડ્યો છે એનો પોશાક આખો.

પાંખે બેસાડી પરી મને સહેલ કરાવે,
અજબ ગજબની મને દુનિયા બતાવે.

સોનાનાં પહાડ પર કલકલ વહેતાં ઝરણાં,
ઝૂમે રૂપેરી ઝાડ ને નાચે લીલુડાં તરણાં.

 રંગબેરંગી ફૂલો પર ઉડે સોનેરી પતંગિયા,
મીઠાં ફળ ને ફૂલથી લચતા બાગ બગીચા.

પંખીડા પરીને ખભે આવી બેસતાં,
સુરીલા કંઠે એ તો ગીતો સંભળાવતાં.

પરી સંગ ઘુમવાની મને મોજ બહુ આવતી,
મને મળવાને પરી રાણી સપનાંમાં આવતી.

- ભારતી વડેરા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ