વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નહિ જડે કદીયે જનનીની જોડ



         " નહિ જડે કદીયે જનનીની જોડ "


મારી વ્હાલી મમ્મી, શું લખવું તમારા માટે...

અશક્ય છે...

તમારા અનહદ પ્રેમને શબ્દોમાં કંડારવા...

નથી રહી શકિત મારામાં...

તમારા ઉપકારોને ગણવાની...

વસે જ છે ભગવાન બધે...

પણ આ ધરા પર...

મારા માટે મમ્મી તમે જ ભગવાન હતા...

સાચે મારી વ્હાલી મમ્મી...

લાવી મને આ સુંદર દુનિયામાં...

અત્યાર સુધી અપાર હેત વરસાવ્યું...

કર્યું સુંદર, સારા સંસ્કારોનું સિંચન...

કર્યું મારું જીવન ઉજાગર તમે...

કદી આવે પરિવાર પર નાનું, મોટું દુઃખ...

ત્યારે એકલી ઝઝુમી ટાળ્યા સૌ દુઃખ...

માં ત્યારે મે જોઈ હતી તને એકલી રડતા...

કેમ રે વિસરાય મમ્મી એ યાદો...

સામાન્ય સ્થિતિમાં...

અમો પાંચેય ભાંડરડાઓને...

ભણાવી, ગણાવી આપ્યા...

સદાય આપી ખાનદાની જીવન જીવવાની શીખ...

સાથે સમજદારી ભર્યા સંસ્કારોનું...

સિંચન કરી ભાથું બાંધ્યું મારા જીવનનું...

બાંધ્યા આપણાં પરિવારને એક તાંતણે...

મારી વ્હાલી મમ્મી, તમે આપેલો આ...

અમૂલ્ય વારસો, સદાય રહેશે...

અમો પાંચેય ભાઈ, બહેનોમાં...

રહેશે તમારું સ્મરણ અમારા પાંચેયના હૃદયમાં...

અચાનક અમારી વચ્ચેથી...

વિદાય લઈ સિધાવ્યા હરિધામમાં...

આપના દિવ્ય આત્માને...

સ્વામિનારાયણ ભગવાન...

શાંતિ અર્પે એ જ પ્રાર્થના...

સાચે મારી મા, તું દુનિયાની બેસ્ટ માં હતી...


" તમારી જ વ્હાલી દીકરી ભુમિ "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ