વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કવિ ચિત્રકાર

*કવિ, ચિત્રકાર*  ૮-૭-૨૦૨૩


આમ તો હું ગૃહિણી છું,
નથી કવિ કે નથી ચિત્રકાર
ઉપરવાળાની એક રચના છું
આવડે નહી મીટરમાં કે છંદમાં
મને આવડે બે ચાર લીટી તાણતા
ભાવના ભર્યા ભાવ રજૂ કરું છું
નાં મોટાં કવિ સાથે ઓળખાણ છે
ના કોઈ લાગવગ છે
આવડે એવું લખાય છે
નાં જીતવાનો ઉમંગ છે
ના હારનો કોઈ ડર છે
શબ્દો ઘણાં ને સમજાય છે
નાં સમજાય એ ગણતાં નથી
નાં કવિ છું નાં ચિત્રકાર છું
ઈશ્વર કૃપાથી માનવ બની છું
ને માણસાઈના દિવા પ્રગટાવુ છું
સત્યના માર્ગે ચાલતી પથિક છું
રસ્તામાં કાંટા કાંકરા ઘણાં છે
પણ હૈયામાં ચેહર મા રહે છે
ખોટું કરવું નથી ને ખોટાં થવું નથી
મૌલિક વિચારો રજૂ કરું છું..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ