વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પપ્પા

પ્રેરણા ને પ્રગતિનો પાયો એટલે પપ્પા.

દુનિયાના દર્શનનો ખભો એટલે પપ્પા.

 લાગણીનો છુપો ખજાનો એટલે પપ્પા.

સપનાની દિશાનો ફરીશ્તો એટલે પપ્પા.

ઘરની આબરૂનો મોભ એટલે પપ્પા.

સંતાનની સવારીનો ઘોડો એટલે પપ્પા.

જવાબદારીનું વહેતું ઝરણું એટલે પપ્પા.

જીવનની નાવડીનો નાવિક એટલે પપ્પા.

પરિવારને જોડતો પુલ એટલે પપ્પા.

પરિશ્રમનો આજીવન યોદ્ધો એટલે પપ્પા.


 હનિફ એ. મેમણ (રાજ) ડીસા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ