વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વ્યથા

વ્યથા મારી જાણવા મને  પૂછો કે ના પૂછો,

મારી હાલત સમજી જશો પૂછો કે ના પૂછો;


આગ લાગી છે દિલમાં ઓલવાય ના એવી,

ફરું છું ઓલવનાર ગોતતો પૂછો કે ના પૂછો;


લાગે ભલે મસ્ત ભરમ કે હોય ભલે સચ્ચાઈ,

જીવું કાયમ ભરમમાં રહીને પૂછો કે ના પૂછો;


દુઃખ, દરદ, પીડાં, જખમ, શું છે જાણો છો?

કરું છું કાયમ હું ભટકારો પૂછો કે ના પૂછો ;


સુખ, શાંતિ, આરામ કેવો હોય એ જણાવશો?

મારે'ને એને તારો છે સામો પૂછો કે ના પૂછો..!!


- પંકજ ગોસ્વામી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ