વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અણધારી રાત

શ્રાવણ મહિનો પોતાની પવિત્રતા અને શિવ ઉપાસના માંટે જગવિખ્યાત છે.શ્રાવણ માસમાં દરેક ભાવિક ભક્તો પોતાનાં આરાધ્ય દેવ મહાદેવની ભક્તિમાં લવલીન થાય છે.શ્રાવણ માસમાં વર્ષાઋતુ પણ પોતાનું મન મુકીને વરસે છે.પ્રેમભીના હૈયામાં ઉન્માદ ભરીને પ્રેમીઓને પુરબહારમાં ખીલવાની અનેરી મૌસમ અર્પણ કરે છે.પ્રેમીઓ પણ પોતાની પ્રેમિકાને મનાવવાની પુરી કોશિષ કરે છે.વરસાદની આ અલબેલી મૌસમમાં કામદેવ પણ પ્રેમીઓ ઉપર કઈક વધુ મહેરબાન લાગે છે.


એવું જ એક પ્રેમમાં તરબોળ યુવાન જોડકું રાત્રે લગભગ બે વાગ્યે પોતપોતાનાં ઘેરથી ચુપચાપ રફુચક્કર થઈ ગયું.અવની પોતાની બેગ પહેલાંથીજ ભરીને તૈયાર હતી.મમ્મી પપ્પાને સૂતાં મુકીને અવની બેગ લઈને ઘરનો દરવાજો ધીરેથી ખોલીને ચુપચાપ રફુચક્કર થઈ ગઈ.એનાં ઘરથી થોડે દૂર મેઈન રોડ પર સાગર પોતાની વૈભવી કાર લઈને પોતાનાં પાંચ મિત્રો અભય,સલમાન,આકાશ,પ્રવિણ અને નંદુ સાથે પોતાની કારમાં અવનીની રાહ જોઈને બેઠો હતો.


સામેથી અવની આવતી દેખાઈ તેથી સલમાને કહ્યું;એ 'લુક અવની ઈઝ કમિંગ'સલમાને કારને શરૂ કરી,દરવાજો ખોલીને અવની ગાડીમાં બેસી ગઈ.સલમાને ગાડીને દોડાવી દીધી.રાતનાં અંધકારમાં અવની એનો બોયફ્રેન્ડ સાગર અને એનાં કોલેજનાં મિત્રો સાત વ્યક્તિઓ ક્યાં ઓગળી ગયાં કોઈને એની જાણ ના થઈ.અવની સાગરને પાછલાં ત્રણ વર્ષથી એટલેકે કોલેજનાં પ્રથમ વર્ષોથી જ એનાં પ્રેમમાં હતી. 


 અવનીના પપ્પા શહેરનાં સૌથી મોટો ડોન હતાં,શહેરમાં એને હરકોઈ ભૈરવ ડોન તરીકે ઓળખાતા હતાં.અવનીની મમ્મી અંજલીબેન પણ ખુબ ઉંચા પરિવારમાંથી આવતી હતી. અવનીનો ભાઈ ઋતુરાજ ખુબ ગુસ્સેલ અને હિંસક વૃત્તિનો વ્યક્તિ છે.અવનીનાં મામા એક સમયે અંડરવર્લ્ડમાં નામચીન ગુંડાઓમા ગણના થતી,જેઓ અત્યારે રાજનીતિમાં ઊચું કદ ધરાવે છે.જેના એક ઈશારે સરકાર બદલાઈ જાય એવો એનો મોભો છે.રાજનીતિમાં એમને ઉદિતરાજ ઉર્ફે નેતાજી તરીકે ઓળખાય છે. 


સવાર પડતાં અંજલીબેન ઉઠીને નિત્યક્રમ પતાવી રસોડામાં આવ્યાં.અવનીને હંમેશા નાસ્તો બનાવ્યાં બાદજ જગાડતા હતાં.થોડી વારમાં અંજલીબેન ઘરનાં સભ્યો માટે ચા નાસ્તો બનાવી અવનીનાં બેડરૂમમાં આવ્યાં.અવની એનાં બેડ પર દેખાણી નહીં.બાથરૂમમાં જોયું ત્યાં પણ નહોતી, અચાનક અંજલીબેનની નજર ટેબલ પર પડેલી એક ચીઠ્ઠી પર પડી,ચીઠ્ઠી ખોલીને વાંચી તો અંજલીબેનની રાડ ફાટી ગઈ. 


 મમ્મીની આટલી ચીખતાં સાંભળીને ઋતુરાજ હાફળો ફાફળો જાગીને પોતાનાં ઓશીકા નીચે રાખેલી રીવોલ્વોર લઈને અવનીનાં બેડરૂમ તરફ ધસી આવ્યો.મમ્મી શું થયું  ? કેમ આટલી બધી ચીસો પાડે છે.એની મમ્મીએ ચીઠ્ઠી ઋતુરાજનાં હાથમાં આપી.ચીઠ્ઠી વાંચતા ઋતુરાજની આંખોમાં ખુન ઉતરી આવ્યું.એટલામાં એનાં પપ્પા પણ આવી ગયાં.ઋતુરાજે પપ્પાને વાત કરી અવની કોઈની સાથે ભાગી ગઈ છે. 


  શહેરમાં ઉંચા રૂતબો ધરાવતો અને કહેવાતો ડોન ભૈરવને જાણે સાંપ સુંઘી ગયો.કાપો તોય લોહી નીકળે નહીં એવી હાલત થઈ ગઈ.થોડીવાર માથું ધુણાવ્યા બાદ હાથમાં ફોન લઈને શહેરનાં પોલીસ કમિશનર વિજય રાઠોડને ફોન લગાડી પોતાનાં ઘેર બોલાવ્યાં.કમિશનર રાઠોડની સાથે ખુબ સારી મિત્રતા હોવાથી થોડી જ વારમાં કમિશનર રાઠોડ ભૈરવના ઘેર આવી પહોંચ્યાં.


  ઘરમાં જાણે માતમ હાવી થઈ ગયું,કમિશનર રાઠોડ આવીને પુછ્યું,શું થયું  ?  આટલી બધી ચિંતા શેની છે  ? બધાનાં ચહેરાની રેખાઓ કેમ બદલાઈ ગઈ છે  ? 


સર... મારી દીકરીને સાગર નામનો છોકરો એની સાથે લઈને ભાગી ગયો છે.પરંતુ આ વાતની કોઈને ખબર પડવી ના જોઈએ;નહિતર અમારી આબરૂનાં ચીથરાં ઉડી જશે,શહેરમાં આટલાં વર્ષોમાં બનાવેલી ઈઝ્ઝત માથે પાણી ફરી જશે.રાઠોડ સર... કોઈ પણ ભોગે આજ સાંજ પહેલાં મારી દીકરીને ઘરભેગી કરી આપો.પૈસાની પરવા કરશો નહીં.પાંચ દસ કરોડ રૂપિયા ભલે થાય તમારી બધી સરકારી સીસ્ટમને કામે વળગાડીને મને તાત્કાલિક જવાબ આપો.અમે પણ અમારી કોશિષ કરીએ છીએ ભૈરવે ગુસ્સામાં જણાવ્યું... 


કમિશનર રાઠોડે કહ્યું;તમે લોકો આવેશમાં આવીને કોઈ ગલત પગલું ભરશો નહીં,હું મારી બનતી મહેનત કરીને અવનીને ઘેર પાછી લાવવાની કોશિષ જરૂર કરીશ.રાઠોડ સાહેબે પોતાની ઓફિસ આવીને પોતાની એક ટીમને બોલાવી સઘળી વાત કરી અને બહું હોશિયારી પુર્વક કામ કરવા અનુરોધ કર્યો.જ્યાં સુધી છોકરી મળે નહીં ત્યાં સુધી શહેરમાં કોઈને જાણ ના થાય એની તકેદારી રાખવાનું પણ જણાવ્યું.


રાઠોડ સરની ટીમમાં બે જાંબાઝ પી.એસ.આઈ. રતનસિંહ અને ભારત સિંહ તથા પાંચ અન્ય પોલીસ અધિકારીઓ નિયુકત કર્યા.એમણે સમય બર્બાદ કર્યા વગર પોતપોતાનું કામ શરૂ કરી દીધું.સૌપ્રથમ અવનીનાં ઘરની આગળ મેઈન રોડનાં સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી.રાત્રિના ફુટેજ ચેક કરતાં અવની પોતાનાં હાથમાં બેગ લઈને નજરે પડી.આગળ જતાં રોડ પર ઉભેલી લકઝરી ગાડીમાં બેસતી દેખાઈ, ગાડીમાં કોઈના ચહેરા સાફસાફ દેખાતાં નહોતાં.પરંતુ ગાડીનાં નંબર ઉપરથી ખબર પડી કે ગાડી સાગરનાં પપ્પા મહેશભાઈ બીલ્ડરની હતી.


પોલીસે શહેરની બહાર સુધી લાગેલાં સીસીટીવી કેમેરાની તપાસ કરતાં ગાડી શહેરની બહાર મોટાં સર્કલને ફેરવીને વડોદરા તરફ જતી નજરે પડી; એક એક ટોલનાકે સીસીટીવી ચેક કર્યા.સવારથી બપોર સુધી ગાડીનો કેમેરાની આંખે પીછો કર્યો;પરંતુ હવે એમની ગાડી પહાડી વિસ્તારમાં પ્રવેશ કરી ચુકી હતી.ત્યાં સીસીટીવી કેમેરા ના હોવાથી ગાડી અચાનક ગાયબ થઈ ચૂકી હતી.વહેલી સવારથી લઈને બીજા રાજ્યમાં પ્રવેશ સુધીનો તમામ રેકોર્ડ રતનસિંહે રાઠોડ સાહેબને આપ્યો.


આ તરફ ડોન ભૈરવ અને એનો ઉદ્ધત છોકરો ઋતુરાજ પોતાનાં માણસો સાથે લઈને હથિયારો ગાડીમાં નાખીને ચારેબાજુ આડેધડ શોધખોળ શરૂ કરી,એટલામાં ઋતુરાજનાં ફોનમાં રઠોડ સાહેબનો ફોન આવ્યો.


"હેલ્લો ઋતુરાજ "

યસ.. સરર.. 


અવની મહેશભાઈ બીલ્ડરની ગાડીમાં ભાગી છે એનો મતલબ એવો છેકે એનો છોકરો સાગર કદાચ એની સાથે ગયો હોય  ?  અમે એના પપ્પા મહેશભાઈને બોલાવ્યાં છે.આગળ પુછપરછ પછી જ ખબર પડશે. 


ઓકે સર... થેન્ક્સ... ઋતુરાજે ફોન કટ કરીને પોતાની ગાડીઓને પાછી  ફેરવી.હજી તો પોલીસ મહેશભાઈ પાસે પહોંચે એ પહેલાં ઋતુરાજે એનાં માણસોને મોકલીને મહેશ બીલ્ડરને એની પત્ની સહિત એનાં ઘેરથી ઉઠાવી લીધાં.અને પોતાનાં ફાર્મહાઉસમાં કેદ કરી લીધાં.થોડી વારમાં ઋતુરાજ પણ એનાં માણસો સાથે ફાર્મહાઉસમાં પહોંચી ગયો.અહીં મહેશ બીલ્ડરની દિકરી હેમાલીએ પોતાનાં મમ્મી પપ્પાની કિડનેપ થયાની ફરિયાદ દાખલ કરી દીધી. 


હેમાલી શહેરમાં ખુબ જાણીતી પત્રકાર હતી,નેશનલ ટીવીની આ પત્રકાર હેમાલીથી એક અનૈતિક કામ કરવા વાળી લોબી ખુબ ડરતી હતી.એક નીડર અને બાહોશ પત્રકાર તરીકે ખુબ પ્રખ્યાત હતી.એનાં મમ્મી પપ્પાની કિડનેપ થયાની ફરિયાદ વાયુવેગે આખા દેશમાં ન્યુઝ ચેનલોમાં વાઈરલ થઈ ગઈ. પોલીસ ખુબ અવઢવમાં પડી ગઈ.પરંતુ ભૈરવ સાથે કમિશનર રાઠોડના સંબંધોની બધાને જાણ હતી.હંમેશા દરેક ફંક્શનમાં રાઠોડ સાહેબ અને ભૈરવ એક સાથે જ જોવા મળતાં હતાં. 


આખા શહેરમાં અસંખ્ય ગાડીઓ હડીયાપાટી કરવા લાગી હતી.એક તરફ વરસાદ પણ પોતાની માઝા મુકીને અનરાધાર વરસતો હતો.બીજી બાજુ હેમાલીને એનાં ભાઈ સાગરે અવનીને ભગાડી જવાની વાત કરી હતી.એણે આગળ આવનાર મુશ્કેલીઓ માટે પણ સાગરને સતેજ કર્યો હતો.પરંતુ સાગર અને અવની બેસુમાર પ્રેમનાં બંધનમાં બંધાઈ ચુક્યાં હતાં.એમને મોત મંજૂર હતું પરંતુ એકબીજાથી અલગ રહેવું ખુબ મુશ્કેલ બની ગયું હતું.એટલેજ આવડો મોટો નિર્ણય કર્યો હતો.


ભૈરવ અને એનો પરિવાર પોતાની દીકરી કોઈની સાથે ભાગી ગઈ છે એવી વાત શહેરનાં લોકોથી છુપાવવા માગતો હતો.પરંતુ હેમાલીએ એમની આશા ઉપર પાણી ફેરવી નાખ્યું.નેશનલ ટીવીની રીપોટર હેમાલીએ ન્યુઝમાં જાહેરાત કરી દીધી.એનાં મા બાપને કોણે કિડનેપ કર્યા છે એનું નામ પણ જાહેર કરી નાખ્યું.એટલું ઓછું હોય એમ ડોન ભૈરવની દીકરી અવની અને પોતાનો ભાઈ સાગર એકબીજાને પ્રેમ કરતાં હોવાથી અવનીનો પરિવાર લગ્નની મંજુરી આપશે નહીં એવા હેતુથી નાસી ગયાં હોવાનું પણ જણાવી દીધું. 


તમાંમ ન્યુઝ ચેનલ પર એકજ ન્યુઝ વાઈરલ થઈ છે.પોલીસ કમિશનર રાઠોડ ભૈરવની તરફદારી કરે છે એવા સમાચાર પણ વાયુની જેમ પ્રસરી ગયાં.હેમાલીની વગ પણ દીલ્હી સુધી હતી.એણે પણ એડી ચોટીનું જોર લગાવી દીધું.કમિશનર રાઠોડ ઉપર દીલ્હીથી ખુબ પ્રેસર આવ્યું.તાત્કાલિક ધોરણે બીલ્ડર મહેશભાઈ અને એની પત્નીની ખોજ કરીને છોડાવવામાં આવે નહિતર કમિશનર રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવશે.રાઠોડે ઈમરજન્સી બેઠક બોલાવી અને પી.એસ.આઈ.રતનસિંહને કહ્યું,તમે તાત્કાલિક ઋતુરાજનાં ફાર્મહાઉસમાં પહોંચીને મહેશભાઈ એની પત્ની છોડાવી લાવો. 


રતનસિંહ મારતી ગાડીએ ઋતુરાજનાં ફાર્મહાઉસમાં પહોંચી ગયાં.ત્યાં મહેશભાઈ એની પત્નીને ખુરશીમાં દોરડાં વડે બાંધી રાખીને હાથમાં ઠંડો લઈને મારવાની તૈયારી કરતાં હતાં.એવામાં રતનસિંહે ઋતુરાજને બોલાવી મહેશભાઈ એની પત્નીને છોડાવી લીધાં.પોલીસ સ્ટેશનમાં આવીને મહેશભાઈ પાસેથી બધી વીગતો જાણીને ના છુટકે પણ ભૈરવ એનાં દિકરો ઋતુરાજ અને એનાં માણસો ઉપર અપહરણ અને જાનથી મારી નાખવાની ફરિયાદ દાખલ કરી


ન્યુઝ ચેનલ પર સમાચાર સાંભળીને ઋતુરાજનાં મામા ઉદિતરાજનો ફોન ઋતુરાજનાં ફોન પર આવ્યો.ઋતુરાજને બહું ગુસ્સે થયાં.ઘરમાં આવડી મોટી આફત આવી છે અને તે હજી સુધી મને ફોન પણ કર્યો નહીં  ? કોણ છે જેનું મોત આવ્યું છે.એનાં આખા પરિવારને ખતમ કરી નાખો.હું આગળ બધું સંભાળી લઈશ.મને એ છોકરાનો ફોટો મોકલ બસ ગણતરીની મીનીટોમાં હું બધું ઠીક કરી નાખીશ.તારાં પપ્પાને કહેજે ચિંતા ના કરે...! 


અહીં પોલીસ ઉપર ખુબ પ્રેસર આવ્યું,એમણે મહેશભાઈની ફરિયાદ થકી ભૈરવ એનાં દિકરા વિરુદ્ધ એક્શન લેવી પડે તેમ છે.પરંતુ પોલીસ સાથે ગાઢ સંબંધ હોવાથી ઋતુરાજને એક પોલીસ અધિકારીનો ફોન આવ્યો,ને તરતજ ઋતુરાજ એનાં પપ્પા ભૈરવને લઈને નાસી ગયાં.એક તરફ દિકરીએ પોતાનાં પરિવારનું મોં કાળું કરી નાખ્યાંની ચિંતા કાળ બનીને બાપ દીકરાને મણિધર નાગની જેમ ડંખી રહી છે.બીજી તરફ આટલાં વર્ષોમાં પહેલી વાર કોઈએ એનાં વિરુદ્ધ ફરિયાદ કરી એની વેદનાથી રોમેરોમમાં પીડા ઉપડી છે. 


વહેલી સવારે અચાનક કોઈ અજાણી વ્યક્તિનો પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો.વરસતાં વરસાદમાં પોલીસની ગાડીઓ ધડાધડ દોડવાં લાગી.વહેલી સવારે પોલીસની ગાડીઓની સાયરનથી લોકોનાં હૃદયમાં ઝણઝણાટી થઈ અને વાતો વહેતી થઈ.પોલીસ અજાણી વ્યક્તિએ કરેલાં ફોનમાં બતાવેલી જગ્યાએ પોલીસ પહોંચી.વરસાદથી બચવા પોલીસે છત્રી અને રેઈનકોટનો સહારો લીધો હતો.


એક છોકરીની લાશ ઉંધી પડી છે શરીર ઉપરથી સાડી નીકળી ગઈ છે.અર્ધનગ્ન હાલતમાં એક અત્યંત સ્વરૂપવાન નવયુવાન છોકરીની લાશ જોઈને પોલીસ ચોંકી ઉઠી.પંચનામુ કરીને લાશને ઓળખવા માટે પકડીને ફેરવી જોયું'તો એ ટીવી પત્રકાર હેમાલીની લાશ હતી.મોડી રાત્રે કોઈ અજાણ્યાં શખ્સે હેમાલીને ગળું કાપીને મારીને ફેકી દીધી હતી.પોલીસે અજાણી વ્યક્તિનું બયાન લઈને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.


એક બાજું અનરાધાર વરસાદ પડે છે બીજી તરફ શહેરમાં ઘણાં સમય પછી ક્રાઈમ શરું થયો છે.પી.એસ.આઈ. રતનસિંહે કમિશનર રાઠોડ સરને વહેલી સવારે ફોન કરીને જણાવ્યું;સર... ટીવી પત્રકાર હેમાલીનું મર્ડર થયાની જાણકારી આપી.જોતજોતામાં વાત ફેલાઈ ગઈ પોલીસે મહેશભાઈને એની દીકરીની હત્યા થયાની જાણ કરી... મહેશભાઈ એની પત્ની ખુબ આક્રંદ કરે છે.પોતાની દીકરીને ભૈરવ ડોન તથા એનાં નરાધમ છોકરાં ઋતુરાજે જ હત્યા કરી છે એવી ફરિયાદ પણ નોંધાવી...! 


રાઠોડ સાહેબ પણ વરસતાં વરસાદમાં આવી ગયાં.વાત બહું ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું.પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી,સીસીટીવી ચેક કરી તો રાત્રે કોઈ અજાણી વ્યક્તિ રેઈનકોટ પહેરીને ગાડીમાંથી હેમાલીનું ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરીને હેમાલીને ત્યાં ફેકીને ભાગી છુટ્યો.રાઠોડ સાહેબે રતનસિંહને કહ્યું,મેં ભૈરવ અને એનાં દીકરાને ફોન કર્યો પણ એમનાં દરેકનો ફોન બંધ આવે છે.મને લાગે છે હત્યા એમણે જ કરી હશે.


વાતને એક અઠવાડિયું પસાર થઇ ગયું,પોલીસને હજી સુધી કોઈ મહત્વની કડી મળી નહોતી.અવની ક્યાં હશે એનો બોયફ્રેન્ડ સાગર એનાં મિત્રોનો કોઈ જ પત્તો મળ્યો નહોતો. પોલીસ ઉપર જબરું દબાણ આવી ગયું હતું.પોલીસ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અનુસાર બીજા રાજ્યના સીમાડાઓ ખુંદી રહી છે.એટલામાં પોલીસને બીજાં રાજ્યના પોલીસ અધિકારીનો ફોન આવ્યો.એમણે જણાવ્યું; કે કોઈ અજાણ્યાં ત્રણ વ્યક્તિઓની લાશ અમને મળી છે. અમને શંકા છે આ તમે દર્શાવેલ નામ અને ફોટો આધારે ભાગી ગયેલી છોકરીનાં મિત્રો હોય એવું લાગે છે. 


પી. એસ. આઈ. રતનસિંહ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચી ગયાં.જોયું;તો અવની સાથે ભાંગેલા આ એજ મિત્રો હતાં.જેમની પણ હત્યા થઈ હતી.એમાં સલમાન,અભય અને આકાશની લાશો હતી.પોલીસને હવે એટલું તો જાણવામાં સફળતા મળી કે અવની એનાં મિત્રો સાથે અહીં કહી છુપાયેલી છે.પોલીસે લાશોને પોસ્ટમોર્ટમમાં મોકલ્યાં બાદ એમનાં સંબંધિત વ્યક્તિને સોંપી દીધી.શહેરમાં ચાર નવયુવાનોની હત્યાથી માહોલ ખુબ ગરમ થઈ ગયો હતો.


પબ્લિક પોલીસ વિરુદ્ધ સરઘસ કાઢીને હત્યારાઓને છાવરવામાં આવી રહ્યાં છે એવો આરોપ પોલીસ ઉપર લગાડ્યો.પોલીસની ખુબ બદનામી થઈ છે.એક પત્રકારની હત્યાએ આખા દેશમાં કેન્ડલ માર્ચ કાઢીને સુત્રોચ્ચાર કરીને સરકાર વિરુદ્ધ ખુબ નારેબાજી કરી,રાજનેતાઓનુ ખુબ દબાણ પોલીસ ઉપર આવ્યું,અંતે સરકારે પોલીસ અધિકારી રાઠોડને સસ્પેન્ડ કરી નાખવાની ફરજ પડી.એની જગ્યાએ નવાં પોલીસ અધિક્ષક પ્રતાપ શેખાવતને નિયુકત કરવામાં આવ્યાં. 


સમય બર્બાદ કર્યા વિના શેખાવતે પોતાની અલગ અલગ ટીમને કામે વળગાડી દીધી.સૌ પ્રથમ શેખાવતે ભૈરવની પત્ની અને એનાં ઘરનાં નોકરને બોલાવીને પુછપરછ શરૂ કરી,અંજલીબેને કહ્યું;સર મારી દીકરીને ભગાડી ગયો છે એની તપાસ કરવાને બદલે તમે અમારી પુછતાછ કરો છો  ? તમને શરમ આવવી જોઈએ આજે મારી દીકરી ઘેરથી ભાગી એને દસ દિવસ પુરા થયાં.હજુ સુધી એ ક્યાં છે એની તમને જાણ નથી અને અમારી પાછળ પડી ગયાં છો ? મારાં પતિ અને પુત્ર ઉપર હત્યાનો ગુનો નોંધી એને ભાગવા માટે મજબૂર કર્યા છે. 


ખુબ તપાસ કરી પરંતુ ત્યાંથી ભૈરવ અને ઋતુરાજની કોઈ જાણકારી મળી નહીં.એટલામાં અંજલીબેનના નોકર નાં ફોનમાં કોઈનો ફોન આવ્યો;એણે શેખાવતને સરને કહ્યું,એક મિનિટ કહીને ઓફિસ બહાર જવાની કોશિષ કરતાં શેખાવત સરે એને જતાં રોક્યો અને અહીં મારી સામે વાત કરવાનું જણાવ્યું;પચ્ચીસ વર્ષનો નોકર ભાનુ ત્યાં જ વાત કરવા મજબુર બન્યો.સામેથી કોઈ બોલી રહ્યું હતું.ભાનું તું માલિકીનું ધ્યાન રાખજે અને સવારે તને કહું તે જગ્યાએ પહોંચી જજે તારું કામ થઈ ગયું છે.


શેખાવત સરે ભાનુંને પેટમાં એકજ પાટું મારીને સામેની દીવાલ સાથે ભટકાડ્યો;ભાનુંને થોડી વારે કળ વળી... એની ગરદન પકડીને શેખાવત અંદર ટોર્ચર રુમમાં લાવ્યાં.ખુબ માર્યો કોનો ફોન હતો  ?  તારો માલિક એનો છોકરો ક્યાં છે  ? પત્રકાર હેમાલીની હત્યા કોણે કરી  ? બીજા ત્રણ યુવાનોની હત્યા કોણે કરી  ? જલદી મોઢું ખોલી જવાબ આપ...


ભાનુ જાણે રીઢો ગુનેગાર હોય તેમ આટલાં મારની એની ઉપર કોઈ અસર ના થઈ.ખડખડાટ હસી પડ્યો,શેખાવત સરને ભાનું પર વધારે શંકા પડી.બીજા કૃર પોલીસ દ્વારા ખુબ મારવામાં આવ્યો.પરંતુ એ સતત હસતો જ રહ્યો.પોલીસ મારીને પણ થાકી ગઈ.એટલામાં રતનસિંહનો ફોન શેખાવત સરનાં ફોનમાં આવ્યો. 


સર... પી. એસ. આઈ. રતનસિંહ જય હીંદ સર... 


જય હીંદ... શેખાવત... બોલ રતનસિંહ શું સમાચાર છે  ? 


સર... આજે બીજા બે છોકરાઓ જે અવની સાથે ગયાં હતાં એની પણ લાશો અમને મળી છે.સર.. બહું જ ક્રૂરતાથી હત્યા થઈ છે.સર મને લાગે છે સાગર અને અવનીની જાન પણ જોખમમાં છે.જલદીથી આપણે એક્સન લેવી પડશે;નહિતર આપણે એમને બચાવી નહિં શકીએ. 


કોઈ સૂરાગ? 


હા... સર.. અમે અહીં લોકલ ગુંડાઓને ઉઠાવી લીધાં છે.એમની રીમાન્ડ દરમ્યાન જાણવા મળ્યું છે કોઈ મોટાં કદનાં નેતાએ આ બધાની સોપારી આપી હતી.અને એ ગુંડાઓએ જ હત્યા કરી છે એવું કબુલ પણ કરી લીધું છે.પરંતુ પત્રકાર હેમાલીની હત્યા એમણે નથી કરી એની પાછળ કોઈ બીજાનો હાથ હોય શકે.

એક મિનિટ ફોન શરૂ રાખજો મારાં ફોનમાં કોઈ અજાણ્યો ફોન આવે છે. 


"ઓકે તું વાત કરી લે હું વેઈટ કરું છું"


હેલ્લો... સર.. હું સાગર બોલું છું અવની મારી સાથે છે મારાં મિત્રો ભોજનની વ્યવસ્થા કરવા માટે ગયાં હતાં.પરંતુ કોઈ પાછાં ફર્યા નથી.નવાં સીમકાર્ડ નાખીને અત્યારે જ ફોન શરૂ કર્યો છે.તો ખબર પડી કે એ બધાની હત્યા થઈ છે.


તમે ક્યાં છો  ? મારી ઉપર ભરોસો કરવો પડશે.તમારી બંન્નેની હત્યા થઈ શકે છે.જેટલી બને તેટલું જલદી મને લોકેશન આપ હું ગુજરાત પોલીસ રતનસિંહ બોલું છું.તમને સહીસલામત ઘરે પાછા પહોચાડવા મારી ફરજ છે.


ઠીક છે સર... અમે બહું ડરી ગયાં છીએ અમારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી.


નહીં નહીં સાગર મારી ઉપર ભરોસો કરજે હું બહું જ જલદી તમને સુરક્ષિત જગ્યાએ પહોચાડી આપીશ.સાગર રતનસિંહ ને પોતાનું લોકેશન એનાં ફોનમાં આપે છે.પોતાની ટીમ સાથે રતનસિંહ જંગલનાં રસ્તે એક ટુટીફુટી કોટેજમા આવે છે.રતનસિંહ આવીને જોવે એ પહેલાં જ કોઈ આવીને અવની અને સાગરને ગોળીઓથી છલ્લી કરી નાખ્યાં હતાં. 


"ઓહ માય ગોડ" રતનસિંહની આંખોમાં પાણી આવી ગયું.આજુબાજુના વિસ્તારને બંધ કરીને પંચનામું કર્યા બાદ બંન્નેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.


શેખાવત સરને બીજા ફોનમાં શરૂ રાખીને આખી વિગત જાણ કરી,ફોન કટ કર્યો.


શેખાવત સરે ભાનું અને અંજલીબેનને જવાની  રજા આપી. પરંતુ નોકર ભાનું પર નજર રાખવાનું એક પોલીસ કોન્સ્ટેબલ ને જણાવ્યું,અવની અને સાગરની લાશ એનાં પરિવારને સોંપી,મહેશભાઈ એની પત્ની રડી રડીને પાગલ થઈ ગયાં.એનાં બંન્ને સંતાનોનું મૃત્યુ થવાથી બંન્ને પતિ પત્ની અંદરથી ટુટી ગયાં.


રતનસિંહ સાગર અને અવનીની બોડીને એનાં મા બાપને સોંપીને ભૈરવ એનાં પુત્ર ઋતુરાજની શોધખોળ શરૂ કરી,એમનાં ખબરી દ્વારા સમાચાર મળ્યાં કે એ બંન્ને એનાં મામા જે નેતાજી છે એમનાં એક ફાર્મહાઉસમાં છે.પોલીસ ટીમ સાથે રતનસિંહ એમને અરેસ્ટ કરવા નીકળી ગયાં.ઈન્વેસ્ટીગેશન કરતાં ખબર પડી કે આ બધી હત્યા પાછળ ભૈરવ એનાં પુત્રનો હાથ છે. 


 રતનસિંહ પોલીસ સાથે નેતાજીના ફાર્મહાઉસમાં પહોંચીને ભૈરવ એનાં પુત્ર ઋતુરાજને ગિરફતાર કરને પોતાનાં શહેરમાં લાવ્યાં.મામા ઉદિત એનાં રાજકીય પગને લીધે છટકી જવામાં સફળ થયાં.પોલીસે એમનાં વિરુદ્ધ મર્ડરની કલમો નોંધી ફરિયાદ દાખલ કરી.. 


પરંતુ હજી પત્રકાર હેમાલીનું મર્ડર કોણે કર્યુ હતું એની ગુથ્થી અટવાયેલી હતી.કમિશનર શેખાવત સરે હેમાલીની હત્યાની રાતનો સીસીટીવી ફૂટેજ મંગાવી ફરીથી ચેક કરવા લાગ્યાં.અચાનક એમની નજર હત્યારાની આંગળી ઉપર પડી. અને જોરથી ચીખતાં ઉભાં થયાં,યસસસસસ... આઈ ડુ ઈટ... ડ્રાઈવરને ગાડી નીકાળવા કહ્યું,પોતાની સાથે પાંચ પોલીસ જવાનો લઈને સીધાં જ ભૈરવના ઘેર આવીને એમનાં નોકર ભાનુંને ગરદનથી પકડીને પોતાની ગાડીમાં ધકેલી દીધો. 


પોલીસ સ્ટેશનમાં આવીને ભાનુંને ખુબ ડંડાવાળી કરીને પુછ્યું.. ચલ બોલવાનું શરું કરી દે... તે પત્રકાર હેમાલીની હત્યા કેમ કરી  ? 


ભાનુંએ થોડી વાર આનાકાની કરી પરંતુ જ્યારે શેખાવત સાહેબે સીસીટીવી કેમેરામાં એનાં હાથમાં પકડેલાં ચપ્પુ જેવાં હથિયારની પકડમાં એનાં હાથની આંગળી કપાયેલી પણ સાફ સાફ દેખાય છે.જે ભાનુંના હાથમાં પણ છે.ભાનું સમજી ગયો હવે છુપાવવામાં ફાયદો નથી. 


પોતાનો ગુન્હો કબુલ કરીને ભાનું એ કહ્યું,હા.. મેં જ સાગરની બહેન પત્રકાર હેમાલીનું ગળું કાપીને હત્યા કરી છે.મારાં સાહેબ ભૈરવની આબરૂના ધજાગરા એ હેમાલીએ કર્યા હતાં.મારાં સાહેબને રડતાં જોઈને હું ભાંગી પડ્યો હતો.એટલે એ જ રાત્રે હું હેમાલીનો પીછો કરતાં કરતાં એનાં ઘર તરફ જવાના રસ્તે ઊભો રહ્યો.જેવી હેમાલી ઓફિસથી આવી મેં એને રસ્તામાંથી અગવા કરીને શહેરની બહાર લઈ જતો હતો. 


રસ્તામાં એણે ખૂબ ધમપછાડા કર્યા એટલે એને ત્યાં જ નીચે ઉતારીને વરસતાં વરસાદમાં ગળું કાપીને મારી નાખી.


ભાનું વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી..... 


પોલીસ માટે આ "અણધારી રાત" નો ગુનો માથાનાં દુખાવો થયો હતો.પરંતુ કોઈ ગુનેગાર પાપ કરીને બચી શક્યો નથી. આ ગુનેગારોની હાલત પણ એવી જ થઈ બધાં જેલ હવાલે થઈ ગયાં. 

                              


                                           (  સમાપ્ત) 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ