વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અશ્રુ

અશ્રુ


કોઈ અશ્રુ હર્ષના તો કોઈ શોકના 

કોઈ અશ્રુ સુખના તો કોઈ દુઃખના


કોઈ અશ્રુ વેદનાના તો કોઈ ગમના

કોઈ અશ્રુ વિરહના તો કોઈ મિલનના


સ્વરૂપ એના જુદા ,ભાવ એના નોખાં

બાળે ,દઝાડે,ઠારે, પોત એના નોખાં


કોઈ સ્નેહનો સમંદર થઈ ઘૂઘવાટ કરે

કોઈ ઝરણું બની ખળખળ વહયા કરે


આખરે તો ઠલવાય છે બધી ખારાશો

કોઈ અપરાધ અનુભવે ,કોઈ દિલાસો


છે જિંદગીના લેખાજોખાંમાં એનો વાસો

કરો જો પ્રાયશ્ચિત તો મળી રહે ખુલાસો 


          મહેશ રાઠોડ 'સ્નેહદીપ'  

          હિંમતનગર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ