વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બત્રીસ કોઠે દીવડા

 બત્રીસ કોઠે દીવડા


   મેઘલો તો મુશળધાર ત્રાટક્યો હતો. ચારેકોર પાણી જ પાણી!હાહાકાર મચી ગયો હતો!


  "મુવા રોયા..હવે તો ખમ્મા કર..પીટ્યા!" કાચી ઝૂંપડીમાં રહેતી કમળી બે હાથ માથે કૂટતા બોલી ઉઠી."આ ઝુંપડાં ય તણાયા ન હાથોહાથ માણહ હો તણાયા.હે રામ આ ધરતીમાવડી પર હેનો ગુસ્સો કર સ!"


  ફરી મેઘગર્જના થઈ. વરસાદનું જોર વધ્યું. અચાનક પાણીનું વહેણ વધી ગયું.ઝૂંપડા પાણીમાં બુડવાં લાગ્યાં.પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક તણાયા. કમળી પણ !


  ધસમસતા કાળ પ્રવાહમાં તણાતી કમળીને કોઈએ હાથ ખેંચીને બચાવી લીધી. "હે રામ.."  તેણે ભગવાનનો પાડ માનવા ઉપર જોયું. ધ્રુજતા હાથે આંખ બંધ કરી ફરી "રામને"યાદ કર્યા. ત્યાં તો કોઈ સ્પર્શ થયો. નાજુકનાજુક, કુણો, મુલાયમ સ્પર્શ! તેણે આંખ ખોલી જોયું.વહેણમાં તણાતું એક નાનું અમથું બાળક, કમળીના વાંઝણા શરીરને વળગીને સહારો શોધી રહ્યું હતું. તેના પહોળા કરેલા નાનાનાના હાથ, મૃત્યુ સામે સમર્પણ કરતાં પહેલા કમળી પાસે જીવન માગી રહ્યાં હતાં.


" કોનું બાળક હશે ?"અવઢવમાં પડેલી કમળીએ ચોતરફ જોયું. પ્રવાહમાં તણાતી એક સ્ત્રીની નજર બાળક તરફ અપલક..! બચવા માટે તરફડીયા મારતી તે સ્ત્રીએ કમળી તરફ જોયું. બે હાથ ઊંચા કર્યા અને મૃત્યુને સમર્પિત થઈ ગઈ. 


  કમળીએ ઝટ બાળકને હૃદયસ્પર્શો ચાંપી દીધો." હે રામ.."રામનો પાડ માનવા ફરી ઉપર જોયું.


   આવાં મોતના ઝંઝાવતમાં પણ કમળીની આંખો સંતોષથી છલકાઈ ઉઠી.નાના બાળકના સ્પર્શે તેના બત્રીસ કોઠે દીવડા પ્રગટી ઉઠ્યાં.


****

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ