વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અછાંદસ પદ્ય(વરસાદ)


     અછાંદસ પદ્ય (વરસાદ)


 કાળી ડિબાંગ શી વાદળીઓ

 ગગને ચડી આવે 

 મેહુલિયો વરસે ટપ ટપ

 ઝરમર ઝરમર

 કૃષક આનંદે હરખાયે

 ભીની માટીની સુગંધ

 કાંઈ અવનિમાં પ્રસરાયે


વરસી જાય ક્યાંક અનરાધારે

તો વરસે ક્યાંક સાંબેલાધારે

નાચે ઢેલડી મોરલાના ટહુકારે

નદી-નાળા, સરવર છલકાયે

માનવ મહેરામણ મલકાયે


લીલી શી ચાદર ઓઢી

હરિયાળી છવાયે

ધરા પર મબલખ 

પાક લહેરાયે

આંબા ડાળે કોયલનું

કૂ કૂ મનને ખૂબ બહેકાવે 


ધરતીમાં છુપાયેલા

સુષુપ્ત દેડકાઓ 

વરસાદની મોસમમાં

ડ્રાઉં ડ્રાઉ કરતાં આવે

મામાની ગાવડી સંગ

નાના શા ભૂલકાંઓ

કાગળની હોડી બનાવી

પાણીમાં હર્ષથી વહાવે


વરસાદ વરસેને

તડકો નીકળે ત્યાં

આકાશે મેઘધનુષ ખેંચાયે

જીવનની પીંછી રંગોથી

ભરેલી જયાં-

નિત નવા રંગો ઉપસાવે


          ©મહેશ રાઠોડ 'સ્નેહદીપ' 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ