વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કડવા લીમડાંની છાંય



  *કડવા હોય લીમડા , પણ શીતળ તેની છાંય,

    *બાંધવ હોય અલબેલડા , તોય પોતાની બાંય*


       વરસાદ ની મોસમ આવી રહી હતી ,અને 

ખેતરમાં ઊભો પાક પણ લણવા નો હતો .મોટાભાઈ એ બાપા પાસે બેઠક લીધી. ..અને કડવા લીમડાની ની નીચે ખાટલો હતો ત્યાં નાના બાળકો રમી રહ્યા હતા .બાપાએ કહ્યું આ વરસાદ તો આ વરહે વધુ કાઈ આવે એવું લાગતું નથ . પણ હવેળા આ બાજરો અને ધઉં લેવાઈ જાય તો ઠીક રેયે...

   મોટાભાઈ એ હાકારો ધરતા બોલ્યા , મે મજૂર માટે તપાસ કરી છે અને તમે ક્યો એ દી મજૂરોને બોલાવી દઉં...ત્યાં જ લીમડા નો મોર જાણે ઝરતો હોય એમ ઠંડો પવન નો વાયરો વાયો ...

   બાપા તો જાણે ખુશ થઈ ગયા અને બોલ્યા આ લીમડો કડવો પણ એનો છાંયો શીતળ જેવી લાગે અને એથી જ તો આ વાયરો પણ કેવો મધુર લાગે ... અને એની શાખાઓ (ડાળીઓ) પણ એકબીજાને લગોલગ એકબીજાનો આધાર હોય એમ સાથે જ રહીને ઊભી છે ...

મોટાભાઈ બોલ્યા હા , બાપા લીમડા જેવો ગુણ બીજા એકેય માં નઈ હોય હોં...

   અને મોટાભાઈ એ પણ કહ્યું .આ જોવો લીમડાનો મોર પણ કેવો દવા તરીકે ઉપયોગ માં લેવાય છે .. ચૈતર મહિનો આવે અને જે તૈણ (ત્રણ) દાડા લીમડાનો મોર જે વાટી ને પીવે એને જીંદગી ભર તાવ નો આવે . બાપાએ કહ્યું વાત તો હાવ હાચી કીધી હો ...

   લીમડો એટલે એક ઉત્તમ ઔષધી 

પણ ખબેર નાં રાખો તો મારું હારું છૂટી જાય હો ....

   અને ત્યાં બેઠેલા બધા જ હસવા લાગ્યા ....


                      છાયા ખત્રી , યાત્રી ઓસ્ટ્રેલિયા...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ