વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નારી સન્માન

નારીસન્માન

સેંથામાં  સિંદૂર પૂરતી,  નાકે  નથણી શોભતી,

ગળામાં મંગલસૂત્ર પહેરી એક નવોઢા શોભતી.


હાથમાં કંગન સોહતાં,પગમાં નૂપુર ઝણઝણે,

પ્રીતઘેલી નવોઢા પારકું પોતાનું કરી ઝળહળે.


હૈયું ઠાલવે,દિલ રેડે,પ્રેમથી સૌનાં દિલ જીતતી,

મન મારી,દુઃખ ધરબી,ઘરમાં સમરસ થઈ ભળતી.


સ્વીકારો એના ત્યાગને,ત્યાગમૂર્તિ બની શોભતી,

સહનશીલ શક્તિસ્વરૂપા ,જીવનભર એ સહેતી.


સમજો એના પ્યારને,આ આભૂષણો  પ્રિયતમના,

પોતાનું કશું ન રાખતી,બીજા માટે સદા એ જીવતી.


કરો  સન્માન  નારીતણું, નારી  છે  રતનનો  ભંડાર,

નારીથી  નર  નિપજ્યા, નારી  જીવનનો  શણગાર.


©મહેશ ડી રાઠોડ 'સ્નેહદીપ' હિંમતનગર

    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ