વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મફત જ મફત

મફત જ મફત



મફત મળે તો મફત જ લેજો

મફતની સલાહ જરૂર લેજો


મફત ના ગમે તો ગોટો વાળી લેજો

પણ પૈસા ખર્ચીને કશું ના લેજો


મફતના ફાયદા કેટલા બધા છે?

મફતનું રડવાનું કદી ના લેજો


અચાનક કોઈ પડી જાય તો પણ

મફતમાં હસવાનું કદી ના કરજો


મફતની ટીકાઓ સાંભળીને તમે

મફતમાં ટેન્શન કદી ના લેજો


મફત આપનારા ઘણા બધા છે

પણ સારી મફત સલાહ હંમેશા લેજો


મફત મળે તો મફત જ લેજો

રૂપિયા પૈસા કદી ના ખર્ચશો


મફત વધારે જોઈએ જો કોઈ ને

દિલ્હી જેવું શહેર ના મળશે


મળે દિલ્હીમાં ઘણું બધું મફત

પોલ્યુશન જેવું મફત પણ માણજો


મફતમાં કોઈનું કામ નથી કરતા

મફતનું પેન્શન લેનારા સાંસદો 


હવા પાણી પ્રકાશ મળે છે મફત

તો ઈશ્વરને તમે કદી ના ભૂલશો


મફત મેળવવા સ્વાર્થ છોડીને

ઈશ્વરના ગુણગાન હંમેશા કરજો 


મફત મળે તો મફત જ લેજો

મફતની સાચી સલાહ જરૂર લેજો

- કૌશિક દવે 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ