વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કંઈક

*કંઈક* ૨૬-૬-૨૦૨૩


ઉંડે ઉંડે કંઈક ખૂંચે છે,

છતાંયે કશું કળી શકાતું નથી.


ઘણું બધું કહી દેવું છે,

પણ શબ્દોના સથવારા મળતા નથી.


દૂર દૂર નજર શૂન્યમાં તાકે છે, પણ,

મનગમતો ચેહરો ક્યાંયે દેખાતો નથી.


મનમાં કંઈક ભણકારાઓ વાગે છે,

છતાં મનગમતો પગરવ સંભળાતો નથી.


ભાવના હવે ભાવ ક્યાં દેખાય છે,

છતાંયે લાગણીની ઝંખના વર્તાય છે.

*કોપી આરક્ષિત* *©*

*ભાવના ભટ્ટ અમદાવાદ*

➖〰️➖〰️➖〰️➖〰️➖

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ