વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમય

જીવનમાં  સમય થી વધુ કોઈ  બળવાન  નથી  .હાલ ની પરિસ્થિતિ  જોઈએ તો  વ્યાસ નદી  ગુરુદ્વારા અમરનાથ  પંજાબ   ઉતરાખંડ  જયાં  જુઓ ત્યા   પાણી જ પાણી  કેટલાય મકાનો  ગાડીઓ આખા ને આખા  ડુબી. ગયાં છે.મોત નુ  તાંડવ  ચાલી રહયુ છે. 
ચારેકોરથી  જળબંબાકાર  વિડીયો  આપણને મળી  રહયા  છે. જાણે ભોળા નાથે  તીસરી આંખ ખોલી  હોય એવો  વિનાશ સર્જાઈ  રહયો છે. 
જે લોકોને  ઘરબાર  સ્વજનો  બધુંજ  પુરમાં  તણાઈ  ને ગરક થઈ
ગયું છે. એની થિજેલી વેદના ને વાચા આપવાની  કોઈ  લેખક  ની તાકાત  હશે?
 કેટલા વરસોથી  બધું  સર્જન  કર્યુ  હશે ને  પલક જપકતા  બધુ  તણાઈ ગયું  એ  બધાને ઈશ્વર  શક્તિ આપે  જે આ દુનિયા છોડી  
ને ચાલ્યા ગયાં છે.  પુરમાં તણાઈ ને ગરક થઈ  ગયાં છે. 
અને  કદાચ અમુક દીવસો  પછી  જીવતુ કોઈ  મળી આવે   પણ 
આવે  .કાંઈ  કહી શકાય નહી.  કારણ  રામ રાખે  એને  કોણ ચાખે  .જેટલો વિનાશ  થયો છે.  એનો ચોકકસ  આંકડો  ના મળી  શકે  કારણ  જાનહાનિ  અને  માલહાની  નો હીસાબ  મળે  પણ  કરોડો  સ્વપ્નાઓ  પણ  પાણી માં તણાઈ ને ગરક થઈ ગયા છે.  એનો હીસાબ  કોણ  કરે ?   કેટલાં  આંસુઓ  પાણીમાં  મળી  ગયા  ભળી  ગયા  એવો  હીસાબ  કરવાનુ યંત્ર હજી નથી  બન્યુ 
 મિત્રો   કુદરતની સામે  વિવશ છે  માનવી   આ  દુનિયા છોડી અને જાય છે. એનો. પ્રવાસ  કેવો છે.  એતો એજ જાણે 

માટે  બને એટલી  માનવતા  સાચવજો   . જેણે પણ આ  આફતો માં  જીવ  ગુમાવ્યો  છે.  એ  બધાં ને  વિનમ્ર  શ્રધ્ધાંજલી.  ઈશ્વર  એમનાં   દીગવંત  આત્મા ને પરમ ધામ  આપે  એવી  પ્રાર્થના  સાથે  વિરમુ છું      

જય શ્રીકૃષ્ણ મિત્રોને 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ