વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સોશિયલ એપ્સ અને આગંતુક

♥️સોશિયલ એપ્સ અને આગંતુક♥️

દુર બેઠા બેઠા ગુપ્ત વાતચીત થવી/કરવી ,એવું કંઈ હોય છે ? તમે એવું કરો છો ? કઈ એપમાં ? ઇન્સ્ટાગ્રામ ?ફેસબુક મૅસેન્જર ? વહાટ્સએપ્પમાં.? કેટલી એપ લખું.? 

પણ, હું અહીં કઈક અલગ કહેવા માગું છું.
સાબરમતી નદીને તમે સાબરકાંઠામાં કોઈ સ્થળે સ્પર્શ કરો અને અમદાવાદમાં તેના નીરને અડકીને કોઈ તમારો સ્પર્શ અનુભવે છે.?

આકાશમાંથી પસાર થતા વાદળના આકારમાં તમે કોઈ ચિત્ર કલ્પો તેવું જ ચિત્ર તે જ વાદળ તરફ જોઈને દૂર ખૂબ દૂર બેઠેલું કોઈ વ્યક્તિ કલ્પી શકે છે.?

ઘરના ટેરેસ પર બેસીને તમે ચંદ્ર તરફ ખૂબ સ્નેહથી નજર નાખો, અને દૂર કોઈક ઘરની અંદર બેઠેલી વ્યક્તિ અચાનક જ ઉઠીને પોતાના ઘરની બહાર આવીને ચંદ્રને શોધવા લાગે છે..?

તમારી સાથે જે વ્યક્તિ નથી, તે જ અનુભવાતું હોય...અત્ર ,તત્ર સર્વત્ર તેવું બને છે..?
જો તમારી સાથે આવું થાય છે. તો તમારે ઉપરોક્ત કોઈ એપની જરૂર નથી.
 પણ,તમારી સાથે આવું નથી થતું ને..?
તો મને કહેવા દો કે તમે તમારી ખાનગી વાતો સાથે આ મોબાઈલમાં ક્યાંક વ્યસ્ત છો , અને ત્યાં એટલા બધા વ્યસ્ત રહો છો કે તમે પોતાની જાત સાથે પણ નથી રહી શકતા.
 
ને સૌથી વધુ નવાઈની વાત એ છે કે તમને એ પણ ખબર નથી હોતી કે વાસ્તવમાં તમારે આ મોબાઈલ પાસેથી જોઈએ છે શું..?

ઉપર મુજબની બાબતોમાં પ્રકૃતિ કે કુદરત તમને (અને,તમારી આત્મિક બાબતોને ) ત્યારે જ મદદ કરી શકે જયારે તમે આદર સન્માન,લાગણી, પ્રેમ... તમામ બાબતોમાં શુદ્ધ હોવ...!!

મોબાઈલ નહોતો શોધાયો એ જમાનામાં મેં પ્રેમનો પ્રથમ અનુભવ કરી લીધો હતો.

કોઈ પણ પ્રકારની આગોતરા જાણ કર્યા વિના અને એવા કોઈ આયોજન વગર પણ હું મારી ચાહતને(પ્રેમને) અને મારા મિત્રોને મળી આવતો, મળી શકતો.
આજે પણ હું તેમ કરી શકું છું. બસ, તમે આ મોબાઇલ બહારની દુનિયામાં મારી સાથે ચાલવા તૈયાર હોવ તો...!!

   -- અનિરુદ્ધ " આગંતુક"
   ૦૯૩૨૮૯૪૭૭૪૧

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ