વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કારગિલ વિજય દિવસ


કારગિલ વિજય દિવસ


માભોમની રક્ષા કાજે,

વતનની માટીનું ઋણ ફેડવા,

અઢી અક્ષરના યુધ્ધ કાજે,

અઢી મહિના એ ઝઝૂમ્યા.


ભારતના સ્વર્ગીય પ્રદેશે,

કારગિલની નિયંત્રણરેખાએ,

'ઓપરેશન વિજય' ફતેહ કરવા,

વીસ હજાર સપૂતો ઉમટ્યા.


સફેદ સાગરના કોડનેમ સંગે,

ઉત્તુંગ શિખરો મધ્યે,

વિષમ ઠંડીને માત આપી,

ઘૂસણખોરોને ખદેડ્યા.


માભોમ માટે સમર્પિત જીવન,

વીર જવાનોના લોહી સિંચને,

શહીદોની વીરતા સંગે,

કારગિલ વિજયને પામ્યા.



પ્રકૃતિ 'પ્રીત'


(તા. ૨૬/૭/૨૩)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ