વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ

આજે આ આકાશ કૃષ્ણ થઈ વહી રહ્યું છે, આ  શ્યામ વાદળો કૃષ્ણના અંગ છે આ પવન મને યમુનાના જળ સમાન લાગી રહ્યો છે, ને હુ આ પવનમાં ઓગળી કૃષ્ણ ને રાધાના સંધ્યા મિલનની સાક્ષી બની રહી છુ...આ રાધાની આંખોમા કૃષણનુ રૂપ જોઈ હું એટલી મંત્રમુગ્ધ છુ કે મારી કૃષ્ણની છબી તરફ જોવાની હિંમત થતી નથી


આજે આ આકાશ કૃષ્ણ બની વહી રહ્યું છે...વૃક્ષ અને વેલ, ફૂલો ને પર્ણ સંગીતના તાલ પર નાચી રહ્યા છે ને જે રીતના આ નાનકડી ચકલી પોતાની મોજમા આ ઘનઘોર વાતાવરણમા ફરિ રહી છે જરુર  કૃષ્ણ આસપાસ છે...ઢોલ, નગારા ને મૃદંગ વગર આ સંગીતનો આનંદોત્સવ ફક્ત કૃષ્ણની મોરલી જ ફેલાવી શકે છે...આ ઝીણાં ઝીણાં પાણીના ફોરા મારા કૃષ્ણની વાંસળી સાંભળી નાચતા, યમુનાના, વહેણમાંથી આવે છે...આજે આ આકાશ કૃષ્ણ થઈ વહી રહ્યું છે


મારા દરેક દુઃખ ને અલોપ કરી આજે હુ આ શ્યામવર્ણ મારામાં ઊતરતી જોઈ રહી છું અને મને લાગે છે જાણે આજે આ આકાશ કૃષ્ણ થઈ વહી રહ્યુ છે


કૃષ્ણ ક્યા છે! કૃષ્ણ ક્યાં નથી?


મોસમી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ