વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાન લીલું જોયુને તમે યાદ આવ્યા

પાન લીલું જોયુને તમે યાદ આવ્યાં


થોડી લજ્જાતી થોડી અચકાતી,

વાલમની યાદ જોને કેવી શરમાતી..

નાના ઝરણામાંથી સરિતા બની વહેતી,

વાલમની યાદ જોને કેવી શરમાતી..


ઉજ્જડ ઉપવનમાં વસંત બની ખીલતી,

વાલમની યાદ જોને કેવી શરમાતી..

એકબીજાનો સદાય આદર શીખવતી,

વાલમની યાદ જોને કેવી શરમાતી..


ખટમીઠાં સપનાઓ આંખોમાં દેખાડતી,

વાલમની યાદ જોને કેવી શરમાતી..

ડગલેને, પગલે સહારો થૈ બચાવતી,

વાલમની યાદ જોને કેવી શરમાતી..


અષાડી આભે ચડી વાદળી થૈ વરહતી,

વાલમની યાદ જોને કેવી શરમાતી..

છલક ઉછળે પાણીડાં,ભીનાં હૈયે વલખાતી,

વાલમની યાદ જોને કેવી શરમાતી..

પાન લીલું જોયુને તમે યાદ આવ્યાં...!


જયંતિલાલ વાઘેલા (એકાંત)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ