વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મજાની વાત છે!

ખુદને ચાહવાની પ્રક્રિયા પણ મજાની છે,
ક્યારેક બધાની ખુશી ભૂલીને,
આપણી ખુશીનું વિચારીને, ખુદને ખુશ રાખવી,
એ પણ મજાની વાત છે,
રોજની બોરિંગ ઓફિસ મીટિંગમાથી બહાર નીકળીને,
ક્યારેક પોતાનું ગમતું કરવું એ પણ મજાની વાત છે,
કાર, મનગમતા ગીતોનું પ્લે લિસ્ટ અને લોંગ ડ્રાઇવ,
એ જો પરફેક્ટ સરનામું હોય ખુદને આનંદ આપવાનું,
તો મજાની વાત છે,
રોજ રાત્રે એક ખુણામાં, કોઈ ઓશીકા પર રડતા રડતા સૂઈ જવા કરતા,
એક સવારે બધા દુઃખ ભૂલીને, બધી તકલીફો ભૂલીને ઉઠી શકો,
તો મજાની વાત છે!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ