વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગેરહાજરી


  

 તમારી ગેરહાજરી નાં , વિચાર થી ડર લાગે મને .

 તમારા સંબંધ થી , છે જીંદગી ન્યારી મારી ..


 સંબંધો તમારા સાથેના , નિભાવવાનાં છે ,

 સમયસર , તમારી હાજરી થી , હુંફ મળે છે મને .


  જ્યારે હતા સ્કૂલમાં , તો મિત્ર ની  ગેરહાજરી 

  ગમતી ન હતી , નાં આવે મસ્તીની મઝા કે ,


  લેસન ની મઝા , લેસન તો , મિત્ર જ કરી આપે ..

  બેસવાની જગ્યા રાખે , અંતાક્ષરી માં પણ 


  ગાવાનો પહેલો ચાન્સ આપે એવા મિત્રો હવે ક્યાં છે ..

   હવે જીંદગી નાં  આખરી પડાવ માં બનીએ 


  એકમેકનો સહારો . તમારી ગેરહાજરી વગર 

  જીવન જીવવાની પ્રેરણા પણ નાં જ હોય ને !!!


  સ્કૂલમાં તો ગેરહાજર રહેતા જ્યારે ,

 બીજા દિવસે લેસન ખૂબ કરવું પડતું ..


 લગ્ન જીવન માં ગેરહાજરી ને કોઈ સ્થાન જ નથી ..

  વિદાય વેળાએ  ભાઈની ગેરહાજરી માં..

  પ્રસંગ શોભતો નથી ...

  

  ગેરહાજરી ક્યાંય પણ , કોઈની પણ હોય ...

  શૂન્યાવકાશ  પાથરી દે છે ....


  સુખી સંસારમાં કરતા કિલ્લોલ એવા બાળકો

     પરણ્યા પછી થઈ જાય નોખા 


  બાળકોની ગેરહાજરી નો ડંખ લાગ્યા કરે અને , 

     યાદ આવે એમની મસ્તી અને માર ખાવા નો ડર...


   પિતા ની હાજરીથી ડર થઈ જાય ગાયબ અને..

      પ્રેમનો અહેસાસ કરાવતા દિવસો


   ખાલી ખાલી ધરમાં પગલાંની ગેરહાજરી..

       ભૂલકાંની ચિચયારી અને ખુલીને હસતો ચહેરો...


   ડરનો અનુભવ કરાવતી ગેરહાજરી , 

        કરાવશો નહિ કદી માં બાપ ને....


                      છાયા ખત્રી , યાત્રી , ઓસ્ટ્રેલિયા...

  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ