વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખુશી

ખુશી



નથી મળતી જ્યાં સુધી ખુશી

ત્યાં સુધી છે ગમગીની!


ખુશી કાંઈ બજારમાં નથી મળતી

ખુશી છે અંતરની લાગણી 


ખુશીની દુકાન નથી જોઈ

ખુશી તો આપવાથી વધી


એકલા એકલા ખુશી ના માણજો

ખુશી આપવાથી વધશે ખુશી


નથી મળતી જ્યાં સુધી ખુશી

ત્યાં સુધી લાગે છે ઉદાસી


આનંદથી રહેવું, મોજમાં રહેવું

ખુશીની વાતો કહેતા ના અટકવી


એક ખુશી આવે જ્યારે જીવનમાં

 ખુશી  મળતા બીજી મળે છે ખુશી

 

ના થશો નિરાશ જીવનમાં

દરેકના જીવનમાં મળે છે ખુશી 

- કૌશિક દવે 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ