વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાનાની લગન

કાનાની લગન


તડપે છે નયનો દર્શન કાજે રે કાના કેમ કરી દિલને સમજાવું,

લીલેરી લાગણીઓ સૂકાઈ ગઈ કાના શાને તે ઉત્સવ મનાવું.


ઝીણી સીતારીઓ વાગે હૃદયમાં કાના કેમ કરી અળગી થાઉં,

અંગના ઓશીંગણ કીધાં રે કાના હવે કેમ કરી સેજ બીછાવું.


વાંસળીના સૂરમાં ભાન ભૂલ્યા રે કાના કેમ કરી બહાર આવું,

રાસ ખેલ્યો કાના તારા રે સંગ હવે કેમ કરી પ્રીતને છૂપાવું.


ગોપીઓ સાથે રાસ ખેલંતા રે કાના તારી ભીતર હું લોપાઉં,

રહી ન સુધબુધ મારી કાના હવે કેમ કરી ભાનમાં હું આવું.


છોડ્યાં ગોકુળને વૃંદાવન કાના હવે તારી સમીપ દોડી આવું,

છોડશો ન કાન હવે હાથ મારો કદી બસ તારામાં હું સમાવું. 


              ©મહેશ રાઠોડ 'સ્નેહદીપ'

                 તા:૨૮-૭-૨૦૨૩

                 હિંમતનગર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ