વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ

  

    ‌‌     *વરસાદ*

તું આભથી ભલે વાદળી વરસે,

પણ કોઈ ખેડૂતની આંખથી નહીં.

ભલે ધોઇ દેજે અમારી કરેલ ગંદકી,

પણ મહેનત કરી વાવેલ બીજ નહીં.

નદી થઈ તું બે કિનારે વહેજે ભલે,

ખેતરની તું એક પાળ  તોડજે નહીં.

ભલે આખાં સિમાડા ને લીલા કરજે,

વાવેલાં બીજના અંકુર સુકવીશ નહીં.

કહે નર‌ ભરી ભંડાર પાણીના ચારે કોર,

એક નાની અમથી તલાવડી તોડતો નહીં.

વરસજે હેતથી આખું ચોમાસું તું ભલે

હૈયાં નો કોઈનો વિશ્વાસ તું તોડતો નહીં.

નારાણજી જાડેજા

નર

ગઢશીશા હાલ મુન્દ્રા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ