વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નારી જગતની શ્રેષ્ઠ ચિત્રકાર

    ☀નારી જગતની શ્રેષ્ઠ ચિત્રકાર ⛳

          "꧁༺ ঔৣ  ༻꧂" :   


નાજુક નમણી નાર આ જગમા છે મહાન ચિત્રકાર 

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર.  ધ્રુવ પંક્તિ.


સહનશીલતા સાથે ધૈર્યની નારી મુરત સમાન 

દીકરી બની શોભાવે આંગણું, રંગોળી પુરે ભીતર સદાય.

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર.


સાસરે જઈને સજાવે સસુરાલ, સુખ દુઃખ સઘળા સહન કરી 

પતિને પરમેશ્વર માની એ ચિત્ર સજાવે હ્નદય ભીતરે સદાય 

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર.


મા બનીને વરસાવે વ્હાલ, જગમાં વરસાવે હેત અમૃત સમાન.

મા બનતા જ઼ નારી કહેવાય, સૃષ્ટિ કેરી સાચી સર્જનહાર.

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર.


'રાજ ' હરિનું શ્રેષ્ઠ સર્જન ગણાય, આ નારી જગમા મહાન ચિત્રકાર

પુરે રંગ જીવનમાં સ્નેહ, સંસ્કારના, નારી છે શ્રેષ્ઠ ચિત્રકાર 

નાજુક નમણી નાર આ જગમા છે મહાન ચિત્રકાર 

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર.


  "꧁༺ ঔৣ  ༻꧂" :   




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ