વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માતૃભાષા દિવસ

માતૃભાષા દિવસ


  આજે માતૃભાષા દિવસ છે તેથી તેનો આખા દિવસ નો કાર્યક્રમ ભરચક રહ્યો. સવારમાં ઊઠીને ફેસબૂક પર માતૃભાષા પર સુદંરમજાનો ક્વોટ લખ્યો. અને થોડી વારમાં તો વન કે થી પણ વધારે લાઈક અને કોમેન્ટ આવી ગયા. પછી એક એપ પર માતૃભાષા પર સરસમજાનો લેખ લખીને  મુક્યો. વળી પાછી લાઈક અને કોમેન્ટ. અને હા પોતાના શહેરની બેસ્ટ ઈગંલિશ મિડિયમ સ્કૂલમાં ભણતા દિકરા ના આજના માતૃભાષા ના કાર્યક્રમમાં પણ હાજરી પણ આપી આવ્યા .અને સાજં ના એક કવિ સમ્મેલન મા પણ તો જવાનું હતું ને! કારણ કે માતૃભાષા દિવસ છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ