વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાટી, સ્લેટ

*પાટી, સ્લેટ* ૨૭-૬-૨૦૨૩


એ સોનેરી બાળપણનાં દિવસો હતાં,
થેલીમાં પાટી પેન લઈને જતાં હતાં.

પાટીમાં એકડો ઘૂંટીને શીખ્યા હતાં,
પાટી પછી નોટબૂક માં શીખ્યાં હતાં.

પાટી,સ્લેટ, નોટબુક થકી ભણ્યા હતાં,
ભાવના કેવાં મજાનાં એ દિવસો હતાં.

એ ભણતર ની મજા કંઇ અલગ હતી,
પાટી  ભણતરનું પહેલું પગથિયું હતી.

પાટી,સ્લેટ નો પણ એક જમાનો હતો,
એ શિક્ષકોની આજ્ઞા નો જમાનો હતો.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ