વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એવી ચડી છે મસ્તી

એવી ચડી છે મસ્તી મુજને,ઐસૈ હી મુસકાતા હું....2


પ્રભુ ચરણમે પ્રિતી લાગી, સુરતા મારી જાગી રે

ગુરુ કૃપા થઈ ગઈ મુજપર,સોચ સોચ એતરાતા હું... એવી ચડી છે મસ્તી


સાધુ દેખી સનમુખ દોડુ,સીને સે ઉસે લગાતા હું

ચરણ રજકો શીરપે ચડાકે,ધન્ય ધન્ય કહેલાતા હુ...એવી ચડી છે મસ્તી મુજને


જુઠ્ઠા જગતને મીથ્યા જાણી,સાંભળી ગુરજીની વાણી રે

 એકતાર ચાલે છે,ઘટમાં ,રંગ મહેલનો માલમી રે.....એવી ચડી છે મસ્તી મુજને


રાજા હોય કે રંક ભલે હોય, સબકો શીશ જુકાતા હું

સમ દ્રષ્ટિએ જોવુ જગતને,સોચ સોચ મધમાતા હું...એવી ચડી છે મસ્તી મુજને


સંસાર સાગર તરવા કાજે,નટવર નાવ શણગારી રે

દાસતખત કહે ગુરકૃપાસે ,સુરતા શબદસે મીલાઈ રે....એવી  ચડી છે મસ્તી મુજને


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ