વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અરે! આપવું જ હોય તો!


અરે! આપવું જ હોય તો..


અરે! આપવું જ હોય તો આપ સાવનને,

આમંત્રણ કે, વહેલા પધારવાનું કષ્ટ કર..


અરે! પે'લી ઋતુઓની રાણીને કહીને,

ફક્ત વર્ષાઋતુની જ આજ મહેર કર...


અરે! આ તારા ખુલ્લા ગગનને ઢાંકીને,

કાળી કાળી વાદળીઓની ભરમાર કર..


આ કાળઝાળ ગરમીનો પારો ઘટાડીને,

ઝરમર ઝીણો શ્રાવણીયો વરસાદ કર..


હૈયું ગૂંગળાય છે તારી યાદની લ્હાયમાં,

ટાઢી ટાઢી ઠંડકનો મીઠડો શ્રીકાર કર..


સૂરજની આગથી બળેલી ધરતી ઢાંકવાને,

લીલીછમ લીલોતરીનો જ વરસાદ કર..


ભીંજેલ ધરતીની ફોરતી મહેંક માણવાને

સહુથી પે'લા બસ તું કાંતમાં એકાંત કર..


કવિ શ્રી એકાંત..


જયંતિલાલ વાઘેલા (એકાંત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ