વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બંધનમોક્ષ

ન ચાહું હું બંધન કદી, મુક્ત ગગને વિહરવા દો મને,

ભરોસો છે મને મારી પર,વિહંગ બની ઉડવા દો મને.


રહ્યો છું સત્યને પડખે સદા, હવે ઝઝૂમવા દો મને,

છે અડગ શ્રદ્ધા મુજ પર,અરમાન ભરવા દો મને.


ઝંઝાવાતોને પી ગયો છું,ઈશ્વરને સદા સાથ રાખી,

 છૂટ્યા બંધન આત્મબળે,એવી શ્રદ્ધા રાખવા દો મને.


અનુભવી છે પ્રેમલક્ષણા ભક્તિ,કેમ કરી વર્ણવું કહો?

મળ્યું છે અલૌકિક સુખ,નિજાનંદે મસ્ત રહેવા દો મને.


ન કોઈ બંધન મને,મુક્તતાથી શ્વાસ શ્વસી રહ્યો છું,

શ્વાસ ઉચ્છવાસની ઘટમાળમાં,હવે જીવવા દો મને.


ન બંધન કોઈ એષણાઓનું,મમતા,મોહ, માયાનું,

ફગાવી દઈ બનું હું મુક્ત,હવે મોક્ષ પામવા દો મને.


                   ©મહેશ ડી.રાઠોડ,"સ્નેહદીપ"

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ