વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અધિક માસ

શું છે અધિક માસ?

જાણો કેમ અને કઈ રીતે વર્ષમાં વધી જાય છે એક આખો મહિનો?

ભારતીય કેલેન્ડર મુજબ પ્રત્યેક ૩ વર્ષ બાદ વર્ષમાં ૧૨ની જગ્યાએ ૧૩ મહિના આવે છે. આ વધારના મહિનાને અધિક માસ કહેવાય છે. આવું થવા પાછળનું કારણ સૂર્ય અને ચંદ્ર વર્ષ છે. આ બંનેની ગણતરીમાં આવતો તફાવત ૩ વર્ષે અધિકમાસ સ્વરુપે કેલેન્ડરમાં એડ કરવામાં આવે છે. પાશ્ચાત્ય કેલેન્ડરમાં આવતું લિપ યર પણ આ સૂર્ય અને ચંદ્ર કેલેન્ડરનું પરીણામ છે. જોકે તેમાં દર ચોથા વર્ષે ફેબ્રુઆરી માસનો એક દિવસ જ વધે છે જ્યારે અહીં સંપૂર્ણ મહિનો. આવું કેમ?

ભારતીય જ્યોતિષ પ્રમાણે પંચાંગ ગણના મુજબ એક સૌર વર્ષમાં ૩૬૫ દિવસ, ૧૫ ઘડી, ૩૧ પળ અને ૩૦ વિપળ હોય છે. જ્યારે ચંદ્ર વર્ષમાં ૩૫૪ દિવસ, ૨૨ ઘડી, ૧ પળ અને ૨૩ વિપળ હોય છે. આમ સૂર્ય અને ચંદ્ર વર્ષમાં ૧૦ દિવસ, ૫૩ ઘડી, ૩૦ પળ અને ૭ વિપળનું અંતર પ્રત્યેક વર્ષ દરમિયાન રહી જાય છે. જેને સમાયોજીત કરવા માટે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિક માસવાળા વર્ષમાં જે મહિના દરમિયાન સૂર્ય સંક્રાંતિ ન હોય તેને અધિક માસ કહેવાય છે. સામાન્ય રીતે આ મહિનો ભારતીય કેલેન્ડરના ફાગણ થી કાર્તક મહિનાની વચ્ચે આવે છે.

(સંકલન : સાભાર વોટ્સએપ.)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ