વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મઝધારે કીનારો

સાગર કાઠે બેસીને ઝંખના ઉઠી હદયમાં
હોય ભલે વમળ કેટકેટલાં ભરી નજરમાં

વાયરો શીતળ ક્ષિતિજ ભણી વાતો હતો
ને હદયને ધબકારો ચુકી ગયો એ પલકમાં

યાદોતો ફરી તાજી થતાં,ભવોભવનો સાથ
 લપડાક ઉઠી સિંધુ તટે ને કોતરી ગઝલમાં

કોણ સમજાવે મનને,ભલા પીઠ થપથપાવે
સમજે પણ ખરું, સદાય મ્હાલે સપનામાં

ખુલ્લી આંખો પર મીટ મંડાયેલી રહી ગઈ
ગજબની મસ્તી ચડી,તુફાન ઉઠ્યું હદયમાં

પાછો ફર્યો એજ પવન સાથે સાગર કાંઠે
જાણે "શિવ" દુર લાગે "તખત" પર્વતમાં

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ