વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમનો રંગ

*પ્રેમનો રંગ* ૨૫-૬-૨૦૨૩


લાગણીઓ નો ઉભરો આવે
એ બની જાય પ્રેમનો રંગ
બાકી પ્રેમને રંગ ક્યાં છે?
છતાંયે સૌ પ્રેમમાં રંગાઈ જાય છે.

પ્રમની કોઈ વ્યાખ્યા હોતી નથી,
એ તો હ્રદયનું પરિબળ છે
ભાવના ભર્યા ભાવ છે
એ થકી દુનિયા રંગબેરંગી બને છે.

પ્રેમનો રંગ કે પ્રેમની ઋતુ નથી,
છતાંયે સૌ પ્રેમમાં પાગલ બને છે
કોઈ પ્રેમને હાંસિલ કરે છે
તો ક્યાંક પ્રેમ બલિ ચઢી જાય છે.

પ્રેમનાં રંગના લક્ષણો મળ્યા નથી
પણ પ્રેમમાં આંધળા બની જાય છે
પ્રેમ ક્યાંક તાકાત બની જાય છે
તો ક્યાંક કાયર બની રહે છે.

પ્રેમનો રંગ તો જોવામાં આવ્યો નથી,
પણ પ્રેમમાં રંગાયેલા જોયાં છે
જેને દુનિયાદારીની પડી હોય નહીં
જેને પ્રેમ પ્રેમ ને પ્રેમ એ જ જીવન છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ