વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખુની રાત

             ( વરસાદની એ રાત) 


ઘનઘોર જંગલની વચ્ચે એક ઘનઘોર ઘટાટોપ વિશાળકાય વૃક્ષોની છટાદાર ઝાડીમાં અચાનક  એક કાળા રંગની ગાડી આવીને ચરરર બ્રેક મારી ઉભી રહી.લગભગ રાત્રિના બે વાગ્યાં હશે.વરસાદ પણ ધીમી ધારે ઝરમર પડી રહ્યો હતો.ગાડીમાંથી એક નવયુવાન કારનો દરવાજો ખોલીને નીચે ઉતરીને ચારેબાજુ હાથબત્તીથી લાઈટ દોડાવી જોઈ લીધું. 


 એણે ધીરેથી ઈશારો કરીને ગાડીની અંદર બેઠેલી એક છોકરીને બહાર આવવાનો ઈશારો કર્યો.કારમાંથી એક અત્યંત સ્વરૂપવાન છોકરી નીચે ઉતરી બંને ચુપચાપ ઘનઘોર જંગલમાં ચાલતાં થયાં.રસ્તો બહું જ વિકટ હતો.એકતો ઘનઘોર જંગલ એમાં પણ વરસાદ નાની અમથી સાંકડી એક માણસ મહામુશ્કેલીઓથી ચાલી શકે એવો રસ્તો પડતાં આખડતા એ બંને જંગલમાં પોતાનાં જંગલી રીસોર્ટ સુધી પહોંચ્યાં. 


  અચાનક એ છોકરીની નજર રીસોર્ટનાં અંદરના ભાગમાં બનાવેલા સ્વીમીંગ પુલ ઉપર પડી.એકદમ એ છોકરી રાડ પાડી ઉઠી,વીનયયયયય....ઓ વીનયયયયય.. 

વીનય એ જંગલી રીસોર્ટનો માલિક હતો.એ એકદમ હાંફળાફાંફળા આવીને બોલી પડ્યો'અરે... નિશા કેમ આવી રાડ નાખી, નિશા અને વીનય બંનેના વેવિશાળ એક વર્ષ પહેલાં જ થયું હતું. 


"વીનયે કહ્યું'નિશા  ! વોટ હેપન્ટ  ? શું થયું? કેમ આટલી બધી રાડ નાખી  ? 


નિશાની રાડ સાંભળીને જંગલી રીસોર્ટનો ચોકીદાર રઘુરામ હાથમાં ટોર્ચ લ લઈને દોડતો દોડતો આવી ગયો.પોતાની સામેજ માલિકને જોઈને પુછ્યું' સાબજી... શું થયું? આમ અચાનક તમે આટલી મોડી રાત્રે આવાં વરસાદમાં અને આવી રીતે જંગલમાં અડધો કીલોમીટર પગપાળા ચાલીને કેમ  આવ્યાં.કોઈ એવું તાત્કાલિક કામ હોતતો મને ફોન પર કહી દેવું જોઈએ, સાબજી... આમ જીવ જોખમમાં મૂકીને ના આવવું જોઈએ. 


રઘુરામ નિશાએ જીદ પકડી તેથી અમારે અડધી રાત્રે આવવું પડ્યું.


નિશા ઉભી ઉભી થરથર ધ્રુજે છે.એણે સામે આંગળી ચીંધીને હાથનાં ઈશારો કરીને જોવાનું કહ્યું'સામે જોતાં જ વીનય અને રઘુરામ એ તરફ દોડ્યાં.એકદમ નજીક આવીને જોયું તો વંદનાની લાશ અડધી કોહવાઈ ગયેલી હાલતમાં લોહીથી તરબોળ હાલતમાં સ્વિમિંગપુલમાંની કીનારા ઉપર પડી હતી.


વીનય ખુબ ગભરાઈ ગયો'એણે ચોકીદારને થોથરાતી જીભે પુછ્યું'રઘુરામ  ! આ કોણ છે ? 


રઘુરામે કહ્યું... સર  ! આ મેડમ.. પાંચ દિવસથી આપણાં રિસોર્ટમાં આવ્યાં છે.એમને પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ હોવાથી વંદના મેડમ જંગલી પશુઓ અને અહીંનાં વન્યજીવન ઉપર એક બુક લખી રહ્યાં હતાં. એવું મને વંદના મેડમે એકવાર કહ્યું હતું.


સાબજી  ! એમનાં શરીર પરનાં ઘાવ જોતાં એવું લાગે છે કોઈ જંગલી હિંસક પ્રાણીઓએ એની ઉપર હુમલો કર્યો હોય એવું મને લાગે છે. 


"ઓહ.. માય.. ગોડ...!"


વીનયે નિશાને રિસોર્ટમાં જવાનું કહ્યું'અને રઘુરામને અંદર જઈને પોતાની વોકીટોકી લાવવા જણાવ્યું,રઘુરામ નિશાને એનાં રુમમાં છોડીને વોકીટોકી લઈને દોડતો વીનય પાસે આવ્યો.લ્યો... સાબજી.. વોકીટોકી.. 


વીનયે એનાં જાણીતાં એક ફોરેસ્ટ અધિકારીને વોકીટોકી દ્ગારા ઘટનાની જાણ કરી.ફોરેસ્ટ અધિકારીએ વીનયને લાશને જેમની તેમ રહે દેવાનું જણાવ્યું, બસ અમે થોડી જ વારમાં પહોંચી જશું એવું કહીને ફોરેસ્ટ અધિકારી જોરાવરસિંહે ફોન કટ કર્યો. 


કોલાહલથી બીજા અન્ય ત્રણ ફેમેલી જે જંગલ સફારી માટે આવ્યાં હતાં એ પણ ઉઠી ગયાં.ત્રણ ફેમિલીમાં અલગ અલગ જગ્યાએથી આવેલાં હતાં.ટોટલ દસ વ્યક્તિઓ એ આવેલ ફેમિલી મેમ્બર હતાં.


એક ફેમિલી યુપીથી હતું, એમાં ચાર સભ્યો જેમાં પતિ રાજેશ પત્ની શોભા અને બે નાના નાના બાળકો વસુ અને દીપા હતાં.જ્યારે બીજું ફેમિલી એમપી નું હતું જેમાં પણ પતિ,પત્ની એમાં બ્રિજેશ,સંગીતા પુત્ર અજય પુત્રી સંજના બે બાળકો હતાં.અને બે યુવાનો અલગથી એડવેન્ચર માટે આવેલાં હતાં.એ બંને ખુબ અકડૂ અને કઠોર વ્યક્તિત્વ ધરાવતા હતાં. જેમાંથી એકનું નામ વિનોદ અને બીજો વિઠ્ઠલ હતો.


રઘુરામ ને જંગલી રીસોર્ટનો માલિક વીનયનો અવાજ સાંભળીને બધાં ફેમિલી નીંદરમાંથી ઊઠીને બહાર આવી ગયાં.આંખો સામે વંદનાની અડધી ખવાઈ ગયેલી લાશ જોઈને દરેક વ્યક્તિ ખુબ ડરી ગયાં.બધા એકસાથે બોલી પડ્યાં આ શું થયું ? વંદનાને હજીતો રાત્રે અમારી સાથે ડીનર કર્યું હતું.એટલામાં ફોરેસ્ટ અધિકારી જોરાવરસિંહ પોતાની ટીમ લઈને જંગલી રીસોર્ટમાં પહોંચી ગયાં. 


વીનયે જોરાવરસિંહને આખી વાત કરી, સર  !  હું અને મારી મંગેતર નિશા રાત્રે લગભગ બે વાગ્યે રીસોર્ટમાં પહોચ્યાં જ હતાં અને અચાનક નિશાની નજર વંદનાની લાશ ઉપર પડી.સર... આપ મને ઘણાં સમયથી ઓળખો છો,મારાં રીસોર્ટમાં આજે પહેલી વખત આવું બન્યું છે.અને આ જંગલમાં તો જંગલી જીવો માનવભક્ષી બની જાય છે ત્યારે આવી અઘટિત ઘટનાઓ બનતી જ રહે છે. 


હા વીનય લાશને પહેલી નજરે જોતાં જ એવું લાગે છે કે કોઈ હિંસક પ્રાણીએજ હુમલો કરીને આ છોકરીને મોતને ઘાટ ઉતારી નાખી છે.પરંતુ જ્યાં સુધી લોકલ પોલીસ આવે નહીં ત્યાં સુધી અહીંથી કોઈને પણ બહાર જવાની સખત મનાઈ ફરમાવવામાં આવે છે. વંદનાના ફોનમાંથી એનાં મમ્મી પપ્પાને ફોન કરીને રાત્રેજ ઘટનાની જાણ જોરાવરસિંહે કરી દીધી.અને લોકલ પોલીસને પણ જાણ કરી દીધી હતી.


 વરસાદ મધરો મધરો વરસી રહ્યો છે'જંગલમાં આવવું ખુબ અઘરું હતું.ચારેતરફ અગાધ જંગલ હી જંગલ હતું.એમાં પણ ખતરનાક હિંસક પ્રાણીઓ વાઘ,દીપડાઓ, રીંછ અને મદમસ્ત હાથીઓ નાનાં મોટાં અસંખ્ય પ્રાણીઓ જંગલમાં વસવાટ કરતાં હતાં.વહેલી સવારેમાં પોલીસ પણ આવી ગઈ. 

ત્યાં સુધી જોરાવરસિંહે જે કાંઈ બધાની જુબાની લીધી હતી એ પોલીસને સોંપીને ફોરેસ્ટ ટીમ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. 


જાંબાઝ પોલીસ અધિકારી ચંદ્રમોહને આખી વાત સાંભળી અને દરેકની ફરીથી વ્યક્તિગત જુબાની લીધી.હવે રાહ હતી લાશને પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવવાની સાચી હકીકત રીપોર્ટ આવ્યાં પછી ખબર પડે એમ હતી. કારણકે પહેલી દ્વષ્ટિએ લાશને હિંસક પ્રાણીએ જ ફાડી ખાધી હોય એવું જ લાગતું હતું.અને હતું પણ ઘનઘોર જંગલ અવારનવાર પ્રાણીઓના હુમલામાં અનેક લોકો મૃત્યુ પામ્યાં હતાં.એટલે કોઈ વાત નકારી શકાય તેમ નહોતી.અને બીજી તરફ દરેક ફેમિલી જંગલમાં એડવેન્ચર માટે આવી હતી. 


  એક પછી એક જંગલી રીસોર્ટમાં રોકાયેલા મેમ્બરોની પોલીસ ઈન્સપેકટર ચંદ્રમોહન સરે પુછપરછ શરૂ કરી,પહેલાં તો બંને ફેમિલી સાથે પુછપરછ કરીને રીપોર્ટ બનાવી,હવે વિનોદને બોલાવી અને રીસોર્ટમાં શું બન્યું એવી પુછપરછ શરૂ કરી. 


પી.આઈ :-તમારું નામ અને ક્યાંથી આવો છો  ? શું કામ કરો છો  ? અને અહીં આવવાનું કારણ શું છે  ? 


સર મારું નામ વિનોદ છે હું અને મારો દોસ્ત બિહારનાં રહેવાસી છીએ અમે બંને એક સોફ્ટવેર કંપનીમાં સારી એવી જોબ કરીએ છીએ, અમે અવારનવાર અલગ અલગ જગ્યાએ એડવેન્ચર માટે જઈએ છીએ, અમને જંગલમાં રહેવું વન્યજીવને જોવું, માણવાનો ખુબ શોખ છે.એથી અમે અહીં જંગલી રીસોર્ટમાં ત્રીજીવાર આવ્યાં છીએ.અમે બંને મિત્રો સાથે જ આવીએ છીએ.


પી.આઈ.:-તમે મૃતક વંદનાને ઓળખો છો  ? પહેલાં ક્યારેય મળ્યાં હોય એવું બન્યું છે  ? દેખાવમાં ખુબ સુંદર છોકરી હતી.એવું પણ બને કે તારી અને તારા દોસ્તની દાનત બગડી હોય અને તમાંરા તાબે ના થઈ હોય અને તમેજ....? 


સરર... સરર... પ્લીઝ.. આમ અમારી ઉપર ખોટી આળ નાખશો નહિં અમે બહું સારાં ફેમિલી માંથી આવીએ છીએ, મારાં પપ્પા ખુબ નામચીન રાજનૈતિક છે.અમે વંદનાને અહીં જ મળ્યાં હતાં.એ પણ જમવાનાં ટેબલ પર,અહીં આવે એ દરેક ફેમિલી માટે જમવાનું એકસાથે બને છે.અને સાથે જમવું અને એકબીજા સાથે પરીચય પણ થાય.અમે ડાયનીંગ ટેબલ પર જ વંદનાને મળ્યાં હતાં. 


  વંદના ખુબ સારી છોકરી હતી'એણે કહ્યું હતું કે હું એક રાઈટર છું.અને અહીં એક નોવેલ લખવા માટે આવી છું.એ વાત સાચી છે કે મને પહેલી નજરે ગમી ગઈ હતી.પરંતુ જ્યારે વંદનાનો બોસ એને પોતાની મર્સિડીઝ ગાડીમાં અહીં ડ્રોપ કરવા માંટે આવ્યો ત્યારે એના બોસે સૌથી પહેલાં વંદનાને અમારી સામે જોઈને કહ્યું પણ હતું, જો વંદના હું આ નોવેલ પાછળ બહું રુપીયા ખર્ચ કરવાનો છું.અને તારું એક ઉત્તમ લેખક તરીકે નામનાં થાય એની ભરપૂર કોશિષ કરી છું. એટલે આવાં લફંગાઓથી દુર રહીને નોવેલ લખવા પાછળ ધ્યાન કેન્દ્રિત કરજે. 


એનાં બોસનું નામ પણ વદનાએ આપ્યું હતું.થોડી વાર વિચાર કરીને વિનોદ બોલ્યો... હા.. સર... એનાં બોસનું નામ ચરણ સર હતું.અને એણે એમ પણ કહ્યું હતું કે એનો બોસ મારી પાછળ લટ્ટુ છે.મારી પાછળ એ ખુબ રુપિયા ઉડાવે છે.


પી આઈ :-વિનોદ  ?  એનાં બોસ ચરણ સાથે તારે કેવાં પ્રકારની વાત થઈ હતી  ? 


સર  !  એનાં બોસ સાથે અમે વાત કરીજ નથી.એતો દુરથી જ ઘુરરાઈને વંદનાને હાથમાં પૈસાની ગુડ્ડી આપીને ચાલ્યો ગયો હતો.પરંતુ કાલે રાત્રે મને ડ્રીંક વધારે થઈ ગયું હતું.મને મોડે સુધી ઊંઘ નહોતી આવી હું મારાં બેડમાં આમતેમ તરફડીયા મારતો હતો.લગભગ રાત્રે બારેક વાગ્યે મેં એક લકઝરી કારનો અવાજ સાંભળ્યો હતો.મને લાગ્યું,અહીં તો લોકો રીસોર્ટમાં આવતાં જ હોય છે.કોઈને કોઈ નવું ફેમિલી આવ્યું હશે.મેં કોઈ એ તરફ ધ્યાન આપ્યું નહોતું. 


પરંતુ થોડી વાર પછી હું બાથરૂમ કરવા માટે ગયો ત્યારે વંદનાને કોઈની સાથે એનાં રુમમાં વાત કરતી સાંભળી હતી.મેં દરવાજો ખટખટાવીને પુછ્યું પણ ખરા,વંદના આર યુ ઓકે  ? વંદનાએ પણ મને કહ્યું,યસ.. વિનોદ ઈટ્સ ઓકે કોઈ પ્રોબ્લેમ નથી.હું ઓકે કહીને મારાં બેડમાં આવી ગયો.અને રાત્રે બે વાગ્યે એની ઉપર કોઈ જંગલી પ્રાણીએ હુમલો કર્યો.વંદનાને રાત્રે નોવેલ લખવામાં બહું જ મજા આવતી એ ઘણી વાર કેહતી કે હું લગભગ રાત્રે જ લખું છું. 

બની શકે નીચે જોઈને મેદાનમાં લખતી હોય અને પાછળથી કોઈ હિંસક પ્રાણીએ હુમલો કરીને મારી નાખી હોય  ? 


પી આઈ:- બની શકે વિનોદ તારી વાત ખરેખર સાચી હોય.

તું જઈ શકે છે.હવે વિઠ્ઠલને મોકલજે,થોડા સવાલ એને પણ કરી એનો પણ અભીપ્રાય જાણી શકું. 


થોડીવાર પછી વિઠ્ઠલ પણ આવે છે એને પણ લગભગ એજ સવાલો કર્યા જે વિનોદને કર્યા હતાં.જવાબો પણ લગભગ એકજ પ્રકારનાં મળ્યાં હતાં.પરંતુ હવે ચંદ્વમોહન સરની શંકાની સોઈ વંદનાનાં નોવેલ પ્રકાશક ચરણ ઉપર મંડરાઈ ગઈ.ત્રણેય ફેમિલીની સઘન તપાસ બાદ વહેલી પરોઢે જંગલી રીસોર્ટનો માલિક વીનય અને નિશાને બોલાવી અને પુછપરછ શરૂ કરી.. 


પી આઈ:-વીનય  !  તું અને નિશાએ ફોરેસ્ટ અધિકારી જોરાવરસિંહને કહ્યું છે'કે તમે બંને રાત્રે લગભગ બે વાગ્યે અહીં વરસાદની વચ્ચે આટલાં અઘોર જંગલમાં આવ્યાં બરાબર ને? 


વીનય:- યસ  ! સર  ! એકદમ સાચી વાત છે.


પી આઈ:-તો એવું તો શું કામ પડ્યું હતું કે તમે સવાર પડવાની રાહ જોઈ ના શક્યાં  ?  આમતો કોઈ વ્યક્તિ રાત્રે જંગલમાં પ્રવેશ નથી કરી શકતાં, પરંતુ તારો રીસોર્ટ હોવાથી તને અને તારાં રીસોર્ટમાં રોકાયેલા સભ્યોને કોઈ રોકટોક નથી. પરંતુ આટલું બધું એવું શું જરૂરી કારણ હતું કે તમારે આવી ઘનઘોર રાત્રે આવવું પડ્યું  ? 


નિશા :-(વચ્ચે બોલી ઉઠી) સર  ! એમાં વીનયનો દોષ નથી.મેં પોતે જ જીદ કરી હતી મને અત્યારે જ રીસોર્ટમાં આવવું હતું.કેમકે.... કેમકે... નિશા બોલતાં બોલતાં અટકી ગઈ. 


પી આઈ :- કેમકે  ? જો નિશા હું નથી ઈચ્છતો કે તમાંરા બંને માંથી કોઈ પણ જુઠું બોલીને ફસાઈ જાય.તમે જે જાણતાં હોવ એ મને સ્પષ્ટ રીતે કહી દો. 


વીનય નિશા તરફ કરડકણી આંખોથી જોઈ રહ્યો હતો.ચંદ્નમોહન સરે વીનયને કડકાઈથી કહ્યું'વીનય નિશાને જે બોલવું હોય તે બોલવા દે, નહીતર પરીણામ સારું નહીં આવે.


નિશા:-સર  ! હું ચાર દિવસ પહેલાં અચાનક રીસોર્ટમાં આવી મને હતું કે વીનયને કહ્યાં વગર હું વીનયને સરપ્રાઈઝ આપવા માગતી હતી.અચાનક હું અહીં આવી અને જોયું તો વીનય અને વંદના એકબીજાને આલિંગન કરી રહ્યાં હતાં.એ સમયે અમારો બંનેનો ખુબ ઝઘડો થયેલો વીનયે મને ઘણી સમજાવી હતી.અમારી બંને વચ્ચે એક મિત્ર તરીકેનો સંબંધ છે.પરંતુ મારું મન માનતું નહોતું એટલે મેં વીનયને ચાર દિવસથી રીસોર્ટમાં આવવાજ નહોતો દીધો.અને આજે એણે આવવાની જીદ કરી પરંતુ મોડી રાત સુધી મેં એને જવા ના દીધો. 


જ્યારે મને વીનયે કહ્યું કે રીસોર્ટમાં મહેમાનો છે એને જમવાની અને સફારી માટે લઈને જવાની જવાબદારી એની ઉપર હોય છે.એટલે હું પણ રાત્રેજ એની સાથે રહેવા માટે આવી હતી.મને એમ કે હું સાથે હોયતો વંદના વીનયથી દુર રહેશે.અને અમે આવ્યાં ત્યારે આ ઘટના બની ચૂકી હતી.


પી આઈ:- વીનય તું વંદનાને પસંદ કરતો હતો  ? 


વીનય:- સર  ! વંદના ખુબ ટેલેન્ટેડ છોકરી હતી.એની સાથે વાત કરવામાં સમય કેમ પસાર થઈ જતો એની ખબર નહોતી રહેતી.એની સાથે મારે સાચી મિત્રતા હતી,એ... એ.. એ.. કોઈ મારી ગર્લફ્રેન્ડ નહોતી.પરંતુ દોસ્ત હોવાને નાતે એ મને આલિંગન કરી લેતી.બીજું કશું નહોતું અમારાં બંને વચ્ચે... વીનય આંખો નીચે કરીને નજર ચુરાવી રહ્યો છે. 

થોડી પુછપરછ કરીને પી આઈ સરે બંનેને અહીંથી ક્યાંય નહીં જવાની ચેતવણી આપી.બધાં લોકોની પુછપરછ કરીને પોલીસ ટીમ આજુબાજુમાં કોઈ સબૂત શોધવામાં લાગી ગયાં.હિંસક પ્રાણીઓના પગ માર્ક તથાં કોઈ અન્ય સબૂત મળે એની શોધમાં વળગી ગયાં.શોધખોળ કરતાં કરતાં સવાર પડી ગયું. 


સવારે એક ફોરેસ્ટ ટીમ સાથે વંદનાનાં મમ્મી પપ્પા પણ આવી ગયાં.ખુબ રડતાં રડતાં એનાં મમ્મી પપ્પા બેસુધ જેવાં બની ગયાં.પોલીસે સાંત્વના આપી અને આખી વાત જણાવી,સર અમને પહેલી નજરે એવું લાગે છે કે હિંસક પ્રાણીએ વંદનાને હુમલો કરીને માંરી નાખી છે.અહીં હજુ સુધી કોઈ સાથે એવી અઘટિત ઘટનાઓ બની નથી.તમારી દિકરી રાત્રે દોઢ બે વાગ્યે આવાં જંગલમાં જ્યાં હિંસક પ્રાણીઓનો હંમેશા ભય હોય એવી જગ્યાએ ખુલ્લામાં બેસીને લખવાની જુર્રત કરતી હોય તો કોઈ શું કરી શકે  ?  ભુલ વંદનાનીજ છે. 


  સાથે એક ફોરેન્સિક લેબથી એક ફીંગર પ્રિન્ટ એક્સપર્ટ પણ આવ્યાં છે.જેમનું નામ સદાનંદ પુરોહિત છે આવીને તરતજ એ લોકો પોતાનાં કામે લાગી ગયાં.સૌથી પહેલાં પી આઈ ચંદ્લમોહન અને જોરાવરસિંહ તમામ પોલીસ કોઈને કોઈ સબૂત શોધવામાં લાગી ગયાં.પુરોહિત સર પણ વંદનાની લાશ જ્યાં પડી હતી ત્યાંથી શરુંઆત કરી,પરંતુ એકધારો વરસાદ પડતો હોવાથી આસપાસ બધાંજ ફીંગર પ્રિન્ટ ધોવાઈ ગયાં હતાં. 


  ફોરેસ્ટ અધિકારી જોરાવરસિંહને થોડે દુર ઝાડીમાં કોઈ કપડું દેખાઈ આવ્યું.એમણે એ તરફ ઈશારો કરીને પી આઈ નું ધ્યાન દોર્યું.એ બંને એ કપડાં તરફ આગળ વધ્યાં,ઝાડીમાં આવીને ચંદ્નમોહન સરે સાવધાની પુર્વક કપડાંનો કટકો પોતાનાં હાથમાં રહેલી થેલીમાં નાખ્યો.એવામાં અચાનક જોરાવરસિંહની નજર પગ માર્ક ઉપર પડી.પોતાની આટલાં વર્ષોનાં અનુભવ હેતુ જોતાં જ કહી દીધું, સર  !  આ પગ માર્ક કોઈ લેપર્ડનો (દીપડો) નો છે.અને લગભગ અનુમાન લગાવી કહ્યું'આ પગ માર્ક કાલ રાતનો જ છે. 


 "ઓહ માઈ ગોડ"

 ચંદ્નમોહન સર બોલી ઉઠ્યાં. આ છોકરી બહું જ અનલક્કી હશે નક્કી એ દીપડાએ વંદનાને પાછળથી હુમલો કરીને માંરી નાખી હશે.ગળામાં દાંતનાં નીશાન પણ હતાં.શરીરના ભાગે હિંસક પ્રાણીનાં નખનાં નીશાન પણ હતાં.હવે માત્ર ઔપચારિકતા જ બચી છે.બધાં અધિકારીઓ જેટલું સબૂત મળ્યું એટલું એકઠું કરીને વંદનાના મમ્મી પપ્પા પાસે આવીને કહ્યું, સર આપની વંદનાને દીપડાએ ફાટી ખાધી છે.એનાં મમ્મી પપ્પા માથે જાણે આભ ટુટી પડ્યું. 


  થોડીવાર પછી પુરોહિત સરે ચંદ્નમોહન સરને પોતાની તરફ આવવાનું કહ્યું,પોતાની સાથે લાવેલી ડોગી તરફ આંગળી ચીંધીને કશુંક કાનમાં કહ્યું.બપોરનો સમય થયો છે દરેક વ્યક્તિએ પોલીસને પોતાની બને એટલી મદદ કરી છે.પી,આઈ,ચંદ્નમોહન સરે વંદનાની કંપનીમાં ફોન કરીને એનાં બુક પ્રકાશક ચરણને ફોન કરીને રીસોર્ટમાં આવવાનું કહ્યું.ઓફિસરે વંદનાનાં મર્ડરની વાત પણ કરી,


 જેટલાં સબૂત મળ્યાં એ બધાં એકઠાં કરીને પુરોહિત સરે સાવધાની પુર્વક પોતાની બેગમાં રાખીને પોતાની ઓફીસમાં જવા માટે નીકળી ગયાં.પોતાની લેબમાં આવીને ફીંગર પ્રિન્ટ વગેરે સબૂત શોધવામાં લાગી ગયાં.


 બપોરનો સમય થઈ ગયો,એટલામાં વંદનાનો બોસ ચરણ પણ પોતાનાં વકીલ સાથે આવ્યો.પી,આઈ, ચંદ્નમોહન પાસે આવીને પોતાનો અને પોતાનાં વકીલનો પરિચય આપ્યો.


પી. આઈ :- અરે  ! ભાઈ  ! હજી તો અમે માત્ર પુછપરછ કરીને કાંઈ અજુગતું નથી બન્યું એની તપાસ કરીએ છીએ,પરંતુ તું વકીલ સાહેબને પણ સાથે લઈને પહોંચી ગયો. બહું તેજ છો? 


ચરણ:-સર  ! મારી પાસે સમય નથી હોતો.એક એક મીનીટ મારે લાખો રૂપિયાની ખોટ પડે છે.માટે જે કાંઈ પુછવું હોય... એ માંરા વકીલ સાથે વાત કરીને જે જાણવું હોય તે જાણી શકો છો.


પી, આઈ:- એજ સેકંડમાં ઊભાં થઈને કસકસાવીને ચરણનાં કાન નીચે વારાફરતી ચાર પાંચ લપડાક વળગાડી દીધી.થોડી ગાળો પણ ચરણનાં કાનમાં આવીને સમાઈ ગઈ.થોડી વાર પછી ચરણને ભાન આવ્યું'કેપોતે જંગલમાં ઊભો છે.જોરદાર થપ્પડ લાગવાથી એની દિમાગમાં જેટલી પૈસાની ચરબી હતી, એ ઉતરી ગઈ.અને બે હાથ જોડીને ચુપચાપ ઊભો રહ્યો.


પી આઈ:- અત્યારે તું અને તારો વકીલ અંદર રીસોર્ટમાં જઈને આરામ ફરમાવો,હમણાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ  આવે પછી તમને બધાને જવાની રજા મળશે સમજ્યો  ? 


"યસ  ! સર! બંને અંદર જાય છે "


થોડીજ વારમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ આવી,જેવી પી, આઈ ચંદ્નમોહન સરે રીપોર્ટ ખોલી કે એની આંખો ચક્કર ખાઈ ગઈ.તમાંમ પોલીસ અધિકારી તમામ ફોરેસ્ટ અધિકારી ચંદ્નમોહન સરના ચહેરાની રેખાઓ જોઈને અવાચક થઈ બોલી ઉઠ્યાં... સર....કોઈ ગંભીર વાત તો નથીને  ? 


"પી આઈ:-બહું ગંભીર બાબત છે "

રીપોર્ટ અનુસાર વંદનાનો બેરહમીથી બળાત્કાર બાદ મર્ડર થયું છે.ગુપ્તાંગમાં જંગલી વનસ્પતિનો રસ નાખીને વીર્યના નમૂનાનો નાશ કરવાની કોશિષ પણ કરી છે.એથી વીર્યનો કોઈ નમુનાઓ મળ્યાં નથી.


 ચંદ્નમોહનસરની વાત સાંભળીને વાતાવરણમાં ગંભીરતા પ્રસરી ગઈ.


જોરાવરસિંહ :- સર  !  તો પછી અડધી બોડી ખવાઈ ગયેલી હતી એનું શું, કારણ હોઈ શકે  ? 


પી આઈ:-બની શકે કાતિલે ઘટનાને અંજામ આપીને બોડીને જંગલી પશુઓ ફાડી ખાય એટલા માટે ખુલ્લાંમા મુકી દીધી હોય ? 


જોરાવરસિંહ...! જાવ એક પછી એકને મેદાનમાં લાવો.હવે ભલમનસાઈથી કામ નહીં થાય.પહેલાં વંદનાના બોસ ચરણને લય આવો.જોરાવરસિંહે ચરણને ઢસડીને મેદાનમાં લાવ્યાં.એનાં વકીલે પોલીસ અધિકારીને ધમકી આપી,હું તમને કોર્ટમાં ઢસડીને લઈ જઈશ.પરંતુ મેદાનમાં જ્યારે ચારેબાજુથી લાકડીઓ વરસવાં માંડી ત્યારે વકીલ સાહેબ એકબાજુ ખુણામાં બેસી ગયાં. 


ચલણની ચીખતાં સાંભળીને બધાં રીપોર્ટમાં પોતપોતાની રુમમાંથી દોડીને બહાર આવી ગયાં.અને ચુપચાપ તમાશો જોવા લાગ્યાં.થોડીવાર ચરણને ધડબડાટી બોલાવીને ખુરશીમાં બેસાડ્યો.અને ચંદ્નમોહન સરે સવાલોનો મારો ચલાવ્યો.


બોલ ચરણ તું કાલે રાત્રે વંદનાને મળવા આવ્યો,પછી તે વંદનાનો બળાત્કાર કર્યો,અને એનાં ગુપ્તાંગમાં કોઈ ઝેહરીલી વનસ્પતિનો રસ નાખીને ગુપ્તાંગને અંદરથી બાળી નાખ્યું.અને પછી વંદનાને ઢસડીને જંગલી પ્રાણીઓને હવાલે કરી નાખી. 


પોતાની થરથર અવાજે બે હાથ જોડીને ચરણ પોપપની જેમ બોલવાં લાગ્યો,


સરજી  ! હું કાલે રાત્રે વંદનાને જરૂર મળ્યો હતો.એ વાત પણ સાચી છે હું વંદનાને ખુબ પ્રેમ કરતો હતો.પરંતુ એને મારવામાં મારો જરાપણ હાથ નથી.કાલે રાત્રે અમે એટલા માટે મળ્યાં હતાં કે જેટલું બને તેટલું જલદીથી નોવેલ પુરી કરે અને એનાં જીવનની સૌથી મોટી નવલકથા પ્રકાશિત કરવામાં આવે,બસ વીસ મીનીટ મુલાકાત કરીને હું તરતજ નીકળી ગયો હતો. 


પોલીસે ખુબ માર માર્યો હોવાં છતાં ચરણ પોતાનો ગુન્હો કબુલ કરતો નથી.ચરણને હાથકડી પહેરાવીને પોલીસવાનમાં બેસાડી દીધો.અને વિનોદ અને વિઠ્ઠલને બોલાવી મેદાનમાં ખુબ મેથીપાક આપ્યો.વાતવાતમાં ખબર પડી'કે'વિનોદ બોટનીનો સ્ટુડન્ટ હતો.જંગલી વનસ્પતિ પ્રત્યે ખુબ જાણકારી હતી.બની શકે વિનોદ કોઈ એવી વનસ્પતિને જાણતો હોય જે શરીરમાં કેમીકલ રીએક્શન કરીને પુરાવાઓ નાશ કરવામાં પાવરફુલ હોય...? 


પોલીસે બંનેને ખુબ ઠમઠોર્યા,પરંતુ એમણે પણ મગનું નામ મરી પાડ્યું નહીં.એ બંનેને પણ હાથકડી પહેરાવીને પોલીસવાનમાં બેસાડી દીધાં.બીજા બે ફેમિલીને બોલાવી ખુબ ટોર્ચર કર્યા, પરંતુ પોલીસનો દમ નીકળી ગયો પરંતુ કોઈ ગુન્હો કબુલ કરતું નથી.દરેકને પોલીસે પોતાનાં સકંજામાં લીધાં.


હવે રીસોર્ટનો માલિક વિનય અને એની મંગેતર નિશાનો વારો લીધો.વિનયને ચંદ્નમોહન સરે ખુબ પ્રેમથી શરુંઆત કરી, વિનય તું અમારો જાણીતો છે.જે કાંઈ બન્યું હોય એ તારી જાતેજ બતાવી આપે તો સારું... મને એવું લાગે છે તું વંદનાને પ્રેમ કરતો હતો અને વંદના તને તાબામાં ના થતાં તે એનું ખુન કરી નાખ્યું.અને તારો રીસોર્ટ ઘણાં સમયથી જંગલમાં છે એટલે તું ઘણી બધી એવી વનસ્પતિને જાણતો હશે જે પુરાવાને બાળી નાખવામાં ઉપયોગી નીવડે.


વિનય :-સર  :- મેં જે આપને પહેલાં કહ્યું'એમાં જરાય પણ ખોટું નથી.વંદનાને હું પસંદ કરતો પણ એક સાચાં મિત્ર તરીકે જ અને હું કોઈ એવી ખાસ વનસ્પતિને જાણતો નથી જે પુરાવાને નાશ કરે.નાની મોટી ઔષધી સામાન્ય રોગમાં કામ આવે એને જરૂર જાણકારી રાખું છું. 


એટલામાં રઘુરામ પણ દોડીને આવ્યો,સર  ! માલિક બેગુનાહ છે.એ ખુબ સારાં માણસ છે એ કોઈ દિવસ આવું ખોટું કામ કરે જ નહીં.પોલીસે નિશા ની પણ ખુબ ઉંડાણમાં તપાસ કરી. કોઈ પાસેથી એવી કોઈ જાણકારી મળી નહીં જે ગુન્હો સાબિત કરી શકે.


પોલીસ બધાને લોકોને લઈ અને પોલીસ સ્ટેશનમાં આવીને તમામ ઉપર શંકાનો ગુન્હો નોંધણી કરીને પોલીસ સ્ટેશનની જેલમાં ધકેલી દીધાં.


દરેક વ્યક્તિ પોતે નિર્દોષ હોવાનું રટણ કરે છે.


એવામાં પુરોહિત સરનો ફોન ચંદ્નમોહન સરના ફોનમાં આવે છે. 


પી આઈ:-હા.. પુરોહિત,યસસસ.... ટેલ.. મી.. 


પુરોહિત:- સર...આપ જલદીથી લેબમાં આવી જાવ, મને એક ઠોસ સુરાગ મળ્યો છે. 


પી આઈ:- યસ... પુરોહિત.. હું નીકળ્યો જ... પી આઈ પુર ઝડપે ફોરેન્સિક લેબમાં પહોંચી ગયાં.


પુરોહિત સરે.. એક કપડાંનો ટુકડો મળ્યો હતો, એની તપાસ કરતાં જાણવા મળ્યું કે એમાં એક વીર્યનું બૂંદ મળી આવ્યું હતું.અને એક વાઘનખ (હાથની આંગળીઓમાં પહેરવાનું હથિયાર) પણ દાટેલું મળ્યું હતું. જે બધાથી છાનું રાખવામાં આવ્યું હતું.એમાં જમીનમાં દટાયેલુ હોવાથી ફીંગર પ્રીન્ટ પણ મળી આવી હતી.


આ બધું જોઈને ચંદ્નમોહન સરની ખુશીનો કોઈ પાર ના રહ્યો. હવે કાતિલ હાથવેંતમાં હતો.પોસ્ટમોર્ટમ રીપોર્ટ મુજબ એ ઝાડીઓમાં મળેલો નીચેનાં ભાગનો એક કપડાનાં ટુકડામાં મળેલો વીર્યનો નમુનાથી અપરાધીને પકડવામાં આસાની રહેશે.તમામ પ્રકારનાં સબૂત સાથે લઈ અને ચંદ્નમોહન સર અને એમની ટીમ પોલીસ સ્ટેશનમાં આવી.આવીને વારાફરતી મહીલાઓને જેલમાંથી મુકત કર્યા.બાળકોને લઈને મહીલાઓ પોતપોતાનાં ઘેર આવી. 


વારાફરતી દરેક પુરુષોને વીર્યના નમૂના મેચ કરવા માટે લેબમાં મોકલી નમુનાઓ મેળવીને ફરી લોકઅપમાં પુરી દીધાં.હવે નમુનાના મેચ થવાની રાહ જોવા લાગ્યાં.ત્યાં સુધી દરેકને બોલાવી પી આઈ ચંદ્નમોહન સરે પુછપરછ કરીને જાણવાની કોશિષ કરી,પરંતુ કોઈએ ગુનો સ્વીકાર્યો નહીં.અથાગ પ્રયત્ન કરવા છતાં કોઈ પણ વ્યક્તિએ પોતે ગુનો કર્યો છે એવો સ્વીકાર કર્યો નહીં.


લગભગ બપોરનો સમય દરમ્યાન એક વ્યક્તિ લેબમાંથી વીર્યના નમૂનાઓને લઈને પોલીસ સ્ટેશનમાં આવે છે.રીપોર્ટ જોઈને પી આઈ ચંદ્નમોહન સ્તબ્ધ થઈ ગયાં.પકડેલાં એકપણ વ્યક્તિનો વીર્યનો નમુનો પહેલાં વંદનાનાં કપડાં ઉપર મળેલો નમૂના સાથે મેચ થયો નહીં.ચંદ્નમોહનસરે પોતાનું માથું ખજવાળવા લાગ્યાં.અને પી. એસ. આઈ. ગણપતને કહ્યું'ગણપત કાતિલ કોઈ બીજું જ છે.આ બધાં લોકોને લોકઅપમાંથી છોડી મુકો,આમાંથી કોઈ પણ ગુનેગાર નથી.


દરેકને જેલમાંથી મુકત કર્યા,પરંતુ જે કાંઈ જાણતાં હોવ તો કોઈ એવો સૂરાગ આપો જેથી ઈન્વેસ્ટીગેશન માટે ઉપયોગી નીવડે,દરેકે એકજ વાત કરી'સર... અમને જેટલી ખબર હતી એ બધું જ આપને કહ્યું છે.દરેક વ્યક્તિ નમસ્કાર કરીને પોલીસ સ્ટેશનમાંથી બહાર આવીને પોતપોતાની ગાડીમાં બેસી પોતાના ઘર જવા માટે રવાના થયાં.થોડે દૂર જતાં વિઠ્ઠલે અચાનક ગાડી પાછી વાળવા વિનોદને જણાવ્યું.


"વિનોદે કારણ પુછ્યું "પરંતુ વિઠ્ઠલે કહ્યું, જલદી ગાડી પોલીસ સ્ટેશનમાં લઈલે મને એક વાત યાદ આવી જે તે દિવસે રાત્રે મેં મારી નરી આંખે જોઈ હતી.ફટાફટ બંને પોલીસ સ્ટેશનમાં આવ્યાં.પી આઈ ચંદ્નમોહન પાસે આવીને એમણે ઘટનાની રાત્રે થોડાં સમય પહેલાં બનેલી ઘટના પી આઈને કહી સંભળાવી,વિઠ્ઠલની વાત સાંભળીને ચંદ્નમોહન સાહેબની આંખો ચમકી ઉઠી.તાત્કાલિક પોલીસ ટીમ લઈને ફરીથી જંગલી રીસોર્ટમાં પહોંચ્યાં. 


રીસોર્ટમાં આજે કોઈ નહોતું માત્ર ચોકીદાર રઘુરામ એકલોજ હતો.ચંદ્નમોહન સરે રઘુરામને ગરદન પકડીને ગાડીમાં બેસાડ્યો.અને સીધો જ લેબમાં લઈને આવ્યાં.ત્યાં એનાં વીર્યનો નમુનો લઈને લેબમાં મોકલી આપ્યો.અને પોલીસ સ્ટેશનમાં લાવીને ટોર્ચર રૂમમાં લાવીને ખુબ મેથીપાક આપ્યો. અને સત્ય વાત કહેવા જણાવ્યું.પોલીસના મારથી રઘુરામ એટલો ગભરાઈ ગયો'કે બેભાન થઇને ઢળી પડયો.એકજ વાત કરતો હતો, સાજી હું નિદોર્ષ છું. 


પોલીસે બપોર સુધી રઘુરામને શારીરિક અને માનસિક ટોર્ચર કર્યો.પરંતુ રઘુરામ પણ એકનો બે ના થયો.સમય જતાં રઘુરામનો વીર્યનો નમુનો આવી ગયો.એનો નમુનો એજ હતો જે વંદનાનાં કપડાંમાં હતો.હવે પોલીસ કોઈ દુવિધામાં નહોતી એને બસ રઘુરામને મોઢે સાંભળવું હતું'કે વંદનાનું મર્ડર અને બળાત્કાર કેવી રીતે અને કેમ કર્યો.રઘુરામને બોલાવી અને ખુલ્લાં મેદાનમાં લાવીને ઝાડ સાથે બાંધીને ખુબ માર્યો.


ચંદ્નમોહન સરે કહ્યું,જો રઘુરામ હવે છુપાવવાની કોઈ ફાયદો નથી.તું નાહકનો માર ખાઈને મરી જઇશ.મને ખબર છે તું ઘટનાની રાતે વંદનાને મળ્યો હતો.અને વંદના સાથે તારી વડછડ વિઠ્ઠલે સાંભળી હતી.અને તું વંદનાનો હાથ પકડીને ઝાડીમાં લઈને જવાની કોશિષ કરતો હતો.પરંતુ વંદનાએ તારાં ગાલ પર જોરદાર થપ્પડ મારી એટલે તું એને એકલી ત્યાં મેદાનમાં મુકીને જતો રહ્યો.અને બીજું ફોરેન્સીક રીપોર્ટ અનુસાર વંદનાનો બળાત્કાર તેજ કર્યો છે એ પણ સાબિત થઈ ગયું છે. 


રઘુરામને લાગ્યું, હવે છુપાવવાનો કોઈ ફાયદો નથી.પોતાનાં કરતુતને એવી રીતે કહેવા લાગ્યો જાણે કોઈ મહાન કાર્ય કર્યું હોય.


સાબજી..હું જંગલનાં એક નાનકડાં ગામનો વતની છું.એ પહેલાં પણ મેં ઘણાં ગુનાઓ કર્યા હતાં.વર્ષો સુધી જેલમાં રહ્યો છું.મને જંગલી જડીબુટ્ટીઓની જબરી પરખ છે.જેલમાંથી છૂટીને મેં જડીબુટ્ટીઓ વેચી ગુજરાન ચલાવતો હતો.એક ફોરેસ્ટ અધિકારીને હું ઓળખતો હોવાથી એણે મને અહીં વીનય સાહેબનાં રિસોર્ટમાં નોકરી ઉપર રાખ્યો હતો. એક કાંકરે બે પક્ષીઓ મરશે એવાં આશયથી હું અહીં નોકરી પર રહી ગયો.જડીબુટ્ટીઓ પણ વેચીશ અને પગાર પણ મળશે. 


એક દિવસ વંદના અમારાં રીસોર્ટમાં આવી,આવીને સીધી મારી પાસે આવીને કહ્યું'


અંકલ...આપ રઘુરામ છો? 


મેં કહ્યું.. હાં... એનું રુપ જોઈને હું આભો બની ગયો હતો. આટલાં વખત જેલમાં જીવન ગુજાર્યું હોવાથી મેં કોઇ છોકરીને આટલી નજીકથી જોઈ નહોતી.થોડી ચર્ચા કરી મેં એને રહેવા માટે એક આલિશાન રુમ આપ્યો.જે ખાસ મહેમાનો માટે જ હતો.આલિશાન રુમ જોઈને વંદના બહું ખુશ થઈ.એણે આભાર પ્રગટ કરવાં માટે મને થેન્કયુ કહીને ગળે વળગાડી દીધો.મારાં આખા શરીરમાં કંપારી છૂટી ગઈ.


મને થયું'વંદનાને હું ગમવા લાગ્યો છું.પરંતુ જ્યારે વંદનાએ વિનોદ સાહેબને પણ ગળે લગાડ્યો ત્યારે મારી અંદર બદલાની ભાવના જાગી.મને લાગ્યું આ છોકરીનું ચરીત્ર ઠીક નથી.એને પાઠ ભણાવવા માટે હું એજ દિવસે રાત્રે વંદનાને સમજાવવા પ્રયત્ન કર્યો.રાત્રે વંદના પોતાની બુક લખવા માટે રીસોર્ટમાં બહાર આવી ત્યારે બધાં સુઈ ગયાં હોવાથી હું વંદના પાસે ગયો.એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તું આવી રીતે બધાને  ગળે મળે છે એ મને પસંદ નથી.હું તારી સાથે લગ્ન કરવાં માગું છું અને મારી પત્ની કોઈ પરપુરુષને ગળે લાગે એ મને પસંદ નથી. 


મારી વાત વંદનાને ગમી નહીં,એણે મારી સાથે જેમતેમ વર્તન કર્યુ.અને તારી જેવાં ફટિચર સાથે હું લગ્ન નહીં કરું આવી વાત કરવાની તારી હિંમત કેમ થઈ.આટલું કહીને મારાં ગાલ પર લાફો મારી દીધો.એજ સમયે મેં જોયું'તો રીસોર્ટમાં ઉપર થી કોઈ જોઈ રહ્યું હતું.હું એજ સમયે વંદનાને ગળું દબાવીને મારી નાખેત પરંતુ હું કોઈના ઉપરથી જોવાને લીધે ચુપ રહ્યો.થોડી વારમાં રુમમાં લાઈટો બંધ થઈ ત્યાં સુધી હું જંગલમાંથી લાવેલી જડીબુટ્ટીથી પહેલાં મેં વંદનાને નાકે લગાડી બેહોશ કરીને જંગલમાં થોડી દૂર લઈ અને એની ઉપર બળાત્કાર ગુજાર્યો. 


પરંતુ માંરા ગાલ પર લાફો માર્યો હોવાથી મારી પીડા મટી નહીં. મેં બેભાન હાલતમાં જ વંદનાને ગળે ઘટીને એની હત્યા કરી નાખી.વાઘનખથી એનાં શરીરમાં અસંખ્ય ઘાવ કરી નાખ્યાં. જેથી એવું લાગે'કે કોઈ હિંસક પ્રાણીએ ફાડી ખાધી છે.અને એનાં ગુપ્તાંગમાં એક જડીબુટ્ટી નું પ્રવાહી રેડી દીધું. જેથી કોઈ સબૂત મળે નહીં.અને લાશને વંદના જ્યાં બેઠી હતી ત્યાં લાવીને મુકી દીધી.અને માંરા ભાગ્યે એક દીપડો આવીને અડધી ફડધી ફાડી પણ ખાધી.


  તેમ છતાં પણ હું પકડાઈ ગયો'સાબજી વંદનાને હું સાચાં દીલથી પ્રેમ કરતો હતો.એણે મારી વાત સમજી હોતતો એ આજે જીવતી હોત.એનાં મોતનું મને પણ બહું દુઃખ થાય છે. પરંતુ હું મજબુર હતો સાબજી'આપ મને સમજવાનો પ્રયત્ન કરજો.આખું જીવન એકલાં પસાર કર્યું હોવાથી હું જડ બની ગયો છું.હવે હું પણ વંદના વગર જીવન ટુંકાવી નાખીશ. મારું જીવન મારી વંદના વગર કોઈ કામનું નથી. 


ચંદ્નમોહન સર  !  એનો સ્ટાફ રઘુરામની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો.આ સાલો માનસિક રોગી લાગે છે.તને ખબર છે તે કેવડો મોટો ગુન્હો કર્યો છે  ?  કોઈને જબરજસ્તી પ્રેમ ના થાય,કોઈના માં બાપની જીંદગી તે ઉડાડી નાખી છે. ગુનેગાર રઘુરામને પકડીને સરકારી ધારાધોરણ પ્રમાણે આઈ ટી સી મુજબ ફાંસીની સજા કરાવી અને વંદનાને ન્યાય અપાવ્યો. 



                                       (સમાપ્ત) 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ