વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટ્રંપ ઇન સુરત..✍️,,

અમેરિકન પ્રમુખ ટ્રંપે અમદાવાદ મુલાકાત બાદ સુરતની ખાસ મહેમાન ગતિ માણવાની ઈચ્છા મોદી સાહેબને જણાવી કે તરત જ અમદાવાદ પરથી ધ્યાન હટાવી મોદી સાહેબે બધા મંત્રી અને અધિકારીઓને સુરતના બંદોબસ્ત માટે હૂકમ જારી કરી દીધો છે. અને મોદી સાહેબનો હુકમ તો મંત્રી મંડળ માટે શિરોમાન્ય..... અમદાવાદની પબ્લિકને તો સાંભાળી લઇશું પણ સુરતની પબ્લિક તો તોબા તોબા... ના કરે નારાયણ ને કોઈએ ટ્રેમ્પને જોડો બોડો મારી લીધો કે માવો કે ગુટખા ખવરાવી દીધી તો મોટી મગજ મારી થઇ જાય.. માટે સુરત પર ખાસ ધ્યાન આપી બંદોબસ્ત માટે બધાને જણાવામાં આવ્યું..


હજી સુરત બંદોબસ્ત શરૂ થાય તે પહેલા જ ટ્રમ્પે અમેરિકામાં રહેલા સુરતીઓના વોટ ખેંચવા માટે સુરત એરપોર્ટથી લઈને કામરેજ ચાર રસ્તા સુધી રોડ શો કરવાની ઈચ્છા વ્યક્ત કરી કે તરત જ મોદી સાહેબના મોતિયા મરી ગયા..


ટ્રમ્પ આવે તેના બે દિવસ અગાઉથી સુરત એરપોર્ટથી લઈ કામરેજ ચાર રસ્તા સુધી સુરત ને સજ્જડ કરી દેવા હુકમ કરાયો... એકા એક રસ્તાઓ સાફ થવા લાગ્યા...

સફાઈ કર્મીઓ રોડ રસ્તા પરની પાન-માવાની પિચકારીઓ સાફ કરતા કરતા વાતો કરતા હતા.


"આ ટ્રમ્પ તો એક દિ આવીન જતો રેહે.. એની આડમાંને આડમાં આપણે ઘરબાર વગરના થઈ ગ્યા ચે"


હા લા.. આ છેલા તણ દિથી રાત દિ સફાઈ કરતા છીએ .. મગજની તો મા બેન એક થઈ ગઈ ચે."


એલા એ બધું તો ઠીક પણ આ લોકો તો બે દિ પાન માવાના ગલ્લા બંધ કરવાની વાત કરતા ચે.. જો એવું થયું તો વાટ લાગી જાહે.


ના હોય લા.. એની માને તો તો પત્તર ઠોકાઈ જહે.


હાસુ કવ છું લા. પાર્સલ માવા લેવા હોય તો લઈ લેજે.. પછી કેતો નઇ કે કીધું નોતું... બાકી પત્તર ઠોકાવવાની ઇ તો પાકું હો !


ટ્રમ્પ પરમ દિવસે આવે છે અને આજ રાતથી જ લોકો પાન માવા ખાઈ રોડ પર પીચકારી ના મારે એટલે પાન માવાના ગલ્લા અને રોડ પર કચરુંના કરે એટલે ખાણી પીણીની લારીઓ બે દિવસ બંધ કરવા ઉપરથી ઓર્ડર આવતા કલેકટરે હુકમ કરી દિધો...


સુરતીઓ માટે તો આ એક સૌથી મોટો ઝટકો..... જાણે ટ્રમ્પના કારણે સુરતીઓની જીવનદોરી જ ખેંચાઈ ગઈ હોય... સુરત માતો હોબાળો થયો..


રાત્રે આ ઓર્ડર થતા જ સવારે બધા સુરતીઓ રોડ પર આવી ગયા અને જોત જોતામાં આંદોલન છેડી દીધું..


ત્યાં જ સૂત્રો ચાલું કર્યાં...


"પત્તર ઠોકવાનું બંધ કરો.. પાન માવાને લારીઓ શરૂ કરો.."


ભીડમાં એક ભાઈ વચ્ચે આવીને બોલ્યો..

"જો આજ બપોર હુંધીમાં માવો નો મળોને તો અમેં ઉપવાસ પર બેસી જાહુ..."


આ ટોપાવને અમાર પાન માવાને નાસ્તો જ દેખાયો...આ તો હરહર તો અન્યાય ચે.


ત્યાં એક બીજો વચ્ચે આવીને બોલ્યો... અલ્યા કોઈ પાહે અડધ્યું પડ્યું હોય તો આલો લ્યા .... મારે બોવ મોટો વાંધો... હું હવાર હવારમાં માવો ના ખાવ તો માર સંડાસ નો ઉતરે... મારા જેવા તો કેટલાય હશે બધાની આજ ડટ્ટી લાગવાની.....


ત્યાં ફરી સૂત્રો ચાલુ થાય

"પત્તર ઠોકવાનું બંધ કરો.. પાન માવાને લારીઓ શરૂ કરો.."


આંદોલન વધુને વધુ ઉગ્ર બનવા લાગ્યું... સમય વર્તિને સરકારે પાન માવાના ગલ્લા અને નાસ્તાની લારીઓ બંધ રાખવાનું ફરમાન પાછું ખેંચ્યું... અને સુરતીઓમાં અનેરો આનંદ છવાયો....


બીજે દિવસે ટ્રમ્પ આવ્યા.. ત્યાં ફરી સુરતના સાફ કરેલા રસ્તા પાન માવાની પીચકારીથી લાલ ચોળ થઈ ચૂક્યા હતા...

ટ્રમ્પનો રોડ શો નીકળ્યો... રસ્તા પરની દુકાને સુરતીઓ ઉભા ઉભા ટ્રમ્પને જોઈ રહ્યાં હતાં અને વાતો કરતા હતા..


"એની બેન ને આના લીધે આપણા માવા બન થેલા.. "


"હા જોને ટોપો કેવો મલકાય ચ... "


"મારોહાહરો એક દિ આવ્યો પણ આખા દેશની પત્તર ઠોકી નાખહે.. કેટલાય રૂપિયાનો ધુમાડો કરયો હશે આની પાછળ...


હા લા જોને કેટલા આંદોલનો ગાંધીનગરમાં ચાલુ છે.. એ લોકોની સમસ્યાને બાજુમાં મૂકી બાધા ટોપાઓ આ મોટા ટોપાની સેવામાં લાગ્યા છે..


શુ થાહે આ દેશનુ..?... એમ કહી માવો ખાતા ખાતા એકે ત્યાં જ પીચકારી મારી ને રસ્તાને ફ્રીમાં કલર કરી આપ્યો....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ