વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગોઝારી રાત

જોતજોતામાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યાં.નંદિતાએ ફટાફટ એનો કેમેરા બંધ કરીને પોતાનાં ટેન્ટમાં આવી.રવિ નંદિતાનો પતિ પહેલાંથીજ ટેન્ટમાં આરામ ફરમાવી રહ્યો હતો.બંને લગ્નનાં એક મહીના પછી જંગલ સફારી માટે જંગલમાં આવ્યાં હતાં.બીજા કેટલાક ગૃપ પણ અલગ અલગ જગ્યાએથી સફારી માટે આવ્યાં હતાં. 


બીજી બાજુ નંદિતાને ફોટોગ્રાફીનો પ્રેમ પાગલપનની હદ વટાવી ચુક્યો હતો.હંમેશા કેમેરાની સાથે જ રહેતી.જ્યારથી સફારી માટે આવ્યાં હતાં, ત્યારથી બસ જંગલી પશુઓ અને પ્રાણીઓ તથા કુદરતી સૌંદર્યનાં અવિરત ફોટો ખેચ્યું કરતી હતી.એથી એનો પતિ રવિ નંદિતાથી ઘણો નારાજ હતો.એણે નંદિતાને ઘણી વાર કહ્યું'યાર  !  આપણે અહીં જંગલમાં સફારી સાથે સાથે હનીમૂન માટે પણ આવ્યાં છીએ...! 


નંદિતા પોતાનો હાથ હોઠની આડે ધરીને મંદમંદ હસી પડી.એનાં હસવાથી રવિ વધારે ગુસ્સે ભરાયો,હવે એકદમ ઊભો થયો અને કહેવા લાગ્યો... નંદિતા તારે જો મનમાની જ કરવી હોય તો મારે અહીં તારી સાથે નથી રહેવું ; હું અત્યારે જ અહીંથી ઘેર જવા માટે નીકળું છું.તું જ્યારે તારું મન ફોટોગ્રાફી માથી ભરાઈ જાય ત્યારે મને ફોન કરજે હું ડ્રાઈવરને કહીશ તને લઈ જશે.રવિ ગુસ્સામાં ઊભો થયો, અને ટેન્ટની બહાર નીકળવા માટે ટેન્ટની ચેઈન ખોલીને બહાર નીકળી ગયો. 


અરે  !  અરે  !  રવિ... આ શું  ? તમે મારો શોખ જાણો છો નંદિતા રવિની પાછળ પાછળ બહાર આવી.પોતાનાં બે હાથથી રવિનો હાથ પકડીને અંદર ખેંચવાનો પ્રયત્ન કર્યો.પરંતુ રવિ ખુબ ગુસ્સામાં ભરાયેલો હતો.એણે નંદિતાનો હાથ ઝાટકીને પોતાની ગાડી તરફ આગળ વધ્યો.નંદિતા રવિની પાછળ પાછળ દોડી અને રવિની માફી માંગી પોતાનાં બંન્ને હાથ જોડીને ઘુંટણીએ બેસીને પોતાનાં કાન પકડીને સોરી કહીને માફ કરવા જણાવ્યું;


બંને પતિ પત્ની વાત કરતાં જ હતાં,એટલામાં માથે ચડેલી કાળી ડીબાંગ વાદળી અનરાધાર વરસવાં લાગી.ચારેતરફ મેઘનાદ સંભળાવા લાગ્યો,કાનને ફાટી નાખે એવી વીજળી ઝબકારા કરવા લાગી.અચાનક અનરાધાર પાણી આકાશમાંથી જમીન પર જાણે ધસમસતાં થયાં.રવિને હાથ પકડીને નંદિતા ઢસડીને ટેન્ટમાં લઈને આવી.થોડી વારમાં ચારેબાજુ પાણી વહેતું થયું.


લગભગ દસેક ટેન્ટ આજુબાજુ બનેલા હતાં.અને ઉંચા પર્વતોની ચોટી ઉપર હોવાથી વહેતાં પાણીમાંથી બચી ગયાં.કોઈએ વિચાર્યુ પણ નહોતું,કે અચાનક આટલો બધો વરસાદ પડશે.આજુબાજુનાં ટેન્ટમાંથી બધાં ક્પલ રવિ અને નંદિતાના ટેન્ટમાં આવીને એકઠાં થઈને બેસીને એકબીજાની હુફમાં બેસી ગયાં.અનરાધાર વરસાદમાં એક પીયૂષ નામનાં યુવકે કહ્યું,રવિ ભાઈ તમે કહેતાં હોયતો હું જરાક... બોલતાં બોલતાં પીયૂષ હસીને અટકી ગયો.


વૈશાલી પીયૂષની પત્ની બોલી પડી,લ્યો.. ત્યારે આ મર્દોની મહેફિલ માણવાનો સમય થઈ ગયો.બધાં છોકરાઓ હસી પડ્યાં.એકબીજા સાથે પરીચય કર્યો,એ અલગ અલગ ગૃપમાં પાંચ ક્પલો મળીને ટોટલ દસ જણાં હતાં.એમાં રવિ- નંદિતા,વૈશાલી-પીયૂષ,મનોજ-સંગીતા,માનવ-ભાવના અને સ્વાતી-શેખર હતાં.પીયૂષ પોતાની ગાડીમાંથી છત્રી લઈને વીસ્કીની બોલતો લાવીને ગ્લાસ ભરીને વરસાદની મજામાં વધારે મજા માણવા લાગ્યાં. 


બીજી તરફ પાંચેય મહીલાઓ પણ મસ્તી મજાક કરીને વરસાદને માણી રહ્યાં છે.આ તરફ બોયઝ શરાબની મિજબાની માણે છે.જેમ જેમ રાતનો મજર ભાંગતો જાય છે તેમ તેમ છોકરાઓ નશામાં ચકચૂર બનતાં જાય છે.વરસાદ પોતાની અનોખી અદામાં વીજળીના કડાકા ભડાકા સાથે સાંબેલાની ધારે વરસી રહ્યો છે.બધાં પોતપોતાની પત્નીઓ સાથે જંગલમાં ખાસ જગ્યાએ હનીમૂન માણવા માટે આવ્યાં હતાં.પરંતુ આટલી હદે વરસાદ મજા બગાડી નાખશે કોઈએ કલ્પના પણ કરી નહોતી.


ટેન્ટ હવે કાગળની જેમ ફગફગી રહ્યો છે પિયૂષે ટેન્ટની બહાર આવીને જોયું તો આજુબાજુમાંથી પાણીનાં ધોધ વસુટી રહ્યાં હતાં.આંખોની સામે ભયંકર અંધકાર છવાઈ ગયો હતો.ટેન્ટની બેટરી વાળી લાઈટો ઝગમગી રહી હતી.પિયૂષે અંદર આવીને દરેકને કહ્યું,યાર... બહાર બહું જ ગંભીર પરિસ્થિતિ છે.મને લાગે છે આપણે કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું જોઈએ;નહીતર આપણે બહું મોટી મુશ્કેલીમાં મુકાઈ શકીએ તેમ છે. 


શરાબનો નશો માથાં ઉપર નાચવા લાગ્યો હતો.રવિએ ઘેઘુર આંખો કરીને પિયૂષને ખભે હાથ રાખીને બોલ્યો... અરે.. અરે.. તું ચિંતા કરીશ નહીં આટલાં વરસાદમાં કશું નહીં થાય. આપણે જે જગ્યાએ છીએ એ બીલકુલ સુરક્ષિત જગ્યા છે. અહીં આટલો વરસાદ આવવો નીયમીત છે.હંમેશા અહીં આટલો જ વરસાદ પડે છે.મને તો એ વાતનો ડર છે આપણે હવે સફારી નહીં કરી શકીએ.આટલાં વરસાદ પછી એકાદ અઠવાડીયું જંગલમાં બધું બંધ થઈ જાય છે.


ધીરે ધીરે રાત્રિ વીતી રહી છે દરેક પુરુષ ખુબ નશામાં ધૂત થઈ ગયાં હતાં.વરસાદ ધીરે ધીરે ઓછો થયો છે,રવિ હવે પોતાની પત્ની સાથે સમય વીતાવવા માગતો હતો.એણે બધાને કહ્યું, ભાઈ હવે તમે બધાં પોતપોતાનાં ટેન્ટમાં જઈને આરામ કરો મને પણ હવે આરામ કરવો છે.દરેક પોતપોતાની પત્ની સાથે ટેન્ટની અંદર ગયાં.રવિએ નંદિતાને પોતાની તરફ ખેંચી અને પ્રેમાતુર બનીને પોતાની પત્નીને ગળે વળગીને નંદિતાના હોઠને ચૂમવા લાગ્યો.


રવિના મોઢામાંથી શરાબની દુર્ગંધ ખુબ આવતી હોવાથી નંદિતાએ રવિની છાતી ઉપર પોતાનાં બે હાથ રાખીને જોરથી ધક્કો માર્યો,અને બરાડી ઉઠી અરે.. પ્લીઝ રવિ કેટલી ખરાબ દુર્ગંધ આવે છે તમાંરા મોઢામાંથી પ્લીઝ આજે દુરજ રહેજો મારાથી મને બોલાવવાની કોશિષ કરતાં નહીં.પરંતુ રવિની તડપે અને પેટમાં પડેલાં શરાબના નશાએ રવિની તડપ ખુબ વધારી નાખી હતી.એણે નંદિતાના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો.નંદિતા સાથે બળજબરી કરવા લાગ્યો,પરંતુ નંદિતાને એમ વશમાં કરવી ખુબ મુશ્કેલ હતી.


નંદિતાએ ખુબ કડકાઈથી રવિને કહ્યું,રવિ આપણાં લગ્નને એકજ મહીનો થયો છે.હું માંરા પપ્પાની ઈચ્છાને માન આપીને તમારી સાથે લગ્ન પણ કર્યા છે.પરંતુ મારી સાથે આવી કોઈ જબરજસ્તી કરવાની કોશિષ પણ કરતાં નહીં.હું આપનીજ છું માટે મારી ઈચ્છા જાણવી પણ જરૂરી છે.મને શરાબ પીનારા વ્યક્તિ બીલકુલ પસંદ નથી.નંદિતાની વાત સાંભળીને રવિ ખુબ ગુસ્સામાં આવી ગયો.નંદિતા સાથે જોરદાર ઝગડો કર્યો.આજુબાજુના લોકોએ કદાચ પતિ પત્નીનો ઝઘડો જાણીને વચ્ચે નહીં પડવાનું વિચાર્યુ હશે. 


એ બધાં પણ નશામાં જ હતાં,એમની પત્નીઓને આ બધી આદત હતી.કદાચ વરસાદના કારણે હવે ચાલીને આટલાં નશામાં બહાર જવું યોગ્ય નહીં લાગ્યું હોય  !  અહીં રવિ અને નંદિતાએ ખુબ ઝઘડો કર્યો..અંતે થાકીને સૂવાની કોશિષ કરવાં લાગ્યાં.રવિએ સૂતાં પહેલાં કહ્યું,આજે તને જાનથી મારી નાખીશ.નંદિતાને લાગ્યું, રવિ નશામાં હોવાથી આવો બકવાસ કરે છે.એ પડખું ફરીને સૂઈ ગઈ.રવિ પણ બીજી બાજુ મોં ફેરવીને સૂઈ ગયો.


સવારે લગભગ આઠેક વાગ્યે પોતપોતાના ટેન્ટમાં ચહેલ પહેલ થવા લાગી.વરસાદ હજુ ઝરમર વરસી રહ્યો હતો.ચારેતરફ ખુશનુમાં વાતાવરણ બની ગયું હતું. જાતજાતના પક્ષીઓ મીઠું મીઠું બોલી રહ્યાં હતાં.વારાફરતી દરેક ક્પલ ટેન્ટની બહાર આવ્યાં.એક ચોકી જેવું ખુલ્લું રસોઈ બનાવવાની જગ્યાએ આવીને તાડપત્રી નીચે બધાં ચા નાસ્તા માટે આવી ગયાં.વૈશાલીએ કહ્યું,યાર એક વાત કહું  ? કાલે રાત્રે રવિ ભાઈ અને નંદિતા ખુબ લડ્યાં હતાં.ઝઘડો હાથાપાઈ ઉપર આવી ગયો હોય એવું લાગતું હતું. 


મનોજે પણ સુર પુરાવ્યો, અરે  ! હા ભાભી.. અમે પણ સાંભળ્યું હતું.મારી પત્નીએ મને કહ્યું પણ ખરું તમે જોઈને આવોને શું થયું  ? મેં એને ચુપચાપ સૂઈ જવાનું કહ્યું, એ બિચારી ડરીને સૂઈ ગઈ.પણ ઝઘડો સોલીડ થયો હતો.બાધાનો એકજ મત હતો હા હો કાંઈક એવું બન્યું હતું જે બહું મોટું ઝઘડામાં પરિવર્તન થયું હશે... એટલામાં શેખર બોલી ઉઠયો... જવાદો ને ભાઈ... આપણે શું જાણીને કરીશું  ? ઈ બિચારો ઘાંઘો થયો હતો અને એની બાયડી ફોટાઓ પાડવામાં નવરીજ નહોતી થતી.


અરે  ! માનવ તું આટલો કેમ ઉદાસ છે  ? તને પણ ભાભીએ રવિની જેમ ઘાસ નથી ડાલ્યું  ? બધાં ખડખડાટ હસી પડ્યાં. બધાનો હસવાનો અવાજ સાંભળીને નંદિતા ઉઠીને ટેન્ટની બહાર આવીને બધાની સાથે આવીને ટુલ્સ ઉપર ઉદાસ થઈને પડી ગયેલાં મોઢે બેસી ગઈ.વૈશાલીએ નંદિતાને ચા આપી.ધીરેથી પુછ્યું;ભાભી આર યુ ઓકે  ? કાલે શું ઝઘડો થયો હતો  ? અમને લડવાનો અવાજ આવતો હતો પણ આ બધાં નશામાં હતાં.એકલાં આટલાં વરસાદમાં બહાર આવવું અમને યોગ્ય ના લાગ્યું, સોરી ભાભી... 


"અરે ઈટ્સ ઓકે" થોડો ઝઘડો થયો હતો.મેં પણ થોડું વધારે મિસ બિહેવિયર કર્યું હતું.મારે સમજદારી પુર્વક કામ લેવું જોઈતું હતું.મારે પણ રવિની ઈચ્છા પૂરી કરવી જોઈતી હતી. પરંતુ વાત એટલી વણસી ગઈ કે પછી મને બોલાવવાની ઈચ્છા ના થઈ.અને પછી એણે પણ મને મનાવવાની કોશિષ ના કરી.હું મોડી રાત સુધી જાગતી હતી મારી વાતનો મને ઘણો પસ્તાવો હતો.ફરીથી એકવાર મને બોલાવવાની કોશિષ કરી હોતતો બધું ઠીક થઈ જાત.. પરંતુ ખેરરર હવે આજે હું મનાવી લઈશ. 


એને કોઈ ઉઠાડો તો ખરાં  ? માનવે કહ્યું,લ્યો હું પોતે જ જઈને મજનૂ ભાઈસાબ ને જગાડી આવું.બધી સ્ત્રીઓની સાથે નંદિતા પણ શરમાઈ ગઈ.પોતે નિચે જોઈને ચાની ચુસકી લગાવી.એટલામાં માનવે જોરદાર રાડ નાખી;માનવની ચીખથી બધાં એ તરફ દોડતાં ગયાં.પરંતુ નંદિતા અચંબો પામીને એ તરફ એકીટશે જોઈ રહી.ટેન્ટની અંદર આવીને બધાની આંખો ફાટી ગઈ.એમણે જોયું,તો રવિનાં મોઢામાંથી લોહી નીકળી અને સુકાઈ ગયું હતું.ઘણી વખત રવિને હચમચાવી ઉઠાડવાની કોશિષ કરી પરંતુ અફસોસ રવિ મૃત્યુ પામ્યો હતો. 


બધાં જ એકદમ અવાચક બનીને નંદિતાની તરફ જોઈ રહ્યાં.દરેકનાં મનમાં એકજ વિચાર આવ્યો,કહી નંદિતાએ તો  ? નંદિતા પોતાનાં હાથમાં રહેલો ચાનો કપ કસકસાવીને પકડ્યો છે.જાણે એનાં કોમળ હાથની આંગળીઓમાં કપ ખુપી ગયો હતો.નજરને પોતાનાં ટેન્ટમાં શું બન્યું એની તરફ મંડાઈ ગઈ હતી.નંદિતા પોતાનાં હદયને મનોમન સમજાવી રહી છે.પરંતુ એને અંદરથી કશુંક અજુગતું બન્યાનો અણસાર આવી રહ્યો છે.


વૈશાલી અને બીજી તમામ વ્યક્તિઓ નંદિતા પાસે આવીને એનાં હાથ પકડીને ઊભી કરી,અને એનાં ટેન્ટની બાજું ખેંચી લાવ્યાં.નંદિતા પોતાનાં ટેન્ટમાં અંદર આવી જોયું'તો રવિનું હદય ધડકતું બંધ થઈ ગયું હતું.એનાં મોઢામાંથી લોહી નીકળી સુકાઈ ગયું છે.નંદિતા ઓચિંતા આવું જોઈને સત્બધ થઈ ગઈ.બેહોશ થઈ અને ત્યાં ઢળી પડી,એટલી વારમાં પિયૂષે પોલીસને ફોન કરી દીધો.જે ઘટના બની એ બનેલી ઘટનાની જાણકારી પોલીસને આપી દીધી.


થોડીજ વારમાં પોલીસની ટીમ આવી પહોચી.નંદિતા પણ હોશમાં આવી ગઈ હતી.એને કાલ રાત્રી દરમ્યાન રવિ સાથે કરેલાં દુર્વ્યવહારની યાદ આવે છે.વારંવાર રડી રડીને પોતાનાં પતિની માફી માંગી રહી છે.પોલીસે પંચનામું કરીને દરેક વ્યક્તિનાં બયાન લીધાં.માનવે કહ્યું,સર  ! મને એવું લાગે છે કાલે રવિએ ટેન્શનમાં શરાબ બહું જ પીધો હતો.કદાચ વધારે પડતું આલ્કોહોલ લેવાથી શરીરમાં કોઈ રીએક્શન આવી ગયું હોય...! અને એનું મોત નીપજ્યું હોય એવું લાગે છે. 


બની શકે કદાચ... પી. એસ. આઈ. રણજીત સિંહે કહ્યું,પરંતુ ઘટનાની સાચી હકીકત પોસ્ટમોર્ટમ રીપોર્ટ પછીજ ખબર પડશે.દરેકનો મોબાઈલ નંબર અને એડ્રેસ લખીને બધાને પોલીસ એમની સાથે પોલીસ સ્ટેશનમાં લાવી,અને શકમંદ રાખીને દરેકની ઉપર કેસ દાખલ કર્યો.


દરેક જણે એનો વિરોધ કર્યો પરંતુ પોલીસ દ્વારા સમજાવી અને અત્યારે કોઈ ગુનેગાર નથી.માત્ર શંકાના દાયરામાં રાખ્યાં છે.જ્યાં સુધી સાચી માહિતી આવે નહીં ત્યાં સુધી આપ સૌએ અહીં પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસવાનું છે.દરેક વ્યક્તિ સમજી ગયાં.એટલામાં રવિ અને નંદિતાના માતા પિતા પણ આવી ગયાં.રણજીતસિંહે એમને જાણ કરી દીધી હતી.ખુબ રોકકળ બાદ સમજાવી અને બેસાડ્યાં.


નંદિતા એનાં મા બાપ અને સાસુ સસરાને વળગીને ખુબ રડી છે.લગભગ સાંજે સાતેક વાગ્યે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી,રીપોર્ટ જોઈને રણજીતસિંહે બહાર આવીને નંદિતા તથાં એનાં પરિવારના સભ્યો તથાં સાથી મીત્રોને બોલાવી કહ્યું,પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર રવિના ડ્રિંકમાં કોઈએ ઝેરી ટીકડી નાખી દીધી હશે...એનું મૃત્યુ પોઈઝનથી થયું હોવાનું જાણવા મળ્યું છે.


  "ઓહ માય ગોડ" વૈશાલી શોક થઈ ગઈ,અને કહેવા લાગી. 

  સર... ત્યાં અમારાં સિવાય બીજું કોઈ હતું જ નહીં, રાત્રે અમે બધાં પાર્ટી ખતમ કરીને અમારાં ટેન્ટમાં ગયાં ત્યાં સુધી રવિ ભાઈ બીલકુલ ઓકે હતાં.એણે નંદિતા તરફ મારકણી આંખોથી જોયું; કહી...? નંદિતા તું રવિ ભાઈ સાથે એકલી જ હતી.ક્યાંક તે તો..? 


  વૈશાલી.... શું બકવાસ કરે છે  ? એની ભાન છે તને...? નંદિતા તાડુકી ઉઠી;અમારો ઝઘડો થયો હતો, હું માનું છું પરંતુ એનો મતલબ એવો નથી'કે મેં મારાં હસબન્ડને ઝહેર આપી દીધું.હું એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છું કેટલાય નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ મારે નામે બોલે છે.તારો આ તથ્યો વગરનો બકવાસ ખબર છે મને ક્યાં સુધી પહોંચાડી શકે છે  ? 


 રવિના મા-બાપ એકીસાથે બોલી ઉઠ્યાં... નંદિતા તે હજી તારાં હાથની મેંહદીનો રંગ પણ ઉતર્યો નથી અને માંરા દીકરા સાથે ઝઘડો પણ શરૂ કરી દીધો હતો  ?  મને ખબર છે તું લગ્ન પહેલાં કોઈ છોકરાને પ્રેમ કરતી હતી.મારો રવિ તને ગમતો નહીં હોય.. તેથી જંગલમાં ફોટોગ્રાફીને બહાને મારાં દીકરાને ઝહેર આપી અને મારી નાખ્યો.રવિની માંએ ના કહેવાના વેણ કહ્યાં.


પી. એસ. આઈ. રણજીતસિંહે આખી વાત ધ્યાનથી સાંભળી અને નંદિતાને મહીલા પોલીસ બોલાવી અને અંદર લઈ પુછપરછ શરૂ કરી. 


નંદિતા શું આ રવિ સાથે તારા લગ્ન તારી મરજી વિના થયાં હતાં  ? તું રવિથી ખુશ નહોતી? 


સર... થોડી અટકીને... એ વાત સાચી છે કે હું લગ્ન પહેલાં એક છોકરાને પ્રેમ કરતી હતી.પરંતુ મેં મારાં પપ્પાની ઈચ્છાને માન આપીને રવિ સાથે લગ્ન કરવાં તૈયાર થઈ ગઈ હતી.એ વાત મેં રવિને પણ કહી હતી. 


નંદિતા... એ છોકરાનું નામ શું છે  ? 


સર.. એ મારી પ્રસન્લ મેટર છે મારી નીજી જીંદગીમાં તમે કોઈ દખલ ના કરી શકો...! 


"બીલકુલ સાચી વાત છે "પરંતુ આ એક તારી પ્રસન્લ મેટર નથી રહી.આ મેટરમા કોઈનું મૃત્યુ નીપજ્યું છે.જો તું તારા અગાઉનાં પ્રેમીનું નામ નહીં આપે તો અમારે શકતી પુર્વક કામ લેવું પડશે.


નંદિતાએ એની સાથે ઉભેલાં ગૃપમાં નજર નાખી અને પોતાની નજર નીચે કરી લીધી.


શું નંદિતા...આમાંથી કોઈ તારો પ્રેમી છે? 


"નંદિતા ચુપ થઈ ગઈ"


રણજીતસિંહે મહીલા પોલીસને ઈશારો કર્યો, 

પી. એસ. આઈ. મધુ રણજીતસિંહે કરેલા ઈશારા ને સમજી ને નંદિતાને વાળથી પકડીને ફટાક દઈને ઊભી કરી,અને કશું પણ પુછ્યાં વગર આડેધડ લફાટ ઉપર લફાટ ચમચમાવી દીધી.


નંદિતા પોતાની સાથે પોલીસની આટલી ગેરવર્તન બદલ સત્બધ થઈ ગઈ.એની આંખોમાં આંસુની ધારા વસુટી પરંતુ નંદિતાએ એનાં પ્રેમીનું નામ લીધું નહીં તે લીધું જ નહીં.કોન્સ્ટેબલ મધુએ નંદિતાને બહું મારી જ્યાં સુધી નંદિતા નીચે જમીન પર પટકાઈ ત્યાં સુધી મધુએ નંદિતાને માર માર્યો. 


 નંદિતા જમીન ઉપર પડીને ધ્રુસકે ધ્રુસકે રડી રડીને અડધી થઈ ગઈ.છતાં પણ એનાં મોઢામાંથી એનાં પ્રેમીના નામનો શબ્દ નીકળતો નથી.રણજીતસિંહે મધુને ફરી ઈશારો કરીને નંદિતાને છોડી મૂકવા માટે જણાવ્યું.નંદિતાને સમજાતું નથી કે પતિના મૃત્યુનો શોક મનાવું કે પછી મારા પ્રેમીને બચાવું.જીવનમાં પહેલી વાર આટલો બધો પોલીસનો ટોર્ચર સહન કરી રહી છે. 


રણજીતસિંહે કોન્સ્ટેબલ મધુને કહ્યું,નંદિતાને અંદરની રુમમાં બેસારી એની ઓફિસમાં આવવા માટે જણાવ્યું;મધુ તુરતજ નંદિતાને અંદર રુમમાં બેસાડી આવી.અને સરની ઓફિસમાં આવીને બોલી... સર... આ છોકરી બહું ઢીઢ લાગે છે.એક શબ્દ મોઢામાંથી ઉચ્ચારતી નથી. 


મધુને બેસવા માટે ઈશારો કર્યો,થોડી વાર ચુપ બેસી વિચાર મગ્ન થઈ ગયાં.મધુ... મને સમજાતું નથી'કે આટલાં ઈન્ટેલીજન્સ લોકો પણ આટલાં સહનશીલ હોય શકે  ? આપણે થોડી નિર્દયતાપૂર્વક કામ લેવું પડશે.રણજીતસિંહે માનવને બોલાવી લેવા જણાવ્યું,


કોન્સટેબલ વિજય તાત્કાલિક માનવને બોલાવી લાવ્યો.રણજીતસિંહે ઊભાં થઈ અને માનવને કશું પુછ્યાં વગર ગાલ પર બે લપડાક લગાડી દીધી.


"માનવ હેબતાઈ ગયો"થોડી વાર ચુપચાપ ઊભો રહ્યો પછી બોલ્યો, સર.. મને કેમ માર્યો  ? 


રણજીતસિંહે કહ્યું;ભાઈ હવે છુપાવવાથી કોઈ ફાયદો નથી.નંદિતાએ કબુલ કરી લીધું છે તું એનો જુનો પ્રેમી છે. તમારાં બંન્નેનો પ્રેમ લગ્ન પછી પણ શરૂ રાખ્યો હતો.જંગલમાં સફારી પર જવાનું નક્કી કરી અને નંદિતાએ તને કોલ કરીને એની સાથે આવવાનું નિમંત્રણ આપ્યું.અને તું તારી પત્નીને લઈને પોહચી પણ ગયો.અને પ્લાન બનાવી અને તમે બંન્નેએ રવિને ખુબ દારૂ પીવડાવ્યો,છેલ્લે એનાં ગ્લાસમાં ઝહેર આપી મારી નાખ્યો. 


માનવ પોતાનું માથું પકડીને બેસી ગયો;જોરજોરથી બુમો પાડીને રડવા લાગ્યો.હા.. સર.. પરંતુ એમાં નંદિતા નિર્દોષ છે. અમે એકબીજાને ખુબ પ્રેમ કરતાં હતાં.પરંતુ હું નાની કંપનીમાં નોકરી કરતો હોવાથી એનાં માં-બાપે નંદિતા માટે મોટું પૈસાદાર કુટુંબ શોધી અને નંદિતાને પરણાવી દીધી.પણ હું એને ભુલી ના શક્યો,


નંદિતાને ફોટોગ્રાફીનો બહું શોખ છે હું જાણતો હતો,મેં મારાં સાથે આવેલાં દોસ્તોની મદદ લઈને જંગલ સફારીની ફોટોગ્રાફીનુ આયોજન કર્યું, અને ન્યુઝ પેપરમાં જાહેરાત આપી.જે કોઈ સારી ફોટોગ્રાફી કરશે એને એવોર્ડ એનાયત કરવામાં આવશે.મને ભરોસો હતો નંદિતા આમાં જરૂર ભાગ લેશે.. બન્યું પણ એમજ અરજીઓ ઘણી બધી આવી પરંતુ મેં માત્ર નંદિતાની અરજી સ્વિકારી હતી.


સમય તારીખ અને સ્થળ નક્કી હતું. જ્યાં સુધી નંદિતા એનાં પતિ સાથે આવી નહીં ત્યાં સુધી મેં છુપાવી રાખેલું હતું.નંદિતા અમારી પાસે આવી ત્યારે એને ખબર પડી કે આ આયોજન મેં નક્કી કર્યુ હતું.એ પણ મનોમન બહું ખુશ થઈ ગઈ હતી.રવિને મનમાં પણ થોડી શંકા ઉભી થઈ હતી.એ અમારી વીશે જાણતો હતો પણ મને ઓળખતો નહોતો.


બીજા દિવસે હું અને નંદિતા કેમ્પથી થોડા દૂર ફોટોગ્રાફીના બહાને આવીને પ્રેમની પળોમાં મગન હતાં.મને થયું;પાછળથી કોઈના આવવાનો અવાજ સાંભળ્યો.મેં પાછળ ફરીને જોયું તો કોઈક જતું દેખાયું.પરંતુ હું રવિને ઓળખી ગયો હતો.એજ સમયે મેં નક્કી કરી નાખ્યું હતું;કે રવિને ગમેતેમ કરીને માંરી નાખવો જોઈએ જેથી નંદિતા એનાં બંધનમાંથી મુક્ત થઈ જાય.અને મારી પાસે પાછી આવી જાય. 


કાલે રાત્રે હું પાર્ટી કરવાનું નક્કી કરી તમામ સામગ્રી સાથે લાવ્યો હતો.અમે રાત્રે વરસતાં વરસાદમાં રવિના કેમ્પમાં આવ્યાં;અમે રાત્રે ખુબ દારૂ પીધો મને ખબર હતી આજે રવિ અને નંદિતાનો ઝઘડો જરૂર થશે.કારણ કે રવિ અમને નીચે રોમાન્સ કરતાં જોઈ ગયો હતો.બન્યું પણ એવું જ અમે મોડી રાત્રે પાર્ટી પુરી કરીને પોતપોતાનાં ટેન્ટમાં આવ્યાં.મેં બધાનાં ગ્લાસ મારી સાથે લઈ લીધાં. માત્ર એક ગ્લાસ ત્યાં છોડી દીધો હતો. 


મને ખબર હતી હજી રવિ પેક ભરીને શરાબ જરૂર પીશે એથી એક અડધી બોતલ દારૂ ત્યાં જ મુકી દીધો હતો.એનાં ગ્લાસમાં મેં સંભાળીને ઝહેર નાખીને અડધો ગ્લાસ દારૂ નાખી રવિના હાથમાં આપીને બહાર આવી ગયો હતો.પરંતુ આમાં નંદિતાનો કોઈ હાથ નથી હું જ મારી ભાવનાઓ પર કાબૂ ના કરી શક્યો.મારી પણ એક પત્ની છે એનો પણ મેં વિચાર કર્યો નહીં.મને એમ હતું કે કોઈ હાદ્સો લાગશે,પણ એ મારી ભૂલ હતી.


રણજીતસિંહે માનવની પુરી વાત રેકોર્ડ કરીને માનવને જેલ હવાલે કરી દીધો.પછી નંદિતાને બોલાવીને માનવનું બધું રેકોર્ડિંગ નંદિતાને સંભળાવ્યું.નંદિતા પણ માનવની વાત સાંભળીને બહું દુઃખી થઈ.નંદિતા હવે એકેય બાજુની ના રહી.માનવ જેલ હવાલે થયો અને રવિનું મૃત્યુ થયું.માનવ ઉપર ઈરાદાપૂર્વક હત્યાની કલમો હેઠળ કોર્ટમાં પેશ કરવામાં આવ્યો.નંદિતાને પણ પોતાના પતિને અંધારામાં રાખીને બીજા પુરુંષ સાથે સંબંધ રાખવા માટે થોડીઘણી સજા મળી. 


કોન્સટેબલ મધુએ કહ્યું;સર... તમને કેવી રીતે ખબર પડી કે માનવ જ રવિનો હત્યારો છે? 


મધુ... તું જ્યારે નંદિતાની રીમાન્ડ લેતી હતી;ત્યારે નંદિતા વારંવાર માનવ તરફ નજર કરતી હતી.બહાર ઉભેલાને તો અંદર કશું દેખાતું નથી પણ આપણને તો અહીંથી બધું જ બરાબર દેખાય છે.નંદિતા એકીટશે માનવ તરફ નજર કરતી હતી.મને નક્કી થઈ ગયું;માનવ જ નંદિતાનો પ્રેમી હોવો જોઈએ,અને આપણો તુક્કો કામ કરી ગયો.



                            (    સમાપ્ત   ) 





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ