વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દોષ

દોષ



દોષ કાઢવો સહેલો છે.

એ પણ બીજાનો જ

પોતાનો દોષ જલ્દી દેખાશે નહીં..


હા સત્યનું જ્ઞાન થશે ત્યારે પોતે કરેલા કર્મોમાં દોષ દેખાશે.

માટે આત્મ દર્શન  કરો..


અન્યના દોષ તરફ ધ્યાન આપવું નહિ પણ પોતાના જીવનમાં ઉત્કર્ષ થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ.


આજથી શ્રાવણ માસ શરૂ થયો છે.


તો ઈશ્વર આરાધના દ્વારા, પ્રાર્થના અને ભક્તિ દ્વારા આપણા દોષો માટે ક્ષમા યાચના માંગીને જીવનને બહેતર બનાવવા પ્રયાસ કરવા જોઈએ.


અનિષ્ટ અને ખોટા કાર્યોનો ત્યાગ કરો.

કુટુવોથી દૂર રહો.

કુટુંબ સાથે હળીમળીને રહો.


ઈશ્વર દયાળુ છે, ઈશ્વર કૃપાળુ છે. ઈશ્વર યથા યોગ્ય દરેકને આપે છે.

પણ અસંતુષ્ટ માનવ જ્યારે પોતાના કાર્યમાં નિષ્ફળ થઈ જાય છે ત્યારે એ અન્યને દોષ આપે છે અથવા ઘણી વખત કહે છે ઈશ્વરની આટ આટલી ભક્તિ કરી હોવા છતાં પણ મારે સહન કરવું પડે છે.


એટલે કે માનવ સ્વાર્થી બનીને ઈશ્વરને પણ દોષિત માને છે.


માટે જ આપણા શાસ્ત્રોમાં સંત, મહાત્માના જીવન ચરિત્ર વાંચવા માટે કહેવામાં આવે છે.


જેથી માનવ નિરાશા અનુભવે નહીં પણ વાસ્તવિકતા સ્વીકારીને સારું જીવન જીવવા પ્રયત્ન કરે.


સત્કર્મોનું પરિણામ મળે કે ના મળે પણ સત્કર્મ માટે પ્રયત્ન શીલ રહેવું જોઈએ.


કોઈ પણ વ્યક્તિ દોષ રહિત નથી.

માટે મનમાંથી શંકાઓ દૂર કરીને સારું જીવન જીવવું યથા યોગ્ય છે.

- કૌશિક દવે 





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ