વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પદમણી



એક પદમણી ઘૂંઘટ તાણી ચાલે કેવી ચાલ,

આંખ ખૂલે ત્યાં સૂરજ ચમકે રાતો એને ભાલ.


ગાગર છલકી સરોવર કાંઠે સોનેરી શો વ્હાલ,

એક અજાણ્યો પાણીડાં માંગે એ હેતથી કરતી ન્યાલ.


બે પથ્થરને ઘંટી બનાવે ઘરઘર ઘરઘર તાલ,

ભિંત્યું લીપેલા હાથ ઉપસે! થાળી ને થાય સવાલ.


બે પળ માં અંબોડો લેતી બાળના બનાવે બાલ,

માટી ખાતો બાળ જુએ ને આંખ્યું કરતી લાલ.


રંગોળી પૂરે જ્યાં બેઠી સખીને કહેતી એલી હાલ,

ગરબા રમતી દેવી જેવી પદમણી કરે કમાલ.

         

જાત વલોવી ખુદની આજે રણ માં ઝાલર જાલ,

આયખાના અંધારે બેઠી તું એકલી આજે મશાલ.

        - ભૂમિ પંડ્યા (રાજુલા)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ